You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પહોંચી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાતમાં આવી ગઈ છે જેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડ્યો છે.
આ સિસ્ટમ ઓડિશા પરથી આગળ વધી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્ર પર થઈને ગુજરાત પર પહોંચી છે.
બંગાળમાં બનેલી સિસ્ટમ આજે એટલે કે સોમવારના અગિયાર કલાકની આસપાસ ખંભાતના અખાત, દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈને સૌરાષ્ટ્ર તરફ જઈ રહી છે.
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, કચ્છમાં થઈને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ જાય એવી શક્યતા છે.
આ સિસ્ટમને કારણે ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બાકીના વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે છે.
આ સિસ્ટમથી ક્યાં, કેટલો વરસાદ પડી શકે છે? વિગતે જાણકારી માટે જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન