ભારત અને ચીન વચ્ચે લદ્દાખ પાસે તણાવ યથાવત્ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ પાસે તણાવની પરિસ્થિતિ વચ્ચે ભારત એ વિસ્તારમાં વિકાસની ગતિવિધિ નહીં રોકે.

અખબાર લખે છે કે કૂટનીતિના પ્રયાસો અને સેનાના સ્તરે પ્રયત્નો કર્યા છતાં હજી પરિસ્થિતિ શાંત નથી પડી.

રવિવારે ચીનના વિદેશમંત્રાલયની પ્રેસવાર્તામાં ભારતનું નામ એક પણ વખત લેવામાં નહોતું

આવ્યું અને ભારતે પણ ઉચ્ચ સ્તરે આ બાબતે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.

જોકે, ભારત સરકારે આ ગતિરોધ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે.

આ વિસ્તારમાં ભારતે શરૂ કરેલાં વિકાસકાર્યોને લઈને તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.

ધારચૂકથી દૌલત બેગ ઑલ્ડી (જ્યાં દુનિયામાં સૌથી ઊંચાઈ ઍડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે) માર્ગ બનાવવાના કામનો ચીન વિરોધ કરી રહ્યું છે.

'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના પ્રથમ પાને છપાઈ મૃતકોની આખી યાદી

અમેરિકન અખબાર ન્યૂ યૉર્ક ટાઇમ્સે પ્રથમ પાના પર અમેરિકામાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલાં લોકોનાં નામ પ્રકાશિત કર્યાં છે.

24 મેના અખબારે શિર્ષક છાપ્યું, 'એવું નુકસાન જેનું આંકલન ન થઈ શકે.'

અમેરિકામાં કોવિડ-19ને કારણે મૃતાંક એક લાખને પાર કરવા પર પહોંચી ગયો છે, ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને શોક વ્યક્ત કરવા અખબારે મુખ્ય પાનું મૃતકોને સમર્પિત કર્યું હતું.

અખબારે લખ્યું, 'આ માત્ર યાદીનાં અમુક નામ નથી, આ લોકો આપણી સાથે હતા.'

આ પહેલાં બ્રાઝિલના એક અખબાર 'ઓ ગ્લૉબો'એ પણ 10 મેના રોજ લખ્યું હતું, '10મે, 10 હજાર પીડિત, દસ હજાર વણકહેવાયેલી કહાણીઓ.'

'ટાઇમ્સ ઇન્સાઇડર'ના એક લેખમાં 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના ગ્રાફિક્સ એડિટર સિમૉન લૅન્ડને કહ્યું કે 'આ નિર્ણય કોરોના જેવી ભયાનક ત્રાસદી અને લોકોની પીડાને વ્યક્તિગત રૂપે સમજી શકવા માટે લેવાયો છે.'

સોમવારથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઇટ ઊડવાનું શરૂ થઈ જશે

હિંદુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ પ્રમાણે બધાં રાજ્યો અમુક ફ્લાઇટ સ્વીકારવા તૈયાર થઈ ગયાં છે. પરંતુ ફ્લાઇટથી આવતા મુસાફરો માટે ક્વોરૅન્ટીન અને સૅલ્ફ આઇસોલેશના નિયમો પાળવા ફરજિયાત છે, જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

ફ્લાઇટ્સમાં ચઢતા અને ઊતરતા મુસાફરો માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન હોવા છતાં કેટલાંક રાજ્યોએ પોતાના નિયમો બનાવ્યા છે.

જેમ કે કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવતા મુસાફરો માટે અનિવાર્ય રૂપે સાત દિવસ માટે સરકારી ક્વોરૅન્ટીન અને પછી હોમ ક્વોરૅન્ટીનનો નિયમ બનાવ્યો છે.

મેઘાલય અને પંજાબમાં બહારથી આવતા મુસાફરો માટે સ્વૅબ-ટેસ્ટ ફરજિયાત બનાવી છે.

કેટલાંક રાજ્યોએ રવિવારે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ગાઇડલાઇન મુજબ મુસાફરોને તાવ જેવાં લક્ષણ દેખાતાં જ તેમને ક્વોરૅન્ટીન સુવિધામાં લઈ જવામાં આવશે.

લદ્દાખમાં ભારત-ચીનની સેના વચ્ચે ગતિરોધ યથાવત

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો