ટ્રમ્પની જીતનો દાવો કરનારાઓને ફેસબુકની ચેતવણી
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણીમાં વિજયના બિનઅધિકૃત દાવા પર ફેસબુકે પ્રતિક્રિયા આપી છે.
એનબીસી ન્યૂઝ ચૅનલ પર વાત કરતાં ફેસબુકના પ્રવક્તાએ કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમય પહેલાં જીતનો દાવો કર્યો, તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ટૉપ-ઑફ-ફીડ નોટિફિકેશન ચલાવવાનું શરૂ કર્યું જેથી લોકોને ખબર પડે કે હજી મતગણતરી ચાલી રહી છે અને વિજેતાનું નામ નક્કી થયું નથી.”
પેનસિલવેનિયા, મિશિગન અને વિસ્કૉન્સિમાં હજી લાખો મતોની ગણતરી બાકી છે, જે ચૂંટણીપરિણામ નક્કી કરશે.
અમેરિકામાં ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે આ રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થતા દિવસો લાગી જશે.
આની પહેલાં, ટ્વિટરે પણ ચૂંટણીપરિણામ અંગે ગેરમાર્ગે દોરનાર માહિતીનો પ્રસાર રોકવા માટે પગલાં લીધાં હતાં.
ટ્રમ્પના એક ટ્વીટ પર વૉર્નિંગ મૂકવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું ,“તેઓ ચોરીથી ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”