You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું - 'આ વિચારધારાની ચૂંટણી છે'
બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કૉંગેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર કહે છે કે, "મને પાર્ટીએ ટિકિટ આપી તેના એક મહિના પહેલાંથી જ અમે પ્રચાર ચાલુ કરી દીધો હતો."
"લોકોનું મને એટલું સમર્થન છે કે મારે હાજી સુધી ગાડીનું પેટ્રોલ પણ પુરાવાની જરૂર નથી પડી."
તેઓ કહે છે કે કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી કે તે આખું કેમ્પેઇન એકલા હાથે સાંભળે, જયારે સમગ્ર ગુજરાત કૉંગ્રેસનું મોવડી મંડળ અને શક્તિસિંહ ગોહિલના અડીખમ સહકારના કારણે આ પ્રચાર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
"આ ચૂંટણી બનાસકાંઠાના અસ્મિતાની ચૂંટણી છે. આ ચૂંટણી એક સમાજની બીજા સમાજ સામે નથી. આ ચૂંટણી એક વિચારધારાની ચૂંટણી છે."
તે કહે છે બનાસકાંઠાને એક વ્યક્તિ બાનમાં લીધું છે અને જે આ જિલ્લાના ન હોય તેને આ જિલ્લા સાથે લગાવ પણ ન હોય. તે એમ પણ કહે છે કે, બનાસ ડેરી પર ફક્ત એક વ્યક્તિનો કબ્જો છે.
આ વિડિઓમાં ગેનીબેન વધુમાં મહિલાઓના મુદ્દાઓ અને ભાજપ સામે કેવી રીતે લડશે તેના વિશે વાત કરે છે. વિગતવાર જાણો ગેનીબેન શું કહે આ ચૂંટણી વિશે, આ વિડિઓમાં.