બીબીસી ગુજરાતીના આ લેખો તમે વાંચવાનું ચૂકી તો નથી ગયા ને?

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

વર્ષ 1918માં તત્કાલીન ભાવનગર સ્ટેટમાં રાજા ભાવસિંહજીએ એક સંસ્થા ઊભી કરી હતી. તેને લોકપ્રતિનિધિ માટેની ધારાસભા એટલે કે ‘પિપલ્સ રિપ્રેઝન્ટેટિવ ઍસેમ્બ્લી’ નામ આપવામાં આવ્યું હતું.

ધારાસભા જેવી આ સંસ્થામાં 38 સભ્યો હતા. જેમની નિયુક્તિ રાજા ભાવસિંહજી કરતા હતા. આ સભ્યોને પ્રજાલક્ષી પ્રશ્નો પૂછવાનો અધિકાર હતો.

ભાવસિંહજીના મૃત્યુ બાદ તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજીએ વર્ષ 1941માં ‘ભાવનગર લૅજિસ્લેટિવ ઍસેમ્બ્લી’ની સ્થાપના કરી. જેમાં 55 સભ્યો હતા. તે પૈકીના 33 સભ્યો પ્રજા દ્વારા ચૂંટાયેલા અને 16 સભ્યો રાજા દ્વારા નિયુક્તિ પામેલા હતા. જ્યારે અન્ય 6 સભ્યો જાણકારો કે તજજ્ઞો રહેતા.

આ સભ્યોને પ્રજાના પ્રશ્નો પૂછવાનો, બજેટ પર ચર્ચા કરવાનો અને કાયદાઓ કે સુધારાઓ કરવા માટેના વિધેયકો તૈયાર કરવાનો અધિકાર રહેતો. આ સભા વર્ષમાં બે વખત મળતી હતી. ત્યારબાદ પોરબંદરમાં પણ આ પ્રકારની ધારાસભા અસ્તિત્વમાં આવી હતી.

કેવી રીતે ચાલતું હતું આ ધારાસભાઓનું કામકાજ? કેવી રીતે થતી હતી ચૂંટણીઓ? વાંચો સંપૂર્ણ વિગતો અહીં.

ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામે ઍડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતની દસ વિકેટે હાર થઈ હતી.  આ સાથે ટી20 વર્લ્ડકપમાં ભારતની સફરનો અંત આવ્યો છે.

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને ભારતને પ્રથમ બૅટિંગ કરવા જણાવ્યું હતું. ભારતે 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 168 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડને જીત માટે મળેલું લક્ષ્ય એક પણ વિકેટ ગુમાવ્યા વિના તેણે માત્ર 16 ઓવરમાં જ મેળવી લીધું હતું.

આ વિજય સાથે જ હવે ફાઇનલ ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે.  જોકે, ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતના પક્ષે એ ત્રણ ખામીઓ જોવા મળી, જેનો ફાયદો ઇંગ્લૅન્ડને મળ્યો અને ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો.

શું હતી આ ત્રણ ખામીઓ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ અહીં.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે.

આ વખત ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે.

રાજ્યમાં પાછલા 27 વર્ષથી ભાજપ સત્તાના કેન્દ્રમાં છે.

રાજ્યની અનેક બેઠકો પર તેની મજબૂત પકડ હોવા છતાં તેનો પરંપરાગત હરીફ એવી કૉંગ્રેસ પાર્ટી પણ વર્ષોથી ભાજપના શાસનમાં પડકારો ઊભી કરતી રહે છે.

વર્ષોથી ગુજરાતમાં સત્તાસ્થાને રહેલ ભાજપ ઘણી બેઠકો પર ‘આસાન વિજય’ મેળવતો આવ્યો છે, પરંતુ પાછલી ઘણી ચૂંટણીઓથી એવી પણ કેટલીક બેઠકો અંગે ચર્ચા થતી આવી છે, જે ભાજપ પૂરો જોર લગાવીને પણ નથી જીતી શકતો. આ બેઠકો પર જાણે ‘કૉંગ્રેસનું નામ લખાઈ ગયું’ છે.

કઈ છે આ બેઠકો? અને શું છે તેની ખાસિયતો? જાણવા માટે અહીં ક્લિક કરો.

ભારતમાં ઘણા લોકો માટે સવાર-સાંજ ચા પીવાની ટેવ હોવી એ સામાન્ય બાબત છે.

ઘણા એવા પણ છે જેમના માટે દિવસની શરૂઆત ચા વગર થાય એ વિચાર પણ કપરો છે.

આવા ‘ચાના ચાહકો’ને જો કોઈ કહે કે આગામી અમુક સમયમાં તમારે ચા પીવાનું ઓછું કરવું પડશે તો?

આ બાબત તેમના માટે ‘દુ:સ્વપ્ન’ જેવી હશે, તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

પરંતુ આ બાબત ધીમેધીમે હકીકત બનતી જઈ રહી છે, અને તે પણ આબોહવા પરિવર્તનના કારણે.

આબોહવા પરિવર્તનના કારણે ભારતના ચાના બગીચાઓના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે.

આ પરિસ્થિતિના કારણે ચાનું ઉત્પાદન અને તેના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

પૂર્વેના ઑટોમન સામ્રાજ્ય હેઠળના મધ્ય-પૂર્વ પ્રદેશના ઔપચારિક વિતરણના હેતુસર ફ્રાન્સ અને બ્રિટને ઇટાલીની રિવિએરા નદીના કિનારે આવેલા નાના ગામમાં 1920ના એપ્રિલની એક સવારે બેઠક ગોઠવી હતી.

1920ની 19થી 26 એપ્રિલ દરમિયાન યોજવામાં આવેલી સાન રેમો પરિષદમાં નક્કી થયા મુજબ પેરિસને લેબનોન તથા સીરિયા મળવાનાં હતાં, જ્યારે લંડનને ઈરાક તથા પૅલેસ્ટાઈન પર અંકુશ મળવાનો હતો.

એ સમયની બે મહાન સંસ્થાનવાદી શક્તિ વચ્ચે આ વહેંચણી બાબતે ચાર વર્ષ પહેલાંની એક ગુપ્ત બેઠકમાં સહમતી સધાઈ ગઈ હતી. એ બેઠકમાં ફ્રાન્સના ફ્રાન્કોઈસ જ્યોર્જ-પીકોટ અને બ્રિટનના સર માર્ક સાઈક્સે હાલ સાઈક્સ-પિકોટ કરાર નામે પ્રખ્યાત કરાર વિશે વાટાઘાટ કરી હતી.

વસંતઋતુના એ સપ્તાહમાં મધ્ય-પૂર્વની હાલની સરહદનો જ નહીં, પરંતુ આજે પણ અનિર્ણિત રહેલી અનેક સમસ્યાઓનો પાયો પણ નખાયો હતો.

આ પ્રક્રિયામાં શું-શું ધ્યાન રખાયું અને શું ખોટ રહી ગઈ? ઇસ્લામિક રાષ્ટ્રોના નિર્માણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો.