You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિનો દાવો નકારનાર અધિકારીને હાંકી કાઢ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટોચના ચૂંટણીઅધિકારીને બરખાસ્ત કરી દીધા છે. નોંધનીય છે કે તેમણે મતદાનમાં દગાખોરીના રાષ્ટ્રપતિના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે સાઇબર સિક્યૉરિટી ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યૉરિટી એજન્સી (સિસા)ના પ્રમુખ ક્રિસ ક્રેબ્સને મતદાન વિશે ‘અત્યંત ખોટી’ ટિપ્પણી કરવાને કારણે ‘બરખાસ્ત’ કર્યા છે.
ત્રણ નવેમ્બરના રોજ થયેલી ચૂંટણીમાં ટ્રમ્પ અત્યાર સુધી પોતાની હાર સ્વીકારનો ઇનકાર કરી રહ્યા છે અને કોઈ પણ જાતના પુરાવા વગર ચૂંટણીમાં ‘મોટા પાયે’ દગાખોરી થઈ હોવાનો દાવો કરી રહ્યા છે.
પરંતુ ચૂંટણીઅધિકારીઓ આ ચૂંટણીને અમેરિકાના ઇતિહાસની ‘સૌથી સુરક્ષિત’ ચૂંટણી ગણાવી રહ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે અધિકારી ક્રિસ ક્રેબ્સે વ્હાઇટ હાઉસની પોતાની સંસ્થાની એક વેબસાઇટને કારણે નારાજ કરી દીધા જેમાં ચૂંટણી સાથે સંબંધિત ખોટી માહિતીઓને ખારિજ કરી દીધી હતી. જે પૈકી મોટા ભાગની માહિતીઓને પોતે રાષ્ટ્રપતિ બળ પૂરું પાડી રહ્યા હતા.
સંસ્થાના સહાયક નિદેશક બ્રાયન વેયરે પણ ગત અઠવાડિયે પોતાની ખુરશી છોડી દીધી હતી. વ્હાઇટ હાઉસે તેમનું રાજીનામું માગી લીધું હતું.
પરંતુ પોતાના હોદ્દા પરથી દૂર કરી દેવાયા હોવા છતાં ક્રિસ ક્રેબ્સને પોતાનો મત મૂકવાની વાતને લઈને કોઈ અફસોસ નથી.
“સૌથી સુરક્ષિત ચૂંટણી”
તેમણે મંગળવારે જ એક ટ્વીટ કરી કરીને ટ્રમ્પના કેટલાંક રાજ્યોમાં તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડનના પક્ષમાં વોટ નખાયા હોવાના દાવા પર નિશાન સાધ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિસ ક્રેબે ટ્વીટ કર્યું – “ચૂંટણીપ્રક્રિયાની સાથોસાથ ગરબડના આરોપો વિશે 59 ચૂંટણી સુરક્ષાવિશેષજ્ઞો એકમત છે કે આ દાવા કાં તો નિરાધાર છે કાં તો તક્નીકીપણે તેનો કોઈ અર્થ નથી.”
ક્રિસ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના એ વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ હતા જેમણે ગત અઠવાડિયે યોજાયેલ અમેરિકાની ચૂંટણી અમેરિકાના ઇતિહાસની ‘સૌથી સુરક્ષિત ચુંટણી’ હતી.
સિસાની વેબસાઇટ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ લીધા વગર કહ્યું હતું કે, “અમને ખબર છે અમારી ચૂંટણીઓને લઈને આધારહીન દાવા થઈ રહ્યા છે, પરંતુ અમે આપને આશ્વસ્ત કરવા માગીએ છીએ કે અમે પોતાની ચૂંટણીની સુરક્ષા અને સત્યનિષ્ઠા પર પૂરો વિશ્વાસ છે, અને તમારે પણ રાખવો જોઈએ.”
ક્રિસ ક્રેબે ટ્વિટર પર એક ચૂંટણી કાયદા વિશેષજ્ઞનું ટ્વીટ પણ પોસ્ટ કર્યું જેમાં લખ્યું હતું કે, “કૃપા કરીને વોટિંગ મશીનો વિશે આધારહીન દાવાઓને રિટ્વીટ ન કરે, પછી ભલે તે રાષ્ટ્રપતિ જ કેમ ન હોય.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો