You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસીના વૈશ્વિક દર્શકોમાં ભારત સૌથી મોટું બજાર, ગુજરાતી સેવાનું પ્રભાવશાળી પ્રદર્શન
બીબીસી દ્વારા તેના વાર્ષિક ગ્લોબલ ઑડિયન્સ મેજર (GAM) આંકડા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં દર અઠવાડિયે પુખ્તવયની કેટલી વ્યક્તિ વિશ્વભરમાં બીબીસીને એક્સેસ કરે છે તેની નોંધ હોય છે.
બીબીસીના આંતરરાષ્ટ્રીય દર્શકોમાં દર અઠવાડિયે સાત કરોડ 20 લાખ પુખ્ત લોકોના આંકડા સાથે, વધુ એક વખત ભારત સૌથી મોટું બજાર બન્યું છે. જેમાં બીબીસી ન્યૂઝની ભારતીય ભાષાઓ, BBC.com તથા બીબીસી સ્ટુડિયોની આંતરરાષ્ટ્રીય ચેનલોનો પણ સમાવેશ થાય છે. જેમાં ગત વર્ષના આંકડા કરતાં 90 લાખની વૃદ્ધિ થઈ છે (2020માં છ કરોડ 30 લાખ).
વર્ષ 2020/21 દરમિયાન, બીબીસીએ વૈશ્વિક સ્તરે રેકૉર્ડ સાપ્તાહિક 48 કરોડ 90 લાખ પુખ્તવયના દર્શકોની સરેરાશ હાંસલ કરી હતી, જે ગત વર્ષ કરતાં બે કરોડ વધારે છે. આ સાથે જ બીબીસી 2022માં 50 કરોડ વૈશ્વિક દર્શકો સુધી પહોંચવાના લક્ષ્યાંકની નજીક પહોંચી ગયું છે અને 100મી વર્ષગાંઠના વર્ષમાં તેને પાર કરી જવાની રાહ પર છે.
બીબીસીની આંતરરાષ્ટ્રીય સમાચારસેવા દર અઠવાડિયે 45 કરોડ 60 લાખ પુખ્ત દર્શકોના રેકૉર્ડ સ્તરે પહોંચી હતી (એક કરોડ 80 લાખનો વધારો). આ દર્શકોમાં બીબીસી વર્લ્ડની ભાષાકીય સેવાઓ, બીબીસી વર્લ્ડની અંગ્રેજી સેવા, વર્લ્ડ ન્યૂઝ ટીવી, BBC.com તથા BBC મીડિયા ઍક્શનનો પણ સમાવેશ થાય છે.
આ વર્ષે વર્લ્ડ સર્વિસની ડિજિટલ ભાષાકીય સેવા બીબીસી ન્યૂઝ હિંદીએ પોતાના ટોચના સ્થાનને વધુ મજબૂત કર્યું હતું અને વધુ 40 લાખ લોકોને આકર્ષ્યા હતા. બીબીસી ન્યૂઝ ગુજરાતી તથા બીબીસી ન્યૂઝ પંજાબી સેવાએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને 75 ટકા કરતાં વધુની વૃદ્ધિ નોંધાવી હતી.
બીબીસીના ડાયરેક્ટર-જનરલ ટીમ ડેવીએ જણાવ્યું હતું :
"બીબીસી વિશ્વભરમાં અગાઉ કરતાં સૌથી વધુ લોકો સુધી માહિતી પહોંચાડે છે, તેમને શિક્ષિત કરે છે તથા તેમનું મનોરંજન કરે છે, તે જાણીને આનંદ થયો છે. અમારી વૈશ્વિક પહોંચમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમે આવતા વર્ષે શતાબ્દી વર્ષ દરમિયાન અડધો અબજ દર્શકોનો લક્ષ્યાંક હાંસલ કરવા તરફ અગ્રેસર છીએ. છેલ્લા એક દાયકામાં અમારા દર્શકોની સંખ્યા બમણા કરતાં વધારે વધી છે, તે દર્શાવે છે કે છેલ્લા એક દાયકા દરમિયાન અમારા દર્શકો બમણાથી પણ વધુ વધ્યા છે અને કેવી રીતે વિશ્વભરમાં BBCની સેવાઓને મૂલવવામાં આવે છે. યુકેનો અવાજ, વૈશ્વિક મંચ પર બ્રિટનનો અવાજ, લોકશાહી મૂલ્યો તથા પ્રભાવ વધારવાની કેટલી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવીએ છીએ, તે પણ દર્શાવે છે."
બીબીસીની ભારતીય ભાષાઓનાં વડાં રૂપા ઝા કહે છે, "આ આંકડા જ ઘણું બધું કહી જાય છે. બીબીસી ભારતના વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચી રહ્યું છે. આ વિકાસ નિષ્પક્ષ, સચોટ અને સાહસિક પત્રકારત્વથી આવ્યો છે, જે દર્શકોને ધ્રુવીકરણ તથા વૈશ્વિક ગેરમાહિતીના યુગમાં સાંપ્રત ઘટનાઓને સારી રીતે સમજવામાં મદદ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ન્યૂઝ ઇન્ટરનેશનલ સર્વિસિઝના સિનિયર કંટ્રોલર તથા બીબીસી વર્લ્ડ સર્વિસના ડાયરેક્ટર લિલેનના કહેવા પ્રમાણે, "બીબીસી ન્યૂઝ માટે વૈશ્વિક દર્શકોની સંખ્યા અને તે વૈશ્વિક કક્ષાની વિશ્વનસીય, નિષ્પક્ષ સમાચાર અને માહિતી આપવા માટેની અમારી પ્રતિષ્ઠા રેકૉર્ડ સ્તરે પહોંચી છે. કોવિડ-19 મહામારીથી લઈને ચૂંટણી અને સંઘર્ષ સમયે અમારા અહેવાલો કેટલા મહત્ત્વપૂર્ણ છે, તે અમે જોયું છે. અમે અમારાં દરેક પ્લૅટફૉર્મ પર સશક્ત તથા અવ્વલ દરજ્જાનું પત્રકારત્વ પૂરું પાડવાનું ચાલુ રાખીશું."
ચાલુ વર્ષના વૈશ્વિક પ્રદર્શનમાં નીચેની બાબતોએ ભાગ ભજવ્યો હતો :
- વૈશ્વિક ભાષાકીય સેવાઓનો વિકાસ : ચાલુ વર્ષે, BBCના વિકાસમાં ભાષાઓના વિભાગે સૌથી મોટો ફાળો આપ્યો છે, જે બે કરોડ (સાત ટકા વધુ) રહ્યો. ભાષાકીય સેવાઓ દર અઠવાડિયે 31 કરોડ, 30 લાખ પુખ્તવયના દર્શકો સુધી પહોંચે છે.
- ડિજિટલ અવિરત વૃદ્ધિ : યુકેની બહાર બીબીસી ન્યૂઝના ડિજિટલ વિકાસની ગતિ ચાલુ છે. દરેક ડિજિટલ પ્લૅટફૉર્મ પર 23 ટકાની વૃદ્ધિ થઈ છે અને તે દર અઠવાડિયે સરેરાશ 18 કરોડ 60 લાખ પુખ્તવયના દર્શકો સુધી પહોંચે છે.
- નવી ભાષાકીય સેવાઓ દ્વારા પ્રભાવશાળી પ્રદર્શન : જે ડિજિટલ વિકાસને આભારી છે. પરિણામે વર્લ્ડ સર્વિસની સાપ્તાહિક પહોંચના 39 ટકા હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી આવે છે. (તમામ બીબીસી ન્યૂઝના 41 ટકા)
- BBC.comમાં 2020થી 80 લાખની વૃદ્ધિ જોવા મળી છે અને તે ચાર કરોડ પુખ્તવયના વાચકો સુધી પહોંચ ધરાવે છે. યુએસના ચૂંટણી કવરેજ તથા તે પછીના ઘટનાક્રમે અગાઉનાં વર્ષોની સરખામણીએ BBC.comના ઝડપી વિકાસમાં પ્રદાન આપ્યું છે.
- બીબીસી સ્ટુડિયોની આંતરરાષ્ટ્રીય ચેનલો છ કરોડ 50 લાખ પુખ્તવયના દર્શકો સુધી પહોંચી છે, જે એક કરોડ 60 લાખનો વધારો દર્શાવે છે.
- બીબીસી મીડિયા ઍક્શન, એ બીબીસીનો આંતરરાષ્ટ્રીય સખાવતી ઉપક્રમ છે, જે લોકશાહી તથા વિકાસમાં મીડિયા તથા કૉમ્યુનિકેશન ક્ષેત્રે કામ કરે છે - GAM આંકડામાં તેનું પ્રદાન 50 લાખથી વધીને બે કરોડ 30 લાખ પર પહોંચ્યું છે.
બીબીસી ન્યૂઝના દર્શકોની સંખ્યાની દૃષ્ટિએ ટોચના 10 દેશ :
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો