You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ, આગામી 24 કલાક માટે હવામાન વિભાગે શું કરી આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું?
ગુજરાતમાં ગઈ કાલે ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોમાં વરસાદને કારણે રાહતનો અનુભવ થયો હતો.
છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જો કે કચ્છમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ તરફ નજર કરીએ તો, સૌથી વધુ વરસાદ વલસાડ, અમરેલી, સુરતના કેટલાક વિસ્તારમાં નોંધાયો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં, અમરેલીના સાવરકુંડલામાં અને સુરતના બારડોલીમાં 0.35 ઇંચ (9 મિમી) વરસાદ નોંધાયો છે.
જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 0.28 ઇંચ (7 મિમી) અને વલસાડમાં 0.24 ઇંચ (6 મિમી) વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત, નવસારીના ચીખલી તાલુકામાં 0.20 ઇંચ, સુરતના અંબિકા તાલુકામાં 0.12 ઇંચ અને નવસારી તાલુકામાં સૌથી ઓછો 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.
તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ નોંધાયો છે,
ભારતમાં ચોમાસાની પ્રગતિ તરફ નજર કરીએ તો ચોમાસું પૂણે સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તરફ આગળ વધ્યું છે સાથે જ તે આગામી કેટલાક કલાકોમાં મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ છે.
આ વચ્ચે આગામી દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે, જાણીએ આ અહેવાલમાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસું ક્યાં પહોંચ્યું?
ભારતમાં ચોમાસાની સ્થિતિમાં પ્રગતિ જે છેલ્લા અમુક દિવસથી અટકી ગઈ હતી તેમાં હવે ફરીથી પ્રગતિ જોવા મળી રહી છે. ઉપરાંત સારા સમાચાર તે છે કે હવે ચોમાસું મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, ચોમાસું હાલ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના કેટલાક ભાગો, છત્તીસગઢના અમુક ભાગો, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે.
તેમ જ હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની ઉત્તરીય સીમા હાલ મહારાષ્ટ્રના અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બલાંગીર, સુંદરગઢ, ચતરા, ગયા, મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે.
આગામી 48 કલાક દરમિયાન ચોમાસુ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગો, તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 23 જુને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાઓમાં અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
તે સાથે જ આ સિવાયના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
ઉપરાંત આ દિવસે હવામાન વિભાગે સામાન્ય પ્રકારના વાવાઝોડાની પણ આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં, તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ માં અને દીવમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની કરી છે.
24 જૂનની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં; તેમજ દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે 25 જૂનની સ્થિતિને લઈને પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ દિવસે તે સિવાય ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
26 જૂને પણ હવામાન વિભાગે આવી જ આગાહી કરી છે,
જોકે, 27 જૂને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી છે.
તે ઉપરાંત આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ નોંધાયો?
છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જો કે કચ્છમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું.
સૌથી વધુ વરસાદ વલસાડ, અમરેલી અને સુરતના કેટલાક વિસ્તારમાં નોંધાયો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં, અમરેલીના સાવરકુંડલામાં અને સુરતના બારડોલીમાં 0.35 ઇંચ (9 મિમી) વરસાદ નોંધાયો છે.
જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં ૦.28 ઇંચ (7 મિમી) અને વલસાડમાં 0.24 ઇંચ (6 મિમી) વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત, નવસારીના ચીખલી તાલુકામાં 0.20 ઇંચ, સુરતના અંબિકા તાલુકામાં 0.12 ઇંચ અને નવસારી તાલુકામાં સૌથી ઓછો 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
જો કે, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહવાલ મુજબ,રાજ્યમાં અત્યાર સુધી જૂન મહિના સમયગાળા દરમિયાન કુલ મળીને જળાશયોમાં 50% કરતાં ઓછું પાણી બચ્યું છે. જૂન મહિના સમયગાળા દરમિયાન ઘણા જળાશયોમાં તો 25% કરતાં પણ ઓછું પાણી બાકી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના લૉંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના આંકડા દર્શાવે છે કે 22 જૂન સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં ઘટ નોંધાઈ છે. ગુજરાતમાં વરસાદની સૌથી વધુ 75% જેટલી અછત છે. રાજ્યમાં સામાન્ય રીતે થતા સરેરાશ 59.2 મિલીમીટર વરસાદની સરખામણીએ અત્યાર સુધી માત્ર 15 મિલીમીટર વરસાદ જ થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન