You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Tauktae Cyclone : PM મોદી ગુજરાત આવશે, વાવાઝોડું ક્યારે નબળું પડશે?
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.
લાઇવ કવરેજ
તૌકતેએ મહારાષ્ટ્રના રાયગઢમાં વૃક્ષો ઉખેડ્યાં
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા વાવાઝોડાની હાલ મહારાષ્ટ્રમાં અસર વર્તાઈ રહી છે. વાવાઝોડાને પગલે ફૂંકાઈ રહેલા ભારે પવનને પગલે મહારાષ્ટ્રના રાયગઢમાં કેટલાય વૃક્ષો ધરાશાઈ ગઈ ગયાં છે.
બ્રેકિંગ, વાવાઝોડું કેટલું દૂર?
શુક્રવારે અરબ સાગરમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડું શનિવારની રાતે ચક્રવાતી તોફાનમાં ફેરાવાઈ ગયું છે. વાવાઝોડું કેન્દ્ર મુંબઈથી 160 કિલોમીટર અને દીવથી 290 કિલોમીટર દૂર છે.
રાજકોટ જિલ્લામાં લોકોનું સ્થળાંતર
રાજકોટના જસદણ અને વિંછિયા તાલુકાના કુલ 136 લોકોનું જિલ્લાના વહિવટી તંત્રે કોવિડ-19ની ગાઇડલાઇન સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે. સ્થળાંતર કરાયેલા લોકોમાં 48 પુરુષો, 44 મહિલાઓ અને 44 બાળકોનો સમાવેશ થાય છે.
બ્રેકિંગ, મહારાષ્ટ્રમાં વાવાઝોડાની અસર
તૌકતે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ દરમિયાન મહારાષ્ટ્ર પર તેની અસર વર્તાઈ રહી છે.
વાવાઝોડાની પળેપળની અપડેટ- બીબીસી ગુજરાતીની યૂટ્યુબ ચેનલ પર
ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'તૌકાતે' વાવાઝોડાનું કેન્દ્ર હાલમાં લક્ષદ્વીપ છે, જે શનિવારે સવારથી વધુ તીવ્રતાથી આગળ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાત અને દીવના દરિયાકિનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સમાચાર સસ્થા પીટીઆઈ અનુસાર વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ અને એનડીએમએની બેઠક બોલાવી છે.
જેમ-જેમ વાવાઝોડું પશ્ચિમના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું તેમ-તેમ વહીવટી તંત્રની ચિંતા પણ વધી રહી છે.
ભારતીય નૅવીએ વહીવટી તંત્રને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
નૅવીએ ટ્વિટમાં કહ્યું છે કે, "ભારતીય નૅવીનાં જહાજો, હેલીકૉપટરો, ડાઇવરો અને રાહત ટીમો પશ્ચિમી દરિયાકાંઠાની મદદ કરવા તૈયાર છે."
બ્રેકિંગ, મહારાષ્ટ્રમાં વાવાઝોડાની અસર
તૌકતે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ દરમિયાન મહારાષ્ટ્ર પર તેની અસર વર્તાઈ રહી છે.
બ્રેકિંગ, પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકશે વાવાઝોડું
તૌકતે વાવાઝોડું આજે સાંજે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે.
હવામાનવિભાગના જણાવ્યા અનુસાર સાંજે આઠ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી વાવાઝોડું ગુજરાતની ધરતી પર ત્રાટકે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
વાવાઝોડા વખતે કેવી સાવચેતી રાખવી?
વાવાઝોડા સમયે શું કરવું?
રાજ્ય સરકાર અનુસાર વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવું. બહાર જવાનું સાહસ ન કરવું. શક્ય હોય તો ગૅસ, વીજ કનેક્શન બંધ રાખવા.
સમાચારોથી સતત અપડેટ રહેવું અને માહિતી મેળવતું રહેવું.
વાવાઝોડા બાદ શું કરવું?
નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું. જો સ્થળાંતર કરેલ હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે જ માર્ગથી જવું.
ઉપરાંત વહીવટીતંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદ જોઈએ તો તુરંત સંપર્ક કરવો.
તૌકતે : વાવાઝોડાથી બચવા માટે શું કરશો?
રાજ્યમાં વાવાઝોડા મામલે મદદ માટે શું કરવું?, જાણો વાવાઝોડા સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ.
ગુજરાતમાં તૌકતેની વાવાઝોડાની સ્થિતિને પગલે રાજ્ય સરકારોએ કેટલાક મહત્ત્વના નંબરો મદદ માટે જાહેર કર્યાં છે. આ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્રએ પણ નંબરો જાહેર કર્યાં છે.
રાજ્યમાં આપત્તિ સમયે લૅન્ડલાઇન નંબરથી મદદ માટે સંપર્ક કરવા માટે સ્ટેટ કંટ્રોલરૂમ 1070 પર ફોન કરી શકાશે. જ્યારે મોબાઇલથી જિલ્લા કંટ્રોલરૂમ 1077 નંબર પર જિલ્લાના કોડ નંબર જોડીને મદદ માટે સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ વિવિધ ઝોન દીઠ નંબરો પણ જાહેર કર્યાં છે. ઉપરાંત મુખ્ય કંટ્રોલરૂમ માટે બે નંબરો 9724346021 અને 0261-2451756 છે. નાગરિકો મદદ માટે અહીં ફોન કરી શકે છે.
દરમિયાન અમરેલી જિલ્લામાં હેલ્પલાઇન માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નં. 02792-230735/1077નો સંપર્ક કરી શકાશે.
વાવાઝોડા પહેલાં શું કરવું?
રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ. ગભરાવું જોઈએ નહીં.
વળી સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું. અસર થનારા વિસ્તારમાં હોઈએ તો પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળાંતર કરી લેવું.
રેડિયો, ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરીસૅલ પણ રાખવા. માછીમારે દરિયો ન ખેડવો અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ.
તૌકતે સામે ગુજરાતમાં કેવી તૈયારીઓ છે?, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારોમાં એનડીઆરએફ તૈનાત.
તૌકતે સામે તંત્રની તૈયારીઓની વાત કરીએ તો રાષ્ટ્રીય આપદા નિવારણ વિભાગની 15થી વધુ ટીમો ગુજરાતમાં જામનગર વાયુસેના સ્ટેશનથી પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર સહિતના સ્થળોએ રવાના કરી દેવાઈ છે.
તંત્રનું કહેવું છે કે 2021નું આ પહેલું વાવાઝોડું છે. તેની તીવ્રતા પણ વધારે હોવાથી તેનું નામ તૌકતે એટલે કે મોટો અવાજ કરનારી ગરોળી તરીકે આપવામાં આવ્યું છે.
બીજી તરફ હાલ વાવાઝોડું મુંબઈ બાદ ગુજરાત તરફ ફંટાયુ છે, ત્યારે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પણ તૈયારીઓ કરાઈ છે.
જેમાં વલસાડ કલેક્ટર આર. આર.રાવલ અનુસાર વલસાડમાં પણ ટીમો તહેનાત કરાઈ છે અને તેમના અનુસાર વાવાઝોડાની સંભવિત મુખ્ય અસર સૌરાષ્ટ્રમાં થવાની શક્યતા છે, પણ દક્ષિણ ગુજરાતમાં ભારે પવનો અને વરસાદની આગાહી છે.
તેમ છતાં લોકોને સુરક્ષિત ખસેડવા અને કોઈ પણ જાનહાનિ ન થાય તેની તકેદારીરૂપે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
અમરેલીમાં પણ દરિયો તોફાની બનતા ઊંચા મોજાની લહેરો જોવા મળી હતી. અને અહીં પણ એનડીઆરએફ તહેનાત કરી દેવાયું છે.
અમેરિકાના સ્વામીનારાયણ મંદિરમાં દલિત મજૂરોના શોષણનો મામલો શું છે?
તૌકતે ગુજરાત-દીવ તરફ આગળ વધ્યું, વધુ તીવ્ર બનતા તંત્ર ખડેપગે
મહારાષ્ટ્ર તરફથી તૌકતે વાવાઝોડું આગળ વધ્યા બાદ હાલ ગુજરાતના કાંઠા તરફ ફંટાયુ છે. હવામાન વિભાગ અનુસાર 20 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ સાથે તે દીવથી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 280 કિલોમીટર દૂર ગતિમાન છે.
મોડી રાત્રે મહારાષ્ટ્રના તટ પાસેથી પસાર થતા મુંબઈમાં વરસાદ અને પવનની સ્થિતિ જોવા મળી હતી.
વાવાઝોડું તૌકતે ગુજરાતના કાંઠા તરફ ફંટાયું છે. જોકે, હવામાન વિભાગ અનુસાર તેની તીવ્રતા વધી રહી છે. જે ચિંતાનો વિષય છે. ગુજરાત અને દીવ બંને માટે તીવ્ર વાવાઝોડા સંબંધિત ચેતવણી જાહેર કરાઈ છે.
આ દરમિયાન, સમગ્ર સ્થિતિને કારણે એનડીઆરએફની ટીમો કોલકાતા, પૂણે અને વિજયવાડાથી અમદાવાદ આવી પહોંચી છે. વાયુસેનાની ટીમ અને અન્ય સાધન-સામગ્રી પણ આવી પહોંચી હોવાનું એનડીઆરએફનું કહેવું છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધિના જાહેર સંદેશ અનુસાર વાવાઝોડું સુરતના કાંઠાથી 80-90 કિલોમિટર ઝડપી પવન સાથે પસાર થાય એવી શક્યતા હોવાથી કાંઠા વિસ્તારના નીચાણવાળા અને સંભવિત અસર થનારા વિસ્તારોના લોકોને અન્યત્ર સુરક્ષિત જગ્યાએ ખસેડવા કહ્યું છે.
તંત્રએ નાગરિકોને આગામી બે દિવસ કાંઠા વિસ્તારમાં ન જવા અને શક્ય હોય તો ઘરોમાં જ રહેવા પણ સલાહ આપી છે.
તૌકતે વાવાઝોડું વધારે શક્તિશાળી બન્યું, ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ 'તૌકતે' વાવાઝોડું પણ આવી રહ્યું છે.
વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે 17 અને 18મેના રોજ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને અનુમાન છે કે 155-165 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને એ સાથે વરસાદ થશે.
તૌકતેના ખતરાને પગલે કંડલા પોર્ટને આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે.
અનુમાન છે કે વાવાઝોડાના ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાથી કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
રાજ્યના જૂનાગઢ, ગીર-સોમનાથ, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ અને જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાઈ થઈ શકે છે.
, ગુડ મૉર્નિંગ!
બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને ઇઝરાયલ-ગાઝા વચ્ચેનો હિંસક સંઘર્ષ અઠવાડિયા પછી પણ હજી ચાલી રહ્યો છે. અહીં અમે આપને ગુજરાત સહિત દેશ-દુનિયાની તમામ અપડેટ્સ આપતા રહીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.