બિપરજોય વાવાઝોડું : ભુજ પાસે આખો પુલ ધોવાયો, વાવાઝોડું નબળું થયું પણ હજી ભારે વરસાદનું જોખમ

બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું એ બાદ શું થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી નુકસાની થઈ?

લાઇવ કવરેજ

  1. બિપરજોય વાવાઝોડું: 50 વર્ષ પહેલાં ત્રાટકેલું એ વાવાઝોડું, જેણે 'લાખો લોકો'નો ભોગ લીધો

  2. વાવાઝોડા પહેલાં પાકિસ્તાનના કરાચીમાં કેવી છે પરિસ્થિતિ?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના પ્રમાણે તે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ત્રાટકી શકે છે.

    આ વાવાઝોડા પહેલાં કરાચીના દરિયાકાંઠે કેવી છે પરિસ્થિતિ?

  3. આજે ગુજરાતના કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, જેની અસર ગુજરાતના કેટલાક જિલ્લામાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

    ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, તો મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની પણ શક્યતા છે.

    દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

    આજે ગુજરાતના કયા જિલ્લામાં પડશે જોરદાર વરસાદ?

    ઇમેજ સ્રોત, IMD/ANI

    ઇમેજ કૅપ્શન, આજે ગુજરાતના કયા જિલ્લામાં પડશે જોરદાર વરસાદ?

    આજે કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

    દેવભૂમિ દ્વારકામાં વરસાદ અંગે રેડ ઍલર્ટ છે, જ્યારે મોરબી, કચ્છ, જામનગર અને પોરબંદરમાં ઑરેજન્જ ઍલર્ટ છે.

    તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યૅલૉ ઍલર્ટ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બુધવારે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

    કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ અંગે રેડ ઍલર્ટની જાહેરાત કરી દેવાઈ છે.

    એના કારણે આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે.

    સાથે જ મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઑરેન્જ ઍલર્ટ આપી દેવામાં આવી છે. એટલે આ જિલ્લામાં કેટલીક જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

    આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પણ યૅલૉ ઍલર્ટની જાહેરાત કરી દેવાઈ છે.

  4. વાવાઝોડાથી ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધારે ખતરો?

    વીડિયો કૅપ્શન, Biparjoy Cyclone થી ગુજરાતમાં સૌથી વધુ કયા જિલ્લાને ખતરો?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં હવે જોવા મળી રહી છે. ગુરુવારે આ વાવાઝોડું કચ્છના માંડવી અને જખૌ વચ્ચે ત્રાટકે એવી શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના પગલે કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

    આ સાથે જ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

    જોકે આ વાવાઝોડાના કારણે ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધારે નુકસાન થવાની શક્યતા છે. જુઓ આ વીડિયોમાં

  5. આજે ગુજરાતના કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, જેની અસર ગુજરાતના કેટલાક જિલ્લામાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

    ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, તો મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની પણ શક્યતા છે.

    દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

    આજે ગુજરાતના કયા જિલ્લામાં પડશે જોરદાર વરસાદ?

    ઇમેજ સ્રોત, IMD/ANI

    ઇમેજ કૅપ્શન, આજે ગુજરાતના કયા જિલ્લામાં પડશે જોરદાર વરસાદ?

    આજે કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

    દેવભૂમિ દ્વારકામાં વરસાદ અંગે રેડ ઍલર્ટ છે, જ્યારે મોરબી, કચ્છ, જામનગર અને પોરબંદરમાં ઑરેજન્જ ઍલર્ટ છે.

    તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યૅલૉ ઍલર્ટ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બુધવારે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

    કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ અંગે રેડ ઍલર્ટની જાહેરાત કરી દેવાઈ છે.

    એના કારણે આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે.

    સાથે જ મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઑરેન્જ ઍલર્ટ આપી દેવામાં આવી છે. એટલે આ જિલ્લામાં કેટલીક જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

    આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પણ યૅલૉ ઍલર્ટની જાહેરાત કરી દેવાઈ છે.

  6. વાવાઝોડાના લીધે ગુજરાતના આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ

    અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, છેલ્લા છ કલાકથી વાવાઝોડું ત્રણ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને જખૌ બંદર વચ્ચે ત્રાટકે એવી શક્યતા છે.

    બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર છે, જ્યારે નલિયાથી 300 કિલોમિટર દૂર અને પોરબંદરથી 350 કિલોમિટર દૂર છે.

    ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી

    અતિભારે વરસાદની શક્યતા

    હવામાનવિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું ત્રાટકે એ પહેલાંથી જ તેની અસર વર્તાવાની શરૂ થઈ જશે. આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે.

    હવામાનવિભાગનું કહેવું છે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં બુધવારથી જ વરસાદ શરૂ થઈ જશે.

    વાવાઝોડાના કારણે વરસાદની સાથે-સાથે જોરદાર પવન ફૂંકાય એવી પણ શક્યતા છે.

    હવામાન વિભાગના અંદાજ પ્રમાણે ગુરુવારે અરબી સમુદ્ર પરથી 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

    જોકે શુક્રવાર સુધીમાં પવનની ગતિ ધીમે-ધીમે ઘટી જાય એવી શક્યતા છે.

    કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં જોરદાર પવન ફૂંકાય એવી શક્યતા છે, આ અંગે સ્થાનિક તંત્રને પણ ઍલર્ટ કરી દેવાયું છે.

  7. અરબી સમુદ્રમાં ક્યાં પહોંચ્યું બિપરજોય વાવાઝોડું?

    દ્વારકાના દરિયામાં બિપરજોય વાવાઝોડાની અસર

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, દ્વારકાના દરિયામાં બિપરજોય વાવાઝોડાની અસર

    અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, છેલ્લા છ કલાકથી વાવાઝોડું ત્રણ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    આ વાવાઝોડું ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને જખૌ બંદર વચ્ચે ત્રાટકે એવી શક્યતા છે.

    બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર છે, જ્યારે નલિયાથી 300 કિલોમિટર દૂર અને પોરબંદરથી 350 કિલોમિટર દૂર છે.

  8. વાવાઝોડું ગુજરાત પર ગુરુવારે કયા સમયે ત્રાટકશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    અરબી સમુદ્રમાં આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તે માંડવી અને કરાચીની વચ્ચે ગુરુવારે ત્રાટકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

    બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર હતું, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર હતું અને નલિયાથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં 300 કિલોમિટર દૂર હતું. જ્યારે વાવાઝોડું અરબી સમુદ્રમાં પોરબંદરથી 350 કિલોમિટર દૂર હતું.

    તો આ વાવાઝોડું ગુજરાતમાં બરાબર કઈ જગ્યાએ ત્રાટકશે અને કેટલા વાગ્યે ત્રાટકશે? જુઓ આ વીડિયોમાં.

  9. ગુજરાત પાસે સર્જાતાં વાવાઝોડાં ‘ખતરનાક’ કેમ બની રહ્યાં છે?

    અરબી સમુદ્રમાં વાવાઝોડાં ખતરનાક કેમ બને છે?

    ઇમેજ સ્રોત, IMD

    ઇમેજ કૅપ્શન, અરબી સમુદ્રમાં વાવાઝોડાં ખતરનાક કેમ બને છે?

    અરબી સમુદ્રમાં લગભગ એક સપ્તાહથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું બિપરજોય આટલા લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું છે?

    વાવાઝોડાની શક્તિ અને અવધિ શા માટે વધી રહી છે? વાવાઝોડું સર્જાવાથી માંડીને તેના દરિયા કાંઠે ત્રાટકવા સુધીનો લાંબોલચક ગાળો ઘણા માટે કુતૂહલનો વિષય હોય એ વાત વાજબી છે.

    છઠ્ઠી જૂને સર્જાયેલું વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

    આ વાવાઝોડાની તાકત દસ દિવસ સુધી યથાવત્ રહેશે એવું લાગે છે, પરંતુ આટલો લાંબો સમય ચાલ્યું હોય તેવું 2023નું આ પહેલું વાવાઝોડું નથી.

  10. બ્રેકિંગ, ગુજરાતના આ ત્રણ જિલ્લામાં 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

    ગુજરાતના ત્રણ જિલ્લામાં ગુરુવારે રેડ ઍલર્ટ

    ઇમેજ સ્રોત, IMD/ANI

    ઇમેજ કૅપ્શન, ગુજરાતના ત્રણ જિલ્લામાં ગુરુવારે રેડ ઍલર્ટ

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ગુરુવારે તે ગુજરાતના માંડવી પાસે ટકરાય એવી શક્યતા સેવાઈ રહી છે.

    ગુરુવારે ગુજરાતના કયા જિલ્લામાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એ અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. આ માટે હવામાન વિભાગે નકશો પણ જાહેર કર્યો છે.

    ગુરુવાર માટે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે રેડ ઍલર્ટની જાહેરાત કરી છે. એટલે કે આ ત્રણ જિલ્લામાં 125થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. સાથે જ મોરબી જિલ્લામાં ગુરુવારે 100થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

    આ સિવાય રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરાઈ છે, અહીં 80-100 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

  11. વાવાઝોડાના પગલે આ ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.

    'લૅન્ડફોલ' વખતે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

    હવામાન વિભાગે વાવાઝોડાને જોતાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

    પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.

  12. બ્રેકિંગ, અરબી સમુદ્રમાં ગુજરાતથી કેટલું દૂર છે વાવાઝોડું?

    બુધવાર સવાર સુધીની સ્થિતિના આધારે હવામાન વિભાગે માહિતી આપી છે કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાતથી કેટલું દૂર છે.

    વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર હતું, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર હતું અને નલિયાથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં 300 કિલોમિટર દૂર હતું. જ્યારે વાવાઝોડું અરબી સમુદ્રમાં પોરબંદરથી 350 કિલોમિટર દૂર હતું.

    આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ત્રાટકે એવી શક્યતા છે.

  13. બિપરજોય વાવાઝોડા પહેલાં કઈ રીતે લોકોને ખસેડાયા?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તે ગુરુવારે ટકરાઈ શકે છે.

    બિપરજોય વાવાઝોડું ખૂબ જ શક્તિશાળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને તેના કારણે ભારે પવન ફૂંકાય એવી શક્યતા છે. જેને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    પોલીસની આવી કામગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં બે મહિલા પોલીસકર્મી એક વૃદ્ધાને ઊંચકીને લઈ જતાં દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

  14. વાવાઝોડા વખતે બંદરો પર લગાવાતાં સિગ્નલનો અર્થ શું છે?

    બંદર પર લગાવાતાં સિગ્નલ
    બંદર પર લગાવાતાં સિગ્નલ
    બંદર પર લગાવાતાં સિગ્નલ
    બંદર પર લગાવાતાં સિગ્નલ

    વાવાઝોડાની આગાહીના ભાગરૂપે બંદરો પર સિગ્નલ લગાવવામાં આવે છે. 1થી 11 નંબરનાં અપાતાં સિગ્નલનો શું અર્થ થાય છે અને તેને કઈ રીતે સમજવા?

  15. તાપીમાં નદી પરનો પુલ તૂટ્યો, 15 ગામોને અસર

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરો વચ્ચે તાપી જિલ્લાના વ્યારામાં મિંધોલા નદી પરનો પુલ તૂટી ગયો હતો.

    આ પુલ માયપુર અને દેગામા ગામ વચ્ચે બનેલો હતો, જેના તૂટવાથી અંદાજે 15 ગામો પ્રભાવિત થયાં છે.

    આ મામલે કાર્યપાલક ઇજનેર નીરવ રાઠોડે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "પુલનું નિર્માણકાર્યમાં 2021માં શરૂ થઈ ગયું હતું, જેનો ખર્ચ બે કરોડ રૂપિયા હતો. ઍક્સપર્ટ દ્વારા આ અંગે તપાસ કરાવાશે."

  16. બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકાના દરિયાકાંઠે કેવી છે સ્થિતિ?

    બિપરજોય વાવાઝોડું ત્રાટકે એ પહેલાં જ દ્વારકાના દરિયાકાંઠે તેની અસર દેખાવાની શરૂ થઈ રહી છે. અરબી સમુદ્રમાં જેમ-જેમ વાવાઝોડું નજીક આવતું જઈ રહ્યું છે, તેમ-તેમ દરિયાનું જોર વધી રહ્યું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

    બુધવારે સવારે દ્વારકાના ગોમતી ઘાટ પાસે દરિયાનાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. સાથે જ ત્યાંની પરિસ્થિતિ અંગે બીબીસી સંવાદદાતા તૈજસ વૈદ્યે વાત કરી હતી.

  17. બિપરજોય વાવાઝોડા પહેલાં માંડવીના દરિયાકિનારે કેવી છે સ્થિતિ?

    બિપરજોય વાવાઝોડા પહેલાં માંડવીના દરિયાકિનારે કેવી છે સ્થિતિ?
    ઇમેજ કૅપ્શન, બિપરજોય વાવાઝોડા પહેલાં માંડવીના દરિયાકિનારે કેવી છે સ્થિતિ?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં છે, તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે.

    એવી શક્યતા સેવાઈ રહી છે કે આ વાવાઝોડું કચ્છ જિલ્લામાં ત્રાટકી શકે છે. વાવાઝોડા પહેલાં જ અહીંના દરિયામાં હલચલ જોવા મળી હતી. માંડવીના દરિયાકાંઠે મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં અને ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે દરિયાકાંઠે બાંધેલા તંબૂ તૂટી પડ્યા હતા.

  18. બિપરજોય વાવાઝોડા વખતે કેવી સાવચેતી રાખવી?

    બિપરજોય વાવાઝોડા વખતે કેવી સાવચેતી રાખવી?

    ઇમેજ સ્રોત, Gujarat Government

    બિપરજોય વાવાઝોડું ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં ટકરાય એવી શક્યતા છે.

    બિપરજોય વાવાઝોડા પહેલાં શું તકેદારી રાખવી અને સાવચેતીના ભાગરૂપે કેવી તૈયારી કરવી જોઈએ? સાથે જ વાવાઝોડું ત્રાટકે એ વખતે શું કરવું અને શું ન કરવું જોઈએ? આ અંગે ગુજરાત સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

    આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ જિલ્લાના કંટ્રોલરૂમ અંગે પણ માહિતી આપવામાં આવી છે.

  19. , ગુજરાતમાં આજથી જોરદાર પવન ફૂંકાશે, કયા જિલ્લામાં ઍલર્ટ?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બિપરજોય વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં વર્તાઈ રહી છે, જેના કારણે ગુજરાત કેટલાક જિલ્લામાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.

    હવામાન વિભાગ દ્વારા પણ હવે આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નકશા દ્વારા ગુજરાતના જિલ્લાઓની સંભવિત સ્થિતિ દર્શાવી છે.

    બુધવારે ગુજરાતના આ જિલ્લામાં ઍલર્ટ, કેટલી ઝડપે પવન ફૂંકાશે?

    કચ્છ - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    દેવભૂમિ દ્વારકા - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    જામનગર - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    પોરબંદર - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    રાજકોટ - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    જૂનાગઢ - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    ગીર સોમનાથ - 65-75 કિલોમિટર પ્રતિ કલાક

    આ સિવાય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પવનની ગતિ વધારે રહેશે.

  20. બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પહેલાં માંડવીના દરિયાકિનારે કેવો છે માહોલ?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જેમ-જેમ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ ગુજરાતના દરિયકાંઠાના જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. વાવાઝોડું જ્યાં ત્રાટકવાની સંભાવના છે તે કચ્છ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે.

    કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકિનારા પરથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.

    જુઓ બીબીસી ગુજરાતીનું માંડવી દરિયાકાંઠાથી લાઇવ.