You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને કર્યો ફોન, કહ્યું સરકાર અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે - Top News
દેશમાં કોરોના વાઇરસની મહામારીના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં છે ત્યારે રાજકીય સંકટ પણ તોળાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી હોવાની ફરિયાદ કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ઉદ્ધવ ઠાકરે વિધાનસભાની ચૂંટણી જીતેલી નથી અને મુખ્ય મંત્રી છે. મુખ્ય મંત્રીએ 6 મહિનામાં ચૂંટણી જીતવાની હોય છે.
રાજ્યપાલના ભગતસિંહ કોશિયારના અધિકારક્ષેત્રમાં ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ધારાસભ્ય ઘોષિત કરવાની સત્તા છે અને તે માટેનું આવેદન તેમને આપવામાં આવેલું છે.
નિયમ મુજબ 27 મે સુધી ઉદ્ધવ ઠાકરે જો ધારાસભ્ય ઘોષિત ન થાય તો તેમણે રાજીનામું આપવું પડે.
ઉદ્ધવ ઠાકરેને રાજ્યપાલની સત્તા પર ધારાસભ્ય ઘોષિત કરવા અંગેના આવેદન પર ભગતસિંહ કોશિયારીએ હાલ કંઈ કહ્યું નથી અને એ મુદ્દે એટર્ની જનરલનો અભિપ્રાય માગ્યો છે.
ભગતસિંહ કોશિયારીએ પ્રતિભાવ ન આપતા આ મુદ્દે જ ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને ફોન કરી મદદ માગી છે.
રાજસ્થાન સરકારે આબકારી જકાત વધારી, દારૂ હવે મોંઘો
આબકારી વિભાગના એક અધિકારી અનુસાર, ભારતમાં નિર્મિત 900 રૂપિયાથી ઓછા વિદેશી દારૂ પર 25 ટકાની જગ્યાએ 35 ટકા આબકારી જકાત અને ડ્યૂટી હવે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
35 ટકાની જગ્યાએ 45 ટકા કરાઈ છે.
એનડીટીવીમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, લૉકડાઉનને કારણે રાજભંડોળની કમીનો સામનો કરી રહેલી રાજસ્થાન સરકારે દારૂ પર આબકારી કરમાં 10 ટકાનો વધારો કર્યો છે.
રાજ્યના નાણાવિભાગે બુધવારે એક અધિસૂચનામાં સંશોધન કરીને આદેશ જાહેર કર્યા છે.
તેમજ બિયર પર આબકારી કરમાં 10 ટકાનો વધારો કરાયો છે.
દેશી દારૂ અને રાજસ્થાનમાં નિર્મિત દારૂના વેચાણ માટેના મૂળ લાઇસન્સ માટેની કિંમત પણ વધારી છે.
1000થી વધુ કર્મચારીઓને પગાર ન મળવાની ફરિયાદ
ગુજરાત સરકારને અત્યાર સુધીમાં 1000થી વધુ કૉલ હેલ્પલાઇન પર આવ્યા છે, જેમાં પગાર ન મળ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
આમાંના મોટા ભાગની ફરિયાદ વડોદરાથી મળી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, 7થી 26 એપ્રિલ વચ્ચે 20 દિવસમાં ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગને 1085થી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી 487 વડોદરાથી હતી.
સરકારે 21 માર્ચે એક અધિસૂચના જાહેર કરીને ગુજરાતના વ્યવસાયો અને ઉદ્યોગોને કહ્યું હતું કે લૉકડાઉન દરમિયાન તેઓ શ્રમિકોની છટણી ન કરે કે પગારમાં કાપ ન મૂકે.
રાજ્ય સરકારે એવો પણ દાવો કર્યો હતો કે જો કોઈ આ નોટિફિકેશનનું પાલન નહીં કરે તો તેમના સામે ફરિયાદ દાખલ કરશે.
તેમજ અમદાવાદથી 192, સુરતમાંથી 126, ભાવનગરથી 47 અને રાજકોટમાંથી 28 ફરિયાદો મળી હતી.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો