You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી20 વર્લ્ડકપ : એ મહિલા ખેલાડીની જોડી, જેણે ભારતને હાથમાં સરી રહેલી મૅચ જીતી આપી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપમાં પોતાનો બીજી મુકાબલો વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 6 વિકેટે જીતી લીધો છે. શરૂઆતમાં જ ત્રણ વિકેટ પડ્યા બાદ કૅપ્ટન હરમનપ્રીતકોર અને ઋષા ઘોષે ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી અને ભારતને જીત અપાવી.
હરમનપ્રીતકોરે 33 રન બનાવ્યા તો ઋષા ઘોષે 44 રન બનાવ્યા અને છેલ્લે સુધી બન્ને આઉટ ના થયાં. બન્નેએ ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી.
ભારતે પોતાની ઇનિંગની ઝડપી શરૂઆત કરી અને પ્રથમ ઓવરમાં જ શેફાલી વર્માએ ત્રણ ચોગ્ગા ફટકારતાં 14 રન બન્યા.
બીજી ઓવરમાં શેફાલીએ વધુ એક ચોગ્ગો ફટકાર્યો. જ્યારે ઈજા બાદ ટીમમાં પરત ફરેલાં સ્મૃતિ મંધાનાએ બે ચોગ્ગા ફટાકરીની ટીમનો સ્કોર 28 રન પર પહોંચાડી દીધો.
એ બાદ વેસ્ટ ઇન્ડિઝનાં કપ્તાન હેઇલી મૅથ્યુઝ બૉલિંગ કરવા માટે ઊતર્યાં અને મૅચની ત્રીજી ઓવરમાં માત્ર 3 રન જ બન્યા.
હેલીએ એ બાદની રામહરૈકને આપી અને તેઓ ભારતીય વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ચોંકવવામાં સફળ રહ્યાં.
મંધાના તેમના બૉલ પર આગળ વધીને શૉટ લગાવવા માગતાં હતાં અને એમાં સ્ટમ્પ આઉટ થઈ ગયાં. મંધાનાએ 7 બૉલમાં 10 રન કર્યા.
આ રીતે વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટ પર 118 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ પીચ પર પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મૅચમાં 'પ્લેયર ઑફ ધ મૅચ' બનેલાં જૅમિમાં રૉડ્રિગ્સ આવ્યાં, પરંતુ કૅપ્ટન હેઇલી મૅથ્યૂઝની ઓવરમાં તેઓ કૉટ ઍન્ડ બૉલ્ડ થઈ ગયાં. જૅમિમાએ પાંચ બૉલમાં માત્ર એક રન બનાવ્યો હતો.
13 બૉલ બાદ શફાલી વર્મા પણ લૉંગ લેગ પર કૅચ આઉટ થઈ ગયાં. તેમને પણ રામહરૅકે આઉટ કર્યાં. શફાલીએ 23 બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા.
ચાર ઓવરમાં 32 રન પર એક વિકેટથી ભારતનો સ્કોર સાતમી ઓવર સુધીમાં 44 રને 3 વિકેટ થઈ ગયો હતો.
વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ
રવિવારે પાકિસ્તાન સામેની મૅચમાં સાત વિકેટે વિજય મેળવ્યા બાદ આજે વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતનો સામનો વેસ્ટ ઇંડિઝ સામે કેપ ટાઉનમાં થયો.
વેસ્ટ ઇંડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મૅચની શરૂઆતમાં જ બીજી ઓવરમાં જ પૂજા વસ્ત્રાકરે ભારત માટે પહેલી વિકેટ લીધી. તેમણે હેઇલી મેથ્યૂઝને આઉટ કર્યાં, એ સમયે વેસ્ટ ઇંડિઝનો સ્કોર 4 રન હતો.
વેસ્ટ ઇન્ડિઝનાં કપ્તાન હેઇલી મૅથ્યુઝે માત્ર બે જ રન કર્યા હતા.
જોકે, એ બાદ બીજાં ઑપનર સ્ટેફની ટેલર અને શિમેન કૅમ્બલે ધીરેધીરે હાથ ખોલ્યા અને અડધી સદીની ભાગીદારી નોંધાવી. આ બન્નેએ ટીમનો સ્કોર 78 પર પહોંચાડી દીધો.
મૅચની 13મી ઓવરમાં કૅમ્બલને આઉટ કરીને દીપ્તી શર્માએ આ જોડી તોડી અને વેસ્ટ ઇન્ડિઝને મોટો ઝટકો લાગ્યો. કૅમ્બલે 32 બૉલમાં 27 રન બનાવ્યા.
આ દીપ્તી શર્માની ટી20 ક્રિકેટમાં 99મી વિકેટ હતી. આ વિકેટની સાથે જ દીપ્તી શર્મા મહિલા ટી20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારાં બૉલર બની ગયાં.
એ બાદ સ્ટેફની ટેલર પર આઉટ થઈ ગયાં. તેમણે આઉટ થતાં પહેલાં 39 બૉલમાં 42 રન કર્યા. આગામી ઓવરમાં જ સિનેલ હેનરી આઉટ થઈ ગયાં.
છેલ્લી ઓવરમાં દીપ્તી શર્માએ વધુ એક વિકેટ લીધી અને એ સાથે જ તેઓ ટી20 ક્રિકેટમાં 100 વિકેટો લેનારાં પ્રથમ ભારતીય મહિલા બની ગયાં.
ભારતીય ટીમ
સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટ કીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંઘ
વેસ્ટ ઇંડિઝ ટીમ
હેઇલી મેથ્યૂઝ (કૅપ્ટન), સ્ટેફની ટેલર, શેમેઇન કૅમ્પબેલ, શબિકા ગજ્નબી, ચિનેલ હેન્રી, ચેડીન નેશન, એફી ફ્લૅચર, શમિલિયા કોનેલ, રશાદા વેિલિયમ્સ (વિકેટ કીપર), કરિશ્મા રામહરક, શકેરા સેલ્માન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો