હાર્દિક પટેલ : રૂપાણી સરકાર ડેપ્યુટી CMની રક્ષા નથી કરી શકતી, તો પ્રજાની શું કરશે? TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કહ્યું હતું કે રૂપાણી સરકાર નાયબ મુખ્ય મંત્રીનું રક્ષણ કરી શકતી નથી, તો સામાન્ય માણસનું શું રક્ષણ કરશે?

હાર્દિક પટેલે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના કિરિટસિંહ જાડેજાના પ્રચારમાં આ નિવેદન આપ્યું હતું.

હાર્દિક પટેલે કહ્યું કે પોલીસની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી સાથે જે ઘટના બની તે શરમજનક છે.

"વડોદરા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જે કહ્યું કે તે કૉંગ્રેસનો કાર્યકર્તા છે તે પણ શરમજનક છે. આ સવારે આખું સત્ય બહાર આવ્યું અને તે ભાજપનો કાર્યકર્તા નીકળ્યો."

તેણે વધુમાં કહ્યું, "નીતિન પટેલ પર સ્લિપર ફેંકાયું તેમાં કંઈ નવું નથી. પરંતુ આ શરમજનક છે કે રૂપાણી સરકાર પોતાના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું રક્ષણ કરી શકી નથી. તે કેવી રીતે સામાન્ય માણસ અને ખેડૂતોનું રક્ષણ કરશે?, ભાજપ કેવી રીતે મહિલાઓ અને મારી બહેનોનું રક્ષણ કરશે? કેવી રીતે ભાજપ નોકરી આપશે?"

NHAIના અધિકારીઓ પર ગડકરીનો આરોપ

'એનડી ટીવીમાં અહેવાલ' અનુસાર કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગમંત્રી નીતિન ગડકરીએ બુધવારે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું કે "નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં 'કામચોર, નકામા અને ભ્રષ્ટાચારી લોકો એટલા શક્તિશાળી છે કે મંત્રાલયના કહેવા છતાં પોતાના નિર્ણયને ખોટા કરે છે. આ અધિકારીઓને બહારનો રસ્તો બતાવવાનો સમય આવ્યો છે."

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ભવનના ઉદ્ધાટન સમયે યોજાયેલા ઓનલાઇન કાર્યક્રમમાં ગડકરીએ અધિકારીઓને મોઢા પર આવું કહ્યું હતું.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે 250 કરોડનો આ પ્રોજેક્ટ 2008માં નક્કી કરવામાં આવ્યો હતો. આનું ટેન્ડર 2011માં આપવામાં આવ્યું હતું અને નવ વર્ષ પછી પૂર્ણ થયો છે.

તેમણે દિલ્હી અને મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું ઉદાહરણ આપી કહ્યું કે દિલ્હી અને મુંબઈ એક્સપ્રેસ-વે માટે ગૌરવથી કહેવામાં આવે છે કે બે ત્રણ વર્ષમાં પૂર્ણ કરીશું.

આ પ્રોજેક્ટ 80 હજારથી એક લાખ કરોડનો છે. જ્યારે NHAIના ભવનના 250 કરોડના પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આટલાં વર્ષો આપવામાં આવ્યાં.

કોરોના વાઇરસના ટેસ્ટિંગને કંટ્રોલ કરવામાં આવે છે?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતની ટોચની ખાનગી લૅબ 'થાયરોકૅર ટેકનૉલૉજીસ'ના ફાઉન્ડર અને મેનેજિગં ડિરેક્ટર એ. વેલુમણીએ કહ્યું, "ટેસ્ટિંગ કરાવવાની પ્રક્રિયા ચાલુ હોવા છત્તાં, સરકાર ખાનગી સેન્ટર પર જિલ્લા કક્ષાએ ટેસ્ટિંગને કંટ્રોલ કરી રહી છે. "

"અમે ખોટા પૉઝિટિવ કેસ આપીએ છીએ એવું કારણ ધરીને વિવિધ રાજ્યોના વિવિધ જિલ્લામાં અમને સૅમ્પલ ન લેવા માટે કહેવામાં આવ્યું છે."

બીજી એક ફર્મના અધિકારીએ પણ વેલુમણીની વાતનું સમર્થન આપતાં નામ ન આપવાની શરતે કહ્યું કે હાલ કેટલાક સમયથી મહારાષ્ટ્ર અને ગુજરાત આ પ્રકારની કામગીરીમાં સામેલ થયાં છે.

તેમણે કહ્યું કે સામાન્ય રીતે રાજ્ય પર પૉઝિટિવ કેસ વધારે ન દેખાડવામાં આવે તેનું પ્રેશર છે. જેના કારણે તે પ્રેશર જિલ્લાકક્ષાએ પણ પહોંચે છે.

અધિકારીએ કહ્યું કે કેટલાક જિલ્લાના વહીવટી તંત્રે તેમને કહ્યું છે કે આઈસીએમઆરને ફાઇનલ રિપોર્ટ મોકલવામાં આવે તેના પહેલાં તેમને રિપોર્ટ દેખાડવામાં આવે.

આરોગ્યમંત્રીએ કહ્યું કે ભારત ટેસ્ટિંગની બાબતે દુનિયામાં સૌથી ઊં સ્થાને છે. 1 ઑક્ટોબરથી દેશમાં 8.5 લાખથી 14.7 લાખ ટેસ્ટ રોજ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો