You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની ચૂંટણી વચ્ચે પનીર ટિક્કાની ચર્ચા કેમ થઈ રહી છે? - સોશિયલ
અમેરિકામાં આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી છે અને તેની વચ્ચે ટ્વિટર પર પનીર ટિક્કા ટ્રૅન્ડમાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતીય વાનગીની સાથે અમેરિકાના નેતાઓનાં નામ જોડાયેલાં છે.
તો વાત જાણે એમ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલાં પ્રમિલા જયપાલે આ તસવીર ટ્વીટ કરી અને તેને પનીર ટિક્કા નામ આપ્યું હતું.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ચૂંટણીની એક રાત પહેલાં સારું ભોજન બનાવ્યું. આજે કમલા હૅરિસના સન્માનમાં પનીર ટિક્કા બનાવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે તેમનું ફૅવરિટ ઉત્તર ભારતીય ભોજન એ છે જેમાં કોઈ પણ પ્રકારના ટીક્કા હોય.'
આ ટ્વીટની સાથે તેમણે બનાવેલી વાનગીની તસવીર પણ શૅર કરી.
એટલું જ નહીં, બીજા ટ્વીટમાં તેમણે તે વાનગીની રૅસિપી પણ આપી.
પ્રેમિલા જયપાલના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો વરસાદ આવવા લાગ્યો. ઘણા લોકોએ કહ્યું કે પનીર ટિક્કા ગ્રૅવી સાથે નથી પીરસવામાં આવતા. તો કેટલાક લોકોએ બીજી વાનગીઓની તસવીરો ખોટા નામ સાથે શૅર કરી.
બ્લૂ બ્લર નામના એક યૂઝરે પાઉંભાજીની તસવીર શૅર કરી ટ્વીટ કર્યું, 'આજે રાત્રે મેં મસાલા ઢોસા બનાવ્યા, કમલા હૅરિસના સન્માનમાં'
આત્મનિર્ભર વિનિત નામના યૂઝરે પનીર ટિક્કાની તસવીર ટ્વીટ કરીને લખ્યું, 'આ રસગુલ્લા છે'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેહુલ નામના એક યૂઝરે લખ્યું, 'અમે આને પનીર ટિક્કા કહીએ છીએ'
અનુરાગ સક્સેનાએ બર્ગરની તસવીર ટ્વીટ કરીને કહ્યું, 'આ મૈસુર પાક છે.'
રુશ્મા નામનાં એક યૂઝરે ઢોસાની તસવીર ટ્વીટ કરીને કહ્યું, 'લો, તમારા પનીર ટિક્કા સાથે બટર નાન'
કે સિંહ નામના એક ટ્વિટર યૂઝરે પિઝ્ઝાની તસવીર પોસ્ટ કરીને લખ્યું, 'કમલા હૅરિસ માટે આલુ પરાઠા'
ડૉ. યોગેશે બ્રેડની તસવીર ટ્વીટ કરીને લખ્યું, 'બિહારની ચૂંટણી પહેલા આ છે બટર ચિકન'
કોણ છે પ્રમિલા જયપાલ?
પ્રમિલા જયપાલ અમેરિકાનાં કૉંગ્રેસ સભ્ય છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો.
તેઓ 16 વર્ષની ઉંમરે શિક્ષણ મેળવવા અમેરિકા પહોંચ્યાં હતાં અને વર્ષ 2000માં અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો