બિપરજોય વાવાઝોડું : ભુજ પાસે આખો પુલ ધોવાયો, વાવાઝોડું નબળું થયું પણ હજી ભારે વરસાદનું જોખમ

બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું એ બાદ શું થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી નુકસાની થઈ?

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, વાવાઝોડું હવે ગુજરાતથી 110 કિલોમિટર દૂર

    બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગે 2.30 વાગ્યા સુધીની સ્થિતિ આધારે નવું બુલેટિન આપ્યું છે.

    આ બુલેટિન પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 110કિલોમિટર દૂર હતું, જ્યારે નલીયાથી 140કિલોમિટર અને દેવભૂમિ દ્વારકાથી 160કિલોમિટર દૂર હતું, અને કરાચીથી 240કિલોમિટર દૂર હતું.

    આ વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ગુરુવાર બપોર સુધીમાં પોરબંદરમાં 17મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે નલીયામાં 17મીમી અને ભુજ તથા કંડલામાં 12મીમી વરસાદ નોંધાયો હતો.

    વાવાઝોડા પહેલાં જ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. દ્વારકામાં 48કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓખામાં પવનની ગતિ 32કિલોમિટર પ્રતિ કલાક છે.

    વેરાવળમાં 39કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 24કિલોમિટર પ્રતિ કલાક અને કંડલામાં 33કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

    હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ગુરુવારે સાંજે ત્રાટકે એવી શક્યતા છે. એ વખતે 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.

  2. બ્રેકિંગ, ગુજરાતની નજીક આવ્યું વાવાઝોડું, હવે 120કિલોમિટર દૂર

    બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગે નવું બુલેટિન આપ્યું છે, જેમાં 1.30વાગ્યા સુધીની સ્થિતિના આધારે માહિતી આપવામાં આવી છે.

    આ બુલેટિન પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 120કિલોમિટર દૂર હતું, જ્યારે નલીયાથી 150કિલોમિટર અને દેવભૂમિ દ્વારકાથી 170કિલોમિટર દૂર હતું. તો પોરબંદરથી આ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 260કિલોમિટર દૂર હતું, અને કરાચીથી 240કિલોમિટર દૂર હતું.

    • આ વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ગુરુવાર બપોર સુધીમાં પોરબંદરમાં 14મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે નલીયામાં 12મીમી અને ભુજમાં 11મીમી વરસાદ નોંધાયો હતો.
    • વાવાઝોડા પહેલાં જ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. દ્વારકામાં 44કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓખામાં પવનની ગતિ 34કિલોમિટર પ્રતિ કલાક છે.
    • વેરાવળમાં 60કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 24કિલોમિટર પ્રતિ કલાક અને કંડલામાં 32કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

    હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ગુરુવારે સાંજે ત્રાટકે એવી શક્યતા છે. એ વખતે 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.

    ગુજરાતથી હવે કેટલું દૂર છે વાવાઝોડું?

    ઇમેજ સ્રોત, IMD

    ઇમેજ કૅપ્શન, ગુજરાતથી હવે કેટલું દૂર છે વાવાઝોડું?
  3. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 75 હજાર લોકોનું સ્થળાંતર

    બિપરજોય વાવાઝોડા પહેલાં કચ્છના માંડવીમાં બનાવેલું શેલ્ટર હોમ

    ઇમેજ સ્રોત, Aamir Pirzada/BBC

    ઇમેજ કૅપ્શન, બિપરજોય વાવાઝોડા પહેલાં કચ્છના માંડવીમાં બનાવેલું શેલ્ટર હોમ

    બિપરજોય વાવાઝોડું હવામાનવિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે સાંજે કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકી શકે છે, જેને લઈને પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

    આ તસવીરો કચ્છના માંડવીના એક શેલ્ટર હોમની છેસ અહીં રાજ્યની અનેક શાળાઓ અને અન્ય જગ્યાઓ પર આશ્રયસ્થાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

    આ આશ્રયસ્થાનોમાં દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડીને આશરો આપવામાં આવ્યો છે.

    સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા 75 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  4. બ્રેકિંગ, ગુજરાત તરફ આગળ વધતા વાવાઝોડાની તીવ્રતા થોડી ઘટી, હવે આ ઝડપે ફૂંકાશે પવન

    ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે.

    હવામાનવિભાગ દ્વારા આપવામાં આવેલા છેલ્લા બુલેટિનમાં માહિતી આપવામાં આવી છે કે વાવાઝોડું ત્રાટકે એ વખતે પવનની ગતિ 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની હશે, એક તબક્કે તે 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે.

    જોકે પહેલાં હવામાનવિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું ત્રાટકે એ વખતે 125થી 135 કિલોમિટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે, જ્યારે એક તબક્કે 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જોકે હવે નવા બુલેટિન પ્રમાણે વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે.

    ગુરુવારે સાંજ સુધીમાં વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ટકરાવાની શક્યતા છે.

  5. બ્રેકિંગ, હજી નજીક આવ્યું વાવાઝોડું, કચ્છથી હવે કેટલું દૂર છે બિપરજોય?

    ગુજરાતની નજીક આવ્યું વાવાઝોડું

    ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

    બિપરજોય વાવાઝોડા અંગે હવામાનવિભાગ દ્વારા વિગતો આપવામાં આવી છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં હજી આગળ વધ્યું છે.

    હવામાનવિભાગના છેલ્લા બુલેટિન પ્રમાણે અરબી સમુદ્રમાં આગળ ધપી રહેલા વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે, હવે વાવાઝોડું આઠ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    આ બુલેટિન પ્રમાણે વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં 140 કિલોમિટર દૂર હતું અને નલીયાથી 190 કિલોમિટર દૂર હતું. જ્યારે દેવભૂમિ દ્વારકાથી આ વાવાઝોડું 190 કિલોમિટર દૂર હતું.

    અરબી સમુદ્રમાં વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમમાં 280 કિલોમિટર દૂર હતું.

    હવામાનવિભાગે કહ્યું છે કે વાવાઝોડું ગુરુવારે સાંજે કચ્છના જખૌ બંદર પાસે ટકરાવાની શરૂઆત થશે અને આ પ્રક્રિયા રાત સુધી ચાલુ રહેશે. વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે એ વખતે 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને એક સમયે 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

    હવામાનવિભાગે આ બુલેટિનમાં નોંધ્યું છે કે વાવાઝોડું ટકરાવાની શરૂઆત ગુરુવારે સાંજે જ થઈ જશે પણ આ પ્રક્રિયા મોડી રાત સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

  6. વાવાઝોડું નજીક આવ્યું, કચ્છમાં લોકોને શું સૂચના અપાઈ?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, આ વચ્ચે આઈસીડીએસ વિભાગ દ્વારા અબડાસા તાલુકાનાં ગામોમાં લોકોને સૂચના આપવામાં આવી હતી.

    તંત્ર દ્વારા લોકોને ભયભીત ન થવા અને અફવાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે, સાથે જ વાવાઝોડાનું સંકટ ટળી ન જાય ત્યાં સુધી મુસાફરી ન કરવાની સૂચના આપવામાં આવી હતી.

    જે લોકો કાચાં કે પતરાંવાળાં મકાનોમાં રહે છે, તેમને પાકાં મકાનોમાં આશ્રય લેવાની સૂચના પણ આપવામાં આવી હતી, સાથે જ ઘરનાં બારી-બારણાંને ચુસ્તપણે બંધ રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી.

    આ ઉપરાંત લોકોને કહેવામાં આવ્યું છે કે અઠવાડિયા સુધી ચાલી શકે એટલાં પાણી, દૂધ, શાકભાજી, જરૂરી દવા, અનાજનો સંગ્રહ કરીને રાખવો.

    પવન ફૂંકાય એ વખત એસી, ટેલિવિઝન, ફ્રિજ જેવાં ઇલેક્ટ્રિક સાધનોને બંધ રાખવાની સૂચના પણ અપાઈ હતી.

  7. બ્રેકિંગ, રાજસ્થાનમાં પણ થશે અસર, રેડ ઍલર્ટ જાહેર

    બિપરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની સંભાવના છે. જોકે આની અસર ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ જોવા મળી શકે છે, અહીં હવામાનમાં પલટો આવે એવી શક્યતા છે.

    આ સિવાય દક્ષિણ રાજસ્થાનના જિલ્લાઓમાં પણ હવામાન પલટાયું છે અને ત્યાં પણ અસર થવાની શક્યતા છે.

    તંત્ર દ્વારા રાજસ્થાનના કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટની પણ જાહેરાત કરી દેવાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવાર અને શનિવારે રાજસ્થાનના અમુક જિલ્લામાં વાવાઝોડાની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.

    બાડમેર અને જાલોરમાં શુક્રવાર માટે રેડ ઍલર્ટની જાહેરાત કરાઈ છે. જ્યારે જોધપુર, પાલી અને નાગોરમાં શનિવાર માટે રેડ ઍલર્ટ છે.

    આ ઉપરાંત જયપુર, અજમેર અને ટૉન્ક જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ છે.

  8. બ્રેકિંગ, વાવાઝોડું નજીક આવતા અસર દેખાઈ, 60-70 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન

    જેમ-જેમ બિપરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે, તેમ-તેમ તેની અસર વધતી જઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

    એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિખીલ મુધોલકરે કહ્યું હતું કે, "અહીં અત્યારે 60થી 70 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમે દરિયાકાંઠાના વિસ્તારની મુલાકાત લીધી છે, નીચાણવાળા વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું છે. જ્યાં જરૂર છે ત્યાં ટુકડીઓને તહેનાત કરી દેવામાં આવી છે."

    તેમણે રાજ્યના લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરમાં જ રહે અને સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરે.

    ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે જ આ જિલ્લાઓમાં વરસાદ પણ વરસી રહ્યો છે. આ ઉપરાંત અહીં દરિયો તોફાની બનેલો પણ જોઈ શકાય છે.

    આ સિવાય મોરબી, રાજકોટ, જામનગર અને આસપાસના અન્ય જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે.

    આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. ગુજરાતમાં અત્યારે ક્યાં ફૂંકાઈ રહ્યો છે સૌથી વધારે પવન?

    ગુજરાતમાં ક્યાં ફૂંકાઈ રહ્યો છે પવન?

    ઇમેજ સ્રોત, IMD

    ગુજરાતના કેટલાક જિલ્લામાં બુધવારથી જ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના દરિયકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ગુરુવારની વહેલી સવારની સ્થિતિના આધારે હવામાનવિભાગે ગુજરાતમાં ફૂંકાઈ રહેલા પવનની સ્થિતિ નકશાના આધારે દર્શાવાનો પ્રયાસ કર્યો હતો.

  10. બિપરજોય વાવાઝોડું : વાવાઝોડાથી બચવા શું કરવું? શું ન કરવું?

  11. બ્રેકિંગ, જ્યાં વાવાઝોડું ત્રાટકવાનું છે, ત્યાં 12.15 વાગ્યે કેવી છે સ્થિતિ?

    કચ્છના માંડવી બીચ પર કેવી છે પરિસ્થિતિ?

    ઇમેજ સ્રોત, Pawna Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, કચ્છના માંડવી બીચ પર કેવી છે પરિસ્થિતિ?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં કચ્છના જખૌ બંદરથી 170 કિલોમિટર દૂર હતું, જોકે તેની અસર હવે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં દેખાઈ રહી છે.

    કચ્છના જખૌ બંદર પાસે જ સાંજે વાવાઝોડું ટકરાય એવી શક્યતા છે, એ પહેલાં જ કચ્છના માંડવી બીચ પર જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો. જેમાં બીચ પર બાંધેલી તાડપતરી, ખુરશીઓ ઊડી ગઈ હતી અને બીચ પર આવેલી નાની દુકાનો અને ગલ્લાને પણ નુકસાની થઈ હતી.

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ માહિતી આપતા કહ્યું હતું કે માંડવી બીચ પર જોરદાર વરસાદ પણ પડી રહ્યો છે. માંડવી બીચ પર દરિયાનાં મોજાં સતત આવી રહ્યાં છે અને દરિયો તોફાની બનેલો જોઈ શકાય છે.

    હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું ગુરુવાર સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાંથી પસાર થશે. એ વખતે અહીં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.

  12. બિપરજોય વાવાઝોડા પહેલાં ઓખા બંદર પર અસર દેખાઈ

    બિપરજોય વાવાઝોડાની ઓખા બંદર પર અસર શરૂ

    ઇમેજ સ્રોત, Sachin Pithava

    ઇમેજ કૅપ્શન, બિપરજોય વાવાઝોડાની ઓખા બંદર પર અસર શરૂ

    થોડા જ કલાકોમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છના જખૌ બંદર પાસે ટકરાય એવી શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપી છે એ પ્રમાણે અરબી સમુદ્રમાં સાત કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે.

    આ વાવાઝોડાની અસર દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગર જિલ્લામાં સૌથી વધારે જોવા મળી રહી છે. ઓખા બંદર પર પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી.

    ઓખા બંદર પાસે દરિયામાં જોરદાર મોજાં જોવા મળ્યાં હતાં, અહીં લાંગરેલી હોળીઓને પણ નુકસાન થયું હતું, સાથે જ અહીં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

  13. બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડાની ઝડપ વધી, કચ્છથી હવે કેટલું દૂર?

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં સાત કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં સાત કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    બિપરજોય વાવાઝોડું હવે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે આપેલી નવી માહિતીમાં નોંધ્યું છે કે છેલ્લા છ કલાકથી વાવાઝોડું 7 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. એ પહેલાં તે 6 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું હતું.

    બિપરજોય વાવોઝડું હવે અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 170 કિલોમિટર દૂર છે, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 અને નલીયાથી 190 કિલોમિટર દૂર છે. વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 290 કિલોમિટર દૂર છે જ્યારે પાકિસ્તાનના કરાચીથી 260 કિલોમિટર દૂર છે.

    હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું ગુરુવાર સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાંથી પસાર થશે. એ વખતે અહીં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.

  14. બ્રેકિંગ, દ્વારકામાં 11.30 વાગ્યે કેવી છે પરિસ્થિતિ?

    બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકામાં કેવી છે સ્થિતિ?

    ઇમેજ સ્રોત, Sachin Pithava

    ઇમેજ કૅપ્શન, બિપરજોય વાવાઝોડા પહેલાં દ્વારકામાં કેવી છે સ્થિતિ?

    બિપરજોય વાવાઝોડું થોડા જ કલાકોમાં કચ્છના જખૌ બંદર પાસે ટકરાય એવી શક્યતા છે અને હવે વાવાઝોડું અરબી સમુદ્રમાં ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    આ વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં થવાની શક્યતા છે.

    દ્વારકામાં છેલ્લા બે દિવસથી હવામાન પલટાઈ ગયું છે, જોકે ગુરુવારે સવારથી જ જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો.

    દેવભૂમિ દ્વારકાથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય માહિતી આપી રહ્યા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ છે અને એટલો જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે કે પતરાં, તાડપત્રી અને છાપરાં ઊડી રહ્યાં છે. જેના કારણે લોકોએ સ્વૈચ્છિક રીતે પતરાં અને તાડપત્રી ઉતારી લીધાં હતાં.

    સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

  15. વાવાઝોડું ત્રાટકે એ પહેલાં કચ્છના આ બીચ પર શું થઈ રહ્યું છે?

    બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાય એને હવે થોડા જ કલાક બાકી છે, અરબી સમુદ્રમાં વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે.

    આ વાવાઝોડું કચ્છના જખૌ બંદરની આસપાસ ત્રાટકે એવી શક્યતા છે, એ પહેલાં જ કચ્છના અનેક વિસ્તારોમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.

    કચ્છના માંડવી બીચ પર કંઈક આવો નજારો વાવાઝોડાના કલાકો પહેલાં છે, અહીં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ દરિયો તોફાની બનેલો જોઈ શકાય છે.

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા આપી રહ્યા છે પરિસ્થિતિનો ચિતાર (કૅમેરા - પવન જયસ્વાલ)

  16. વાવાઝોડા સામે ગુજરાત કેટલું તૈયાર?

    રાહતકામગીરી માટે ટુકડીઓ તહેનાત કરાઈ

    ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

    બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ગુરુવારે સાંજે તે ત્રાટકે એવી શક્યતા છે, જેની સામે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

    વાવાઝોડા સામે રાહતકામગીરીમાં પહોંચી વળવા માટે એસડીઆરએફ, એનડીઆરએફ તથા ભારતીય સેનાની ટુકડીઓને તહેનાત કરી દેવામાં આવી છે.

    રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, "એનડીઆરએફની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઈ છે. એનડીઆરએફની કચ્છમાં છ, દેવભૂમિ દ્વારકામાં ત્રણ, રાજકોટમાં બે, જામનગરમાં બે અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે."

    "જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે."

    બુધવારે કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ ઍડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને ઍરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 50 જવાનો 13 વાહનો મારફતે રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા પહોંચી ગયા હતા.

    14 જૂને બપોરે બીબીસી ગુજરાતી સંવાદદાતા સાથે વાતચીતમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "દેવભૂમિ દ્વારકામાંથી કુલ મળીને 5535 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે."

    "રાહત છાવણીમાં લોકો માટે ભોજનને લઈને પણ બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે જ તેમના સ્વાસ્થ્યને લઈને પણ કાળજી રાખવામાં આવી છે."

    "જિલ્લાની કુલ મળીને 138 ગર્ભવતીઓની પ્રસૂતિની તારીખ 20 જૂન પહેલાં હોય તેમને હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે."

    "બીજી બાજુ યાત્રિકોને વિનંતી પણ કરી છે કે 14થી 16 જૂન સુધી દ્વારકાધીશના દર્શન કરવાનું ટાળે કારણ કે અહીં ભારે પવન અને વરસાદ હશે જેથી યાત્રિકો કે તેમના પરિવારને કોઈ તકલીફ ના પડે. અને અન્ય તમામ લોકોને પણ સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવશે."

    રાહતકામગીરીને પહોંચી વળવા માટે ટુકડીઓ તહેનાત કરાઈ

    ઇમેજ સ્રોત, Dhanraj Rathod

    ઇમેજ કૅપ્શન, રાહતકામગીરીને પહોંચી વળવા માટે ટુકડીઓ તહેનાત કરાઈ
  17. ગુજરાતથી કેટલું દૂર છે વાવાઝોડું?

    ગુજરાતથી કેટલું દૂર છે બિપરજોય વાવાઝોડું?

    ઇમેજ સ્રોત, IMD

    ઇમેજ કૅપ્શન, બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાતથી કેટલું દૂર છે?

    અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને છેલ્લા છ કલાક દરમિયાન તે છ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે.

    હવામાન વિભાગના અંદાજ પ્રમાણે વાવાઝોડું ગુરુવારે સાંજે 5.30 વાગ્યા આસપાસ ત્રાટકી શકે છે, જોકે તેના સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે.

    આ વાવાઝોડું ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્રમાં કચ્છના જખૌ બંદરથી 180 કિલોમિટર દૂર છે, જ્યારે દેવભૂમિ દ્વારકા અને નાલિયાથી 210 કિલોમિટર દૂર છે.

    આ વાવાઝોડું ઉત્તર-પૂર્વમાં સતત આગળ વધી રહ્યું છે અને ગુરુવાર સાંજ સુધીમાં અતિ પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.

    હવામાન વિભાગનો અંદાજ છે કે વાવાઝોડું ત્રાટકે એ વખતે 115-125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, એક સમયે પવનની ગતિ 140 કિલોમિટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

    વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે, જેની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે.

    ગુરુવાર માટે કરાયેલી આગાહી પ્રમાણે ત્રણ જિલ્લાઓમાં રેડ ઍલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગરમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાય એવી પ્રબળ શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે આની અસર દક્ષિણ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં પણ જોવા મળશે અને દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ વાવાઝોડાને પગલે હવામાન પલટાય એવી શક્યતા છે.

    સરકાર દ્વારા આપવામાં આવેલા બુલેટિન પ્રમાણે આ વાવાઝોડાના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાની થવાની શક્યતા વધારે છે.

  18. બ્રેકિંગ, દ્વારકામાં વાવાઝોડાની દેખાઈ જોરદાર અસર, દરિયો તોફાની બન્યો

    બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે, કચ્છ તથા દેવભૂમિ દ્વારકામાં જોરદાર અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.

    સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાનાં મોજાં ઊછળતાં જોવા મળી રહ્યાં છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ વરસાદ વરસી રહ્યો છે.

    આ પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે બીબીસી સંંવાદદાતા તેજસ વૈદ્ય.

  19. બ્રેકિંગ, કચ્છના પિંગલેશ્વરમાં દરિયો તોફાની બન્યો

    બિપરજોય વાવાઝોડું

    ઇમેજ સ્રોત, Dhanraj Rathod

    બિપરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે કચ્છના જખૌ પાસે ત્રાટકે એવી શક્યતા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    આ વાવાઝોડા પહેલાં જ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.

    કચ્છના પિંગલેશ્વરના દરિયામાં પણ મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં.

  20. પોરબંદરમાં અસર દેખાવાની શરૂ, મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ

    પોરબંદરમાં વાવાઝોડાની અસર શરૂ
    ઇમેજ કૅપ્શન, પોરબંદરમાં વાવાઝોડાની અસર શરૂ

    પોરબંદર જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.

    અરબી સમુદ્રમાં વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું ગુરુવારે સાંજે કચ્છ પાસે ત્રાટકે એવી શક્યતા છે.

    જોકે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પોરબંદરના દરિયામાં પણ અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે અને અહીં મોજાં ઊછળી રહ્યાં છે.