You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં પડશે વરસાદ
દિવાળી પહેલાં હળવા વરસાદ પછી, ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં ફરી માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્ય માટે હવામાનમાં પલટો આવે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર દિવાળી પહેલાં હળવા વરસાદ બાદ આગામી સપ્તાહમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદ ઉત્તર-પૂર્વીય પવનને કારણે છે જે પ્રદેશમાં નીચલા સ્તરે પ્રવર્તી રહ્યો છે.
બીબીસીએ ભારતીય હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતી સાથે વાત કરી અને તેમણે કહ્યું કે ગુજરાતમાં પૂર્વીય પવનોને કારણે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંચ દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. છઠ્ઠા દિવસે એટલે કે 26મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાતમા દિવસે એટલે 27મી નવેમ્બરના દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, 21થી 24 નવેમ્બર સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે.
25મી નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના દાહોદ અને પંચમહાલના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ફરીથી 26મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર અને મહેસાણા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદની શક્યતા છે.
ફરીથી, પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
સમગ્ર દેશમાં પણ વરસાદી માહોલ
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, ઉત્તરપૂર્વ ચોમાસું આ સપ્તાહ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પમાં સક્રિય થશે.
વરસાદનો ફેલાવો વધીને ઉત્તર તરફ બે-બે દિવસ સુધી પહોંચી શકે છે. તેલંગાણા, ઉત્તર કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં પણ 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે.
આ અઠવાડિયે દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડશે. 20મી અને 21મી નવેમ્બરના રોજ મોટા ભાગે દક્ષિણ તટે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ મર્યાદિત રહેશે. બાદમાં, ફેલાવો વધશે અને કર્ણાટક અને કેરળને પણ વરસાદ આવરી લેશે.