You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, રાષ્ટ્રજોગ સંબોધન કરશે ડોનાલ્ડ ટ્રમ્પ

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણીઅભિયાન સંભાળી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકામાંના બીબીસીના સહયોગી સીબીએસ નેટવર્કને જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાત્રે 'પોતાની મજબૂતી' અને 'દૃષ્ટિકોણ' દેખાડવા માગે છે.

    તેમણે કહ્યું કે "હા, રાષ્ટ્રપતિ આજે રાત્રે બોલશે. જોકે આ જીતની ઘોષણા માટે નથી, તેઓ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા માગે છે."

    અધિકારીના જણાવ્યા પ્રમાણે વાઇટ હાઉસ ઇસ્ટ રૂમથી ટ્રમ્પ પોતાની વાત મૂકશે.

  2. બ્રેકિંગ, 31 રાજ્યોનાં પરિણામોમાં બાઇડન આગળ

  3. નવા રાષ્ટ્રપતિ કાર્યભાર ક્યારથી સંભાળશે?

    ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન? આગામી ચાર વર્ષ માટે રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાન 'વ્હાઇટ હાઉસ'માં કોણ રહેશે તેનો ફેંસલો થઈ રહ્યો છે.

    ત્યારે નવા રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે? ક્યારે જાહેર થશે? નવા રાષ્ટ્રપ્રમુખ ક્યારે પદભાર સંભાળશે, જેવા અનેક સવાલ આપના મનમાં હશે.

    તે સવાલોના જવાબ મેળવવા જુઓ આ વીડિયો અહેવાલ

  4. બ્રેકિંગ, બાઇડન અને ટ્રમ્પ વચ્ચેની ઘટતી સરસાઈ

    50માંથી 27 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે. અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે જો બાઇડન આગળ છે.

    આમ છતાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સરસાઈ ઘટતી જોવા મળી રહી છે.

  5. બ્રેકિંગ, 19 રાજ્યોનાં પરિણામ બાદ પણ બાઇડનનાં આગેકદમ

    50માંથી 19 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને અત્યાર સુધીનાં વલણો પ્રમાણે ડેમૉક્રેટ્સના ઉમેદવાર જો બાઇડન રાષ્ટ્રપતિપદ માટેની રેસમાં રિપબ્લિકનના ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ છે.

  6. ચૂંટણી પહેલાં ભેદી કૉલ, FBIએ તપાસ આદરી

    લાખો લોકોને મતદાનને દિવસે એક ઑટોમેટિક કૉલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું તે, "સુરક્ષિત રહો અને ઘરે રહો."

    આ કૉલ મામલે અમેરિકાની તપાસએજન્સી એફબીઆઈ દ્વારા તપાસ કરાઈ રહી છે.

  7. આલબામામાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતની નજીક

    દક્ષિણમાં આવેલા રાજ્ય આલબામામાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી જીતની નજીક દેખાઈ રહી છે.

    જોકે આ રાજ્ય લાંબા અરસાથી રિપબ્લિકન પાર્ટીનો ગઢ રહ્યો છે, એટલે આ રાજ્યનાં પરિણામોના આધારે વ્હાઇટ હાઉસની ગાદીનાં તારણો કાઢવા મુશ્કેલ છે.

    ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની પાર્ટી રાષ્ટ્રપતિપદની છેલ્લી 12માંથી 11 ચૂંટણીમાં અહીં જીતી છે.

  8. 18 રાજ્યોનાં પરિણામો બાદ શું છે સ્થિતિ?

    50માંથી 18 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને રિપબ્લિકનના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડેમૉક્રેટ્સના જો બાઇડનની આગે કૂચ બરકરાર છે.

  9. બ્રેકિંગ, 14 રાજ્યોનાં પરિણામો : ફરીથી જો બાઇડન આગળ

    10 રાજ્યોનાં પરિણામો સુધી આગળ ચાલી રહેલા ડો બાઇડન 11મા રાજ્યના પરિણામ બાદ ટ્રમ્પથી પાછળ રહી ગયા હતા.

    જોકે હવે 50માંથી 14 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને હવે ફરી એક વખત જો બાઇડન ટ્રમ્પને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે.

  10. ન્યૂ યૉર્કમાં બાઇડનની જીત તરફ આગેકૂચ

    ડેમૉક્રેટ્સના ઉમેદવાર જો બાઇડન ન્યૂ યૉર્કમાં જીત તરફ આગેકૂચ કરી રહ્યા છે.

    ટ્રમ્પનું ગૃહરાજ્ય ત્રણ દાયકાથી ડેમૉક્રેટ્સનો ગઢ મનાય છે.

    અહીં 2016ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હિલેરી ક્લિન્ટન સામે હાર્યા હતા.

  11. બ્રેકિંગ, 11 રાજ્યોનાં પરિણામો બાદ ટ્રમ્પે બાઇડનને પાછળ છોડ્યા

    50માંથી 11 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે. 10 રાજ્યોનાં પરિણામો સુધી રાષ્ટ્રપતિપદની રેસમાં આગળ ચાલી રહેલા બાઇડન હવે ટ્રમ્પથી પાછળ થઈ ગયા છે.

  12. ટ્રમ્પના સલાહકારે કહ્યું, 'ફ્લોરિડામાં બાઇડન જીત્યા તો ખેલ ખતમ'

    ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારે સીબીએસ સાથે વાત કરતાં કહ્યું છે કે ટ્રમ્પ ફરીથી ચૂંટાશે કે કેમ એ બાબતો તેઓ ચિંતિત છે.

    તેઓ આ ચૂંટણીને 'છ રાજ્યોની ચૂંટણી' કહી રહ્યા છે અને માને છે કે એ છ રાજ્યોમાં ટ્રમ્પ માટે સારી સ્થિતિ છે.

    જોકે તેઓ કહે છે કે ડેમૉક્રેટિક ભાગોનાં શરૂઆતી વલણ ચિંતા જન્માવનારાં છે.

    સલાહકાર કહે છે, "જો ફ્લોરિડા બાઇડનના પક્ષે ગયું તો ખેલ ખમત થઈ જશે. જો ફ્લોરિડા ટ્રમ્પને પક્ષે ગયું તો ખેલ ચાલુ રહેશે."

    ફ્લોરિડાના 93 ટકા મતોની ગણતરી બાદ 51 ટકા મત ટ્રમ્પની તરફેણમાં છે અને 49 ટકા બાઇડનની તરફેણમાં.

  13. અમેરિકાની ચૂંટણી 2020 : ફેસબુક, ટ્વિટર પક્ષપાતી વલણ અપનાવે છે?

  14. બ્રેકિંગ, દસ રાજ્યોનાં પરિણામો બાદ રસાકસીભરી સ્થિતિ

    દસ રાજ્યોનાં પરિણામો બાદ રાષ્ટ્રપતિપદ માટેની રેસમાં હજી ડેમૉક્રેટ જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ છે. જોકે બંને વચ્ચેની સરસાઈ ઘટતી જોવા મળી છે.

  15. ડોનાલ્ડ ટ્રમ્પના જીવનમાંથી US રાષ્ટ્રપતિનો અધ્યાય કાઢી નાખીએ તો?

    અમેરિકાના બિલિયોનેર ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું 2016માં રાષ્ટ્રપતિ બનવું ઘણાને રૂચ્યું નહોતું, તેમણે હરિફને સારા વોટ માર્જીનથી હરાવ્યા હતા.

    રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર થયા અને ચૂંટાયા ત્યાં સુધી તેમની વિચારધારા, તેમનાં વલણ અને સ્ટાઇલ માટે સતત તેમની ટીકા થતી રહી.

    રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પને દુનિયાની લગભગ દરેક વ્યક્તિ ઓળખતી હશે, પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પહેલાંના ટ્રમ્પ કોણ હતા? શું કરતા હતા? તેમના પરિવારમાં કોણ છે?

    ડોનાલ્ડ ટ્રમ્પના જીવનની આવી જ કેટલીક અજાણી વાતો, જાણો આ વીડિયોમાં...

  16. બ્રેકિંગ, 50માંથી આઠ રાજ્યોનાં પરિણામો બાદ બાઇડન આગળ

    50માંથી આઠ રાજ્યોનાં પરિણામ આવ્યાં છે અને હાલની સ્થિતિ પ્રમાણે રાષ્ટ્રપતિપદના ડેમૉક્રેટ્સના ઉમેદવાર જો બાઇડન રિપબ્લિકનના ઉમેદવાર કરતાં આગળ છે.

  17. ફ્લોરિડાનાં શરૂઆતી પરિણામોમાં કોણ મજબૂત?

    બીબીસીના ઉત્તર અમેરિકાના રિપોર્ટર ઍંથની ઝુર્ચર જણાવે છે કે ફ્લોરિડાના કેટલાંક શરૂઆતી પરિણામો આવી રહ્યાં છે. આ પરિણામોમાં મિશ્ર પ્રતિભાવ દેખાય છે.

    પિનેલાસ જેવી જગ્યાઓએ હિલેરી ક્લિન્ટનને 2016માં મળેળા મતો કરતાં પણ બાઇડન આગળ છે.

    આ જગ્યાએ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર એક ટકા મતની સરસાઈથી જીત્યા હતા.

    અહીં હાલની સ્થિતિ પ્રમાણે બાઇડન પાસે 52થી 46 ટકા જેટલી લીડ છે. અહીં બાઇડનને 2,48,620 મત મળ્યા છે, જ્યાં ટ્રમ્પને 2016માં 2,39,201 મત મળ્યા હતા.

    બીજી તરફ મિઆમી-ડેડમાં ટ્રમ્પ 2016નો તેમનો જ રેકૉર્ડ તોડી રહ્યા છે.

  18. બ્રેકિંગ, ઇંડિયાનામાં ટ્રમ્પની જીત?

    ઇંડિયાનામાં ટ્રમ્પની જીત ઇંડિયાનામાં રાષ્ટ્રપતિ જોનાલ્ડ ટ્રમ્પની જીતની વાત થઈ રહી છે. આ રાજ્ય ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનું ગૃહરાજ્ય છે અને અહીં સામાન્ય રીતે રિપબ્લિકન પાર્ટીની જીત થાય છે. જોકે 2008માં બરાક ઓબામાએ નજીકની જીત નોંધાવી હતી. ઇંડિયાનામાં 11 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે.

  19. અમેરિકામાં ગુજરાતીઓએ કયા મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન કર્યું?

  20. 4 નવેમ્બર 2020

    નમસ્કાર, અમેરિકાની ચૂંટણી પર બીબીસી ગુજરાતીના લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને અમેરિકાની ચૂંટણી સંબંધિત તમામ અપડેટ મળશે.