You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Tauktae Cyclone : PM મોદી ગુજરાત આવશે, વાવાઝોડું ક્યારે નબળું પડશે?

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.

લાઇવ કવરેજ

  1. તૌકતે : ગુજરાતમાં જાહેર થયેલા સાઇક્લૉન સિગ્નલનો શો અર્થ?

  2. તૌકતે : ગુજરાતમાં બે દિવસ માટે રસીકરણ-અભિયાન મુલતવી

    તૌકતે વાવાઝોડાના પગલે ગુજરાતમાં 17 અને 18 મે એમ બે દિવસ માટે કોરોના રસીકરણનું અભિયાન મુલતવી રાખવામાં આવ્યું છે. રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું છે કે વાવઝોડાની સ્થિતને જોતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સંબંધિત નિર્ણય લીધો છે. વાવાઝોડને પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જોતાં લોકોને ઘરની અંદર જ રહેવા પણ જયંતી રવિએ ભલામણ કરી છે.

  3. વાવાઝોડાની પળેપળની અપડેટ- બીબીસી ગુજરાતીની યૂટ્યુબ ચેનલ પર

    ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'તૌકાતે' વાવાઝોડાનું કેન્દ્ર હાલમાં લક્ષદ્વીપ છે, જે શનિવારે સવારથી વધુ તીવ્રતાથી આગળ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    વાવાઝોડાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાત અને દીવના દરિયાકિનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    સમાચાર સસ્થા પીટીઆઈ અનુસાર વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ અને એનડીએમએની બેઠક બોલાવી છે.

    જેમ-જેમ વાવાઝોડું પશ્ચિમના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું તેમ-તેમ વહીવટી તંત્રની ચિંતા પણ વધી રહી છે.

    ભારતીય નૅવીએ વહીવટી તંત્રને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

    નૅવીએ ટ્વિટમાં કહ્યું છે કે, "ભારતીય નૅવીનાં જહાજો, હેલીકૉપટરો, ડાઇવરો અને રાહત ટીમો પશ્ચિમી દરિયાકાંઠાની મદદ કરવા તૈયાર છે."

  4. તૌકતે : ગુજરાતમાં બે લાખથી વધુ લોકોને સલાતમ સ્થળે ખસેડાયા

    ગુજરાત રાજ્યના સંભવિત અસરગ્રસ્ત 18 જિલ્લામાંથી 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના માહિતીખાતાએ સંબંધિત જાણકારી આપી છે.

    અપાયેલી જાણકારી અનુસાર રાજ્ય સરકાર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ‘ઝીરો કૅઝ્યુલિટી’ના સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે.

    રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા અપાયેલી જાણકારી અનુસાર જે જિલ્લામાં સ્થળાંતર કરાયું છે, એમાં અમદાવાદ જિલ્લામાંથી 1839, અમેરેલી જિલ્લામાંથી 19368, આણંદ જિલ્લામાંથી 649, ભરૂચ જિલ્લામાંથી 2805, ભાવનરગ જિલ્લામાંથી 28334, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 12319, ગીરસોમનાથ જિલ્લામાંથી 32250, જામનગર જિલ્લામાંથી 2515, જૂનાગઢ જિલ્લામાંથી 24313, કચ્છ જિલ્લામાંથી 32806, રાજકોટ જિલ્લામાંથી 6915, મોરબી જિલ્લામાંથી 2766, નવસારી જિલ્લામાંથી 1114, પોરબંદર જિલ્લામાંથી 25149, સુરત જિલ્લામાંથી 1372, વલસાડ જિલ્લામાંથી 2417, બોટાદ જિલ્લામાંથી 2892 અને ખેડા જિલ્લામાંથી 590 એમ કુલ મળીને 200458 લોકોનો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  5. તૌકતે : ગુજરાતમાં કોરોનાના દરદીઓ માટે કેવી વ્યવસ્થા?, તેજસ વૈદ્ય, બીબીસી સંવાદદાતા

    રાજ્ય એક તરફ કોરોનાની મહામારીના વંટોળમાંથી પસાર થઈ રહ્યું છે તો બીજી તરફ તૌકતે વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળી રહ્યું છે.

    કોરોનાને લીધે ઘણી હૉસ્પિટલો દરદીઓથી ભરાયેલી છે તેમજ કેટલાક દરદીઓ ઘરેથી જ સારવાર લઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આરોગ્યની વ્યવસ્થામાં શું વિશેષ તકેદારી રાખવામાં આવી છે તે જાણીએ.

    ગીરસોમનાથ જિલ્લો દરિયાપટ્ટી પર વસેલો છે. એ જિલ્લાના ઍપિડેમિક મેડિકલ ઑફિસર તેમજ જિલ્લાના સર્વેલન્સ ઑફિસર કેબી નિમાવતે બીબીસી સાથે વાત કરતા કહ્યું,“વીજળી ન જાય તે માટે પાવર બૅકઅપ, ઓક્સિજનનો પુરવઠો પૂરતો રહે એ માટે દરેક હૉસ્પિટલને કલેક્ટરે સૂચના આપી દીધી છે.” “જે હૉસ્પિટલો પાસે જનરેટર ન હોય તેમણે ભાડેથી પણ જનરેટર લઈને રાખવું, તેમજ જનરેટર ચલાવવા માટે જરૂરી ડીઝલનો પણ પૂરતો સ્ટોક રાખવો એવી સૂચના અપાયેલી છે.”“ગામડામાં કોરોનાના જે દરદી ઘરે રહીને જ સારવાર મેળવી રહ્યા છે તેની યાદી અમારી પાસે છે. તેથી જો વાવાઝોડાને કારણે તેમને અન્ય સ્થળે ખસેડવા પડે તો કોવિડ પ્રૉટોકોલ સાથે તેમને ખસેડવામાં આવશે.”રાજ્ય સરકારે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવાયું છે કેકોરોનાના દરદીની ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે35 ગ્રીન કૉરીડોર બનાવાયા છે. એ યાદીમાં મહેસૂલવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યુ,“અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજપુરવઠો ખોરવાય તો તેને પૂર્વવત્ કરવા માટે 661 ટીમો ઊર્જાવિભાગ દ્વારા તૈનાત કરાઈ છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે.”

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબંધોતાં જણાવ્યું છે કે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેમડેસિવિર ઈન્જેક્શનોનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે તેમજ1700 ટન ઓક્સિજનનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવાયો છે.

    રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યની744ટીમો કાર્યરત્ છે.160 આઈસીયુ (ઈન્ટેન્સિવ કૅર યુનિટ) ઑન વ્હીલ આ વિસ્તારોમાં સ્ટૅન્ડ-બાય છે તેમજ108ની607ઍમ્બ્યુલન્સ ખડે પગે છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં108 ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા છે.

  6. બ્રેકિંગ, તૌકતે : મુંબઈના દરિયાકિનારે 400 લોકો ફસાયા

    બૉમ્બે હાઈ તેલક્ષેત્ર પાસે એક બાર્જ પર 273 લોકો ફસાયા છે, જ્યારે અન્ય બાર્જ પર અન્ય 137 લોકો ફસાયા છે.અરબ સાગરમાં તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ લોકોના જીવને જોખમ છે.

    બીબીસીની મરાઠીના અહેવાલ અનુસાર ફસાયેલા લોકોને બચાવવા માટે નૌકાદળ INS કોચ્ચી અને INS કોલકાતાના જહાજ રવાના થયાં છે. INS તલવારને પણ બચાવકામગીરી માટે દરિયામાં ઉતારવામાં આવી છે.

    બૉમ્બે હાઈ તેલક્ષેત્ર મુંબઈના દરિયાકિનારાથી 176 દૂર સમુદ્રમાં આવેલું છે. આ ભાગમાંથી તૌકતે વાવાઝોડું પસાર થાય એવીશક્યતા સેવાઈ રહી છે. તેથી આ બચાવકામગીરીને મહત્ત્વની ગણવામાં આવી રહી છે.

    મહત્ત્વપૂર્ણ છે કે તૌકતે વાવાઝોડાને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારે શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.

  7. બ્રેકિંગ, તૌકતે : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ફોન કર્યો

    ગુજરાતના માહિતીખાતાના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરીને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા રાજ્યની તૈયારી માહિતી મેળવી હતી. ટેલિફોનિક વાતચીત દરમિયાન વડા પ્રધાને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી.

  8. ગુજરાત-મહારાષ્ટ્રની તમામ હોડીઓ પરત ફરી : કૉસ્ટ ગાર્ડ

    સમાચાર સંસ્થા પીટાઈ ભારતીય કૉસ્ટ ગાર્ડને ટાંકીને જણાવે છે કે તૌકતે વાવાઝોડાની અસરને પગલે ગુજરાત અને મહારાષ્ટ્રન તમામ ફિશિંગ બોટો દરિયાકાંઠે પરત ફરી છે.

    ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર તૌકતે ‘ભારે ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ ગયું છે. જે સોમવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર અને મહુવા વચ્ચે ત્રાટકી શકે છે.

  9. તૌકતે : ગુજરાત અને દીવના દરિયાકાંઠે ચેતવણી

    તૌકતે વાવાઝોડું આજે સાંજે ગુજરાતના પોરંબદર અને મહુવા વચ્ચે આઠ વાગ્યાથી 11 વાગ્યા વચ્ચે ત્રાટકી શકે છે. વાવાઝોડાની ગંભીરતા જોતા ગુજરાત અને દીવના દરિયાકિનારે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

  10. તૌકતે : વાવાઝોડું ગુજરાત પહોંચે એ પહેલાં અન્ય રાજ્યોમાં કેવી તબાહી સર્જી?

  11. તૌકતે : વાવાઝોડાના ભય વચ્ચે માછીમારોની જિંદાદિલી

    તૌકતે વાવાઝોડું આજે ગુજરાતમાં ત્રાટકી શકે છે અને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

    આ દરમિયાન વેરાવળના દરિયાકાંઠે માછીમારો પોતાની લાક્ષણિક અદામાં જોવા મળ્યા હતા.

  12. તૌકતે : પૂણેમાં ભારે વરસાદ

    તૌકતે વાવાઝોડું અત્યારે અરબ સાગરમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    જોકે, આ દરમિયા મહારાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ભારે વરસાદ પડી રહ્યો છે અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

  13. તૌકતે : વાવાઝોડું કેટલું જોખમી એ સિગ્નલ કઈ રીતે દર્શાવે?

    સિગ્નલ નંબર 1:દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.

    સિગ્નલ નંબર 2:દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.

    સિગ્નલ નંબર 3 :દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તેની અસર બંદર સુધી થઈ શકે છે. પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાક રહેશે.

    સિગ્નલ નંબર 4:સ્થાનિક વૉર્નિંગ - દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે.

    આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.

    સિગ્નલ નંબર 5:ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.

    સિગ્નલ નંબર 6:ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.

    સિગ્નલ નંબર 7 :ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.

    સિગ્નલ નંબર 8:ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે રહેશે.

    સિગ્નલ નંબર 9:ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે રહેશે.

    સિગ્નલ નંબર 10:ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે.

    પવનની ગતિ 200 કિલોમિટર પ્રતિકલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લૉનની ચેતવણી છે.

    સિગ્નલ નંબર 11: વાવાઝોડાને પગલે આ બંદરનું તમામ કૉમ્યુનિકેશન પડી ભાંગ્યું છે. આ બંદરની વ્યવસ્થા પડી ભાંગી છે. બંદર ખતરામાં છે.

  14. તૌકતે : વેરાવળમાં કેવી સ્થિતિ છે?

  15. વાવાઝોડાની પળેપળની અપડેટ- બીબીસી ગુજરાતીની યૂટ્યુબ ચેનલ પર

    ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'તૌકાતે' વાવાઝોડાનું કેન્દ્ર હાલમાં લક્ષદ્વીપ છે, જે શનિવારે સવારથી વધુ તીવ્રતાથી આગળ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    વાવાઝોડાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાત અને દીવના દરિયાકિનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    સમાચાર સસ્થા પીટીઆઈ અનુસાર વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ અને એનડીએમએની બેઠક બોલાવી છે.

    જેમ-જેમ વાવાઝોડું પશ્ચિમના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું તેમ-તેમ વહીવટી તંત્રની ચિંતા પણ વધી રહી છે.

    ભારતીય નૅવીએ વહીવટી તંત્રને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

    નૅવીએ ટ્વિટમાં કહ્યું છે કે, "ભારતીય નૅવીનાં જહાજો, હેલીકૉપટરો, ડાઇવરો અને રાહત ટીમો પશ્ચિમી દરિયાકાંઠાની મદદ કરવા તૈયાર છે."

  16. તૌકતે : મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ

    અરબ સાગરમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડાના પગલે મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

    મુંબઈમાં 16 મેથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને શહેર તથા ઉપનગરોમાં કેટલાંય વૃક્ષો ધરાશાઈ થઈ ગયાં છે.

    રાજ્યના રત્નાગીરી અને રાયગઢ જિલ્લામાં વરસાદને પગલે મકાનો અને ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે.

    કોંકણ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

    વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે થતુંથતું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજે ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકી શકે છે.

  17. બ્રેકિંગ, તૌકતે વાવાઝાડો અંગે વિજય રૂપાણી શું બોલ્યા?

  18. તૌકતે વાવાઝોડાને પગલે રાજકોટમાં 1080 લોકોનું સ્થળાંતર

    તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે.

    ત્યારે અમગચેતીનાં પગલાંના ભાગરૂપે રાજકોટમાં 1080 લોકોનું સ્થળાંતક કરવામાં આવ્યું છે.

    શહેરના મ્યુનિસપલ કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા અલગઅલગ સ્થળોએથી 210 કુટુંબના 1080 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમના માટે રહેવા-જમાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  19. તૌકત વાવાઝોડાને પહોંચી વળવા માટે NDRF કેટલુ સજ્જ?

    હવામાન વિભાગ મુજબ 17 તારીખે સાંજે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. પોરબંદર અને ભાવનગરના મહુઆમાં વેરી શકે છે વિનાશ.

    હવામાન વિભાગે 17 અને 18 મેના રોજ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

  20. તૌકતે વાવાઝોડું ગુજરાતમાં કેટલી ઝડપે ત્રાટકશે?

    ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે ત્યારે પવનની ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે એમ છે.