You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. તસવીરોમાં : અમેરિકામાં મતદારોનું સોશિયલ ડિસ્ટન્સિંગ

    વહેલી સવારથી અમેરિકામાં મતદારો ચૂંટણીકેંદ્રો પર મતદાન માટે ભેગા થવા લાગ્યા .

    શાળાઓ અને લાઇબ્રેરીઓમાં પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

  2. અમેરિકામાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 2,31,566 મૃત્યુ

    અમેરિકામાં કોરોના વાઇરસ મહામારીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનની કામગીરીની ટીકા થતી રહી છે.

    દુનિયામાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ અમેરિકામાં જ આવ્યા છે.

    અમેરિકામાં હાલ કોરોના વાઇરસના 9,293,310 કેસ છે અને મૃતાંક પણ અમેરિકમાં જ સૌથી વધારે છે.

    જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાઇરસને કારણે 2,31,566 મૃત્યુ થઈ ચૂક્યાં છે.

    કોરોના મહામારીને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં ‘ચીની વાઇરસ’ કહેતા હતા અને કોરોના વાઇરસને લઈને તેમનાં નિવેદનો વિવાદનો વિષય બન્યાં હતાં.

    તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડન ચૂંટણીઅભિયાનમાં કોરોના સામેની ટ્રમ્પની કામગીરીની આકરી ટીકા કરતા રહ્યા છે.

    ચૂંટણીમાં કોરોના વાઇરસ પણ એક મોટો મુદ્દો છે અને મહામારીને જોતાં લોકોએ પ્રથમ વખત મોટી સંખ્યામાં ત્રીજી નવેમ્બર પહેલાં જ મતદાન કર્યું છે.

    આ વખતે આશરે દસ કરોડ લોકો પહેલાં જ મતદાન કરી ચૂક્યા છે.

    મતદાન દરમિયાન કોરોના વાઇરસ ફેલાવવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

  3. અમેરિકા વિશ્વનું 'સુપર પાવર' કેવી રીતે બન્યું?

  4. લેડી ગાગાએ જો બાઇડનના સમર્થનમાં વોટ માગ્યા

    જાણીતાં પૉપ સ્ટાર લેડી ગાગાએ ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડનના પક્ષમાં વોટ માગ્યા હતા.

    લેડી ગાગા અમેરિકાના જાણીતાં સિંગર અને અભિનેત્રી છે. તેમણે બીજી નવેમ્બરે જો બાઇડનના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમના માટે મત માગ્યા.

    તેમણે ડોનાલ્ડ ટ્ર્મ્પ પર મહિલાઓની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો લોકો પોતાના પરિવારની મહિલાઓને સુરક્ષિત જોવા માગતા હોય તો જો ટ્રમ્પને વોટ ન આપે.

    34 વર્ષનાં લેડી ગાગા સંગીતજગતમાં પ્રતિષ્ઠિત ગ્રૅમી ઍવૉર્ડ્સ મેળવી ચૂક્યાં છે.

    આની પહેલાં ટ્રમ્પના કમ્યુનિકેશન ડાયરેક્ટરે લેડી ગાગા પર નિશાન સાધ્યું હતું. તેમણે લેડી ગાગાને 'ફ્રૅકિંગ'નો વિરોધ કરનાર કાર્યકર કહ્યાં હતાં.

    પ્રાકૃતિક ગૅસ અને ઑઇલ માટે ડ્રિલિંગની પ્રક્રિયાના 'ફ્રૅકિંગ' કહેવાય છે.

    ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં પેન્સિલવેનિયામાં 'ફ્રૅકિંગ' એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બન્યો હતો.

    જોકે જો બાઇડનની ચૂંટણી પ્રચાર ટીમે કહ્યું હતું કે 'ફ્રૅકિંગ' પર પ્રતિબંધ મૂકવાની તેમની કોઈ યોજના નથી પરંતુ સરકારી જમીન પર 'ફ્રૅકિંગ' માટે પટ્ટે આપવાનું બંધ કરવા અંગે તેઓ વિચારી શકે છે.

    લેડી ગાગાએ જવાબમાં ટ્વીટ કરીને લખ્યું કે 'તમારા દિલમાં ભાડું આપ્યા વગર રહેવાની ખુશી છે.' પરંતુ તેમણેે પ્રશ્ન કર્યો કે 'ફ્રૅકિંગ શું છે?'

  5. નવી સવારનુું સ્વાગત કરતું વ્હાઇટ હાઉસ

    અમેરિકામાં સત્તાનું સર્વોચ્ચ કેંદ્ર વ્હાઇટ હાઉસ માટે ત્રીજી નવેમ્બરની સવાર ખાસ છે.

    વ્હાઇટ હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિનું માત્ર કાર્યાલય નથી પરંતુ નિવાસસ્થાન પણ છે.

    અમેરિકા જ નહીં પરંતુ દુનિયાને પ્રભાવિત કરનારા કેટલાય નિર્ણયો અહીંથી જ લેવાય છે.

    ત્રીજી નવેમ્બરનો દિવસ વ્હાઇટ હાઉસ અને અમેરિકાના લોકો માટે મહત્ત્વનો છે કારણકે એ દિવસે નક્કી થશે કે ટ્રમ્પની વ્હાઇટ હાઉસથી વિદાઈ થશે કે પછી તેમને હજી ચાર વર્ષ અહીં રહેવાની તક મળશે.

    અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, જોકે પહેલાં જ 10 કરોડ જેટલા લોકો મતદાન કરી ચૂક્યા છે.

  6. પુત્રી ઇવાન્કાએ પિતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે વોટની અપીલ કરી

    ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇવાન્કા ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોતાના પિતા માટે વોટ કરવાની અપીલ કરી છે.

    ઇવાન્કા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર હતાં, તેમનાં પતિ જૅરેડ કુશ્નર પણ ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર હતા.

    જૅરેડ કુશ્નર યહૂદી વ્યવસાયી પરિવારના છે.

    ટ્રમ્પના કાર્યકાળમાં ઇઝરાયલમાં યુએસનું દૂતાવાસ તેલ અવીવથી ખસેડીને જેરુસલેમ લાવવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  7. અમેરિકાની ચૂંટણી વચ્ચે પનીર ટિક્કાની ચર્ચા કેમ થઈ રહી છે?

  8. ટ્રમ્પના એક ટ્વીટને ગેરમાર્ગે દોરનાર ગણાવાયું, અમેરિકાની ચૂંટણીમાં ફેક ન્યૂઝનું જોર?

    અમેરિકાની ચૂંટણીમાં ફેક ન્યૂઝની ચર્ચા પણ થઈ રહી છે.

    ત્યારે ટ્વિટરે ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટને ગેરમાર્ગે દોરનાર ગણ્યું છે.

    ટ્રમ્પના આ ટ્વીટને રિટ્વીટ કરવાનો વિકલ્પ હઠાવી દેવામાં આવ્યો છે.

  9. ડોનાલ્ડ ટ્રમ્પઃ હોટલ ડેવલપરથી અમેરિકાના પ્રમુખપદ સુધીની સફર

  10. લોકપ્રિય ઉમેદવાર રાષ્ટ્રપ્રમુખ ન પણ બને

    અમેરિકામાં જે ઉમેદવાર પૉપ્યુલર હોય તે જ વિજેતા બને?

    તેનો જવાબ હા અને નામાં છે. જે ઉમેદવાર પૉપ્યુલર વોટમાં આગળ હોય તે રાષ્ટ્રપ્રમુખ ન બને એવું પણ બને. 2016ની ચૂંટણી દરમિયાન હિલેરી ક્લિન્ટનને 30 લાખ મતની લીડ મળી હતી, પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા.

    અમેરિકામાં પ્રમુખ બનવા માટે પૉપ્યુલર વોટની નહીં, પરંતુ ઇલેક્ટ્રૉલ વોટની જરૂર હોય છે. એટલે જ ઉમેદવાર તેની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.

    દરેક રાજ્યમાં જનસંખ્યાના આધારે કૉલેજ નક્કી થાય છે. યુ.એસ.માં કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે, જેમાંથી 270 કે તેથી વધુ મત મેળવનારની જીત થાય છે.

    બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ચૂંટવા માટે વોટરે રાષ્ટ્રીય સ્તરે નહીં, પણ રાજ્ય કક્ષાએ થતાં મુકાબલામાં પોતાનો મત આપવાનો હોય છે.

    ઑહાયો તથા મિસ્સૌરી રાજ્યોને રાષ્ટ્રીય હવાનું વલણ પારખતાં રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે વિજેતા બને છે, તેમના પક્ષમાંથી જ રાષ્ટ્રપ્રમુખ બનતા હોય છે.

  11. રાષ્ટ્રપતિ ટ્રમ્પ બનશે કે બાઇડન એ કઈ રીતે ખબર પડશે?

  12. એશિયન અમેરિકન રિપબ્લિકન ગ્રૂપ જો બાઇડનનાં સમર્થનમાં

    એશિયન અમેરિકન રિપબ્લિકન ગ્રૂપે જો બાઇડનનું સમર્થન કર્યું છે અને પોતાના હજારો સભ્યોને ડેમૉક્રેટ ઉમેદવારને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

    2016માં નેશનલ કમિટી ઑફ એશિયન અમેરિકન રિપબ્લિકન્સે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. પરંતુ આ વર્ષે તેઓ ટ્રમ્પને ટેકો નથી આપી રહ્યા.

    સમૂહના નિવેદનમાં કહેવાયું છે, “2016માં તમે ટ્રમ્પને મત આપ્યા, મોટા ભાગના કન્ઝર્વેટિવ લોકોએ ટ્રમ્પને જ મત આપ્યા હતા, અમે ઇચ્છતા હતા કે કોઈ બહારની વ્યક્તિ આવીને સિસ્ટમમાં ફેરફાર કરે. પરંતુ તેઓ બધું નષ્ટ કરી રહ્યા છે."

    "બાઇડનની નીતિઓ સાથે અસહમત થવું યોગ્ય છે. પરંતુ પ્રશ્ન એ છે કે અમેરિકા 'હવે ખરેખર અમેરિકા રહ્યું છે ખરું?'.અમેરિકાના પરિવારો, સમુદાયો, આ મહાન દેશ અને દુનિયાના ભવિષ્યનો પ્રશ્ન છે."

  13. જો બાઇડન ચૂંટણી જીતે તો?

    ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનને 'ઇલેક્શન પોલ્સ'માં આગળ બતાવવામાં આવી રહ્યા છે.

    તેમણે મતદાન શરૂ થાય તે પહેલાં ટ્વીટ કરીને કહ્યું, 'લૅટ્સ બ્રિંગ ધીસ હોમ' એટલે 'જીત આપણી ઘરે આવે'.

    જો બાઇડન ચૂંટણી જીતે તો આ વાતો ખાસ હશે.

    રિપબ્લિન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 74 વર્ષના છે અને જો બાઇડન 78 વર્ષનના છે. બાઇડન વિજેતા બને તો તેઓ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ બનનાર વ્યક્તિ હશે.

    અગાઉ તેઓ બરાક ઓબામાના વહીવટી તંત્રમાં આઠ વર્ષ માટે ઉપરાષ્ટ્રપ્રમુખપદ પર રહ્યા હતા.

    બાઇડન વિજેતા બનશે તો પણ તેમણે તત્કાલ પદભાર સંભાળવાનો નહીં હોય. વિજેતાને પ્રધાનમંડળ પસંદ કરવા માટે તથા યોજનાઓ ઘડવા માટે સમય મળે છે અને આવતા વર્ષે 20મી જાન્યુઆરીએ વૉશિંગ્ટન ડીસીમાં કૅપિટલ બિલ્ડિંગ ખાતે પગથિયાં ઉપર શપથવિધિ યોજાશે અને ચાર વર્ષ માટે પદભાર સંભાળશે.

    જો ટ્રમ્પ વિજેતા બનશે તો આ તેમની છેલ્લી ટર્મ હશે. કારણ કે અમેરિકાના કાયદા મુજબ કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ માટે વિજેતા બની શકે છે.

  14. ટ્રમ્પે વીડિયો પોસ્ટ કરી લોકોને મતદાન માટે અપીલ કરી

    અમેરિકામાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે

    ન્યૂ હૅમ્પશાયર શહેરમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનને પ્રથમ વિજય મળ્યા હોવાના અહેવાલ છે.

    મતદાન શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો એક રસપ્રદ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને નાગરિકોને મતદાન માટે અપીલ કરી.

  15. અલગઅલગ સમયાનુસાર મતદાન

    અમેરિકાનાં 50 રાજ્યોમાં મતદાનકેન્દ્રો નવ અલગઅલગ ટાઇમઝોન અનુસાર અલગઅલગ સમયે ખૂલશે. ન્યૂ હૅમ્પશાયર સહિતનાં કેટલાંક રાજ્યોમાં મતદાન વહેલું થયું. સૌથી પહેલાં મતદાનનો પ્રારંભ પૂર્વનાં રાજ્યોમાં થાય છે.

    વર્મોટમાં શરૂ થયેલા મતદાન અંગે આપને અમે આગળ જણાવી જ ચૂક્યા છીએ. વર્મોટમાં બર્ફીલી ઠંડી વચ્ચે મતદારોએ 05:00 ઈએસટી (ભારતીય સમયાનુસાર બપોરે 3:30 વાગ્યે)એ મતદાન શરૂ થયું. તો હવાઈમાં મતદાનની પ્રકિયા 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ચમકતા સૂરજ સાથે 12:00 ઈએસટી (ભારતીય સમયાનુસાર રાથે 10:30વાગ્યે)થી શરૂ શરૂ થશે. કૉલોરાડો, મૉન્ટાના, ન્યૂ મૅક્સિકોમાં મતદાનની પ્રક્રિયા 9:00ઈએસટી(ભારતીય સમયાનુસાર રાતે 7:30 વાગ્યે) અને કૅલિફૉર્નિયા, નેવાદામાં 10:00ઈએસટી (ભારતીય સમયાનુસાર રાતે 8:30 વાગ્યે) શરૂ થશે.

  16. વર્મૉટમાં મતદાનનો પ્રારંભ

    પૂર્વ અમેરિકાના રાજ્ય વર્મોટમાં ભારતીય સમયાનુસાર સાડા ત્રણ વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે.

    આ રાજ્ય ડેમૉક્રેટિક પક્ષનો ગઢ ગણાય છે અને છેક 1992થી આ રાજ્ય ડેમૉક્રેટિક ઉમેદવારને જ ચૂંટે છે.

    વર્મોટ એ 13 રાજ્યોમાંથી છે, જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણીની સાથોસાથ રાજ્યના ગવર્નરની પણ ચૂંટણી યોજાઈ રહી છે. અહીં હાલમાં તો રિપબ્લિકન પક્ષના ફિલ સ્કૉર્ટ ગવર્નર છે અને કોરોના મહામારી દરમિયાન પણ તેમની લોકપ્રિયતા 75 ટકા રહી છે.

  17. ‘અર્લી રાઇઝિંગ ડૉગ ઍટ પૉલિંગ સ્ટેશન’

    અમેરિકામાં ચૂંટણીનો દિવસ શરૂ જ થયો છે અને આ પ્રકારની તસવીરો સામે આવવા લાગી છે. ન્યૂ હૅમ્પશાયર ટાઉનના તમામે તમામ પાંચ મત જૉ બાઇડનને મળી ગયા છે. આ ટાઉનનું પરિણામ હંમેશાં વહેલું આવતું હોય છે. જોકે, અહીં આ શ્વાન આકર્ષનનું કેન્દ્ર બન્યો.

    નોંધનીય છે કે બ્રિટિશ ચૂંટણી વખતે પણ મતદારો આ રીતે પોતાનાં પાળતુ પ્રાણીઓની તસવીરો પોસ્ટ કરતા હોય છે.

  18. અમેરિકામાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જાણો...

  19. રિપબ્લિકન પક્ષના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર માઇક પેન્સ કોણ છે?

  20. જો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તો ચીન સાથેનો તણાવ કૉલ્ડ વોરમાં પરિણમશે?