બનાસકાંઠાનાં ગામોની એ સમસ્યા જેને કારણે ત્યાં કોઈ પરણવા માગતું નથી

બનાસકાંઠાનાં ગામોની એ સમસ્યા જેને કારણે ત્યાં કોઈ પરણવા માગતું નથી
પ્રકાશિત

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનાં મોટી મોરી-મરાડ ગામમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ નળની પાઇપલાઇન પહોંચી ગઈ છે, પણ ગામવાસીઓની ફરિયાદ છે કે આ નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.

પાણીની આવી જ તકલીફ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા ગામની પણ છે. અહીં પણ પાઇપલાઇન નાખવામાં આવી છે, નળ લાગી ગયા છે પણ ગામવાસીઓની ફરિયાદ છે કે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે.

ઉનાળામાં ગામમાં પાણી માટે ટૅન્કરો મંગાવવા પડે છે. ઘણીવાર ગામની મહિલાઓને પાણી ભરવા બે-ત્રણ કિલોમીટર દૂર સુધી જવું પડે છે. ઉનાળો નજીક છે તેથી ગામવાસીઓ ચિંતામાં છે.

તો બીજી તરફ સરકારનો દાવો છે કે ઉત્તર ગુજરાતના નર્મદાનાં પાણીના લાભથી વંચિત રહી ગયેલાં બનાસકાંઠા જિલ્લાનાં ગામોને નર્મદાના પાણીનો લાભ આપવાની યોજના માટે કરોડો રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

અનેક યોજનાઓ બાદ પણ એવું પ્રતીત થાય છે કે ગુજરાતના અનેક ગામડાંઓમાં પાણીની સમસ્યા હજુ વિકરાળ છે.

કેવી છે તેમની સમસ્યા? જુઓ બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ...