બિહારમાં NDAને બહુમત, શું નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે?

એક-એક બેઠક માટે સંઘર્ષ, અનેક બેઠકો પર નજીવી સરસાઈથી જીત અને ગરબડના આરોપ.

લાઇવ કવરેજ

  1. સવારે આઠ વાગ્યાથી શરૂ થશે મતગણતરી

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તમામ ઉમેદવારોનું ભાવિ હાલ ઇવીએમમમાં બંધ છે.

    આજે સવારે આઠ વાગ્યાથી અહીં મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં જાણ થઈ જશે કે આ વખતે બિહારમાં સરકાર કોણ બનાવશે.

    બિહાર ભારતનું એવું પ્રથમ રાજ્ય છે જ્યાં કોરોના મહામારીની વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

    અહીં નીતીશકુમારના નેતૃત્વમાં છેલ્લાં 15 વર્ષથી ચાલતી સરકારને પડકાર આપવા વિપક્ષોનું મહાગઠબંધન ચૂંટણીમેદાનમાં છે. એટલું જ નહીં કેટલાંક બીજાં ગઠબંધનો પણ આ વખતે પોતાનું ભાવિ અજમાવી રહ્યાં છે.

    બિહાર વિધાનસભા ચૂંટણીપ્રચાર અભિયાન સાત સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને લગભગ બે મહિના એટલે કે પાંચ નવેમ્બર સુધી ચાલ્યું.

    નીતીશકુમાર અને તેજસ્વી યાદવ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને મહાગઠબંધનના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવ
  2. બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામનું સતત અપડેટ

    ગુડ મૉર્નિંગ

    બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામના લાઇવ અપડેટમાં તમારું સ્વાગત છે.

    આજે બિહારમાં થયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી થશે.

    હું દીપક ચુડાસમા, સુરેશ ગવાણિયા સાથે તમને બિહારના પરિણામનું સતત લાઇવ અપડેટ આપતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહેશો દિવસભર...

  3. બિહાર ચૂંટણીનાં પરિણામોનો ઇંતેજાર

    બિહાર વિધાનસભાની ચૂંટણીનું ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સૌ પરિણામના દિવસની રાહ જોઈ રહ્યા છે.

    મંગળવારે 10મી નવેમ્બરે મહાગઠબંધન અને એનડીએના ભાવિનો ફેંસલો થશે.

    જોકે આ વખતે સૌની નજર ચિરાગ પાસવાન તરફ પણ છે, તેઓ શું કરી શકે છે, એમાં વિશ્લેષકોને પણ રસ છે.

    બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોની પેટાચૂંટણીની મતગણતરની તમામ અપડેટ અમે આપને 10 નવેમ્બરે, સવારે 8 વાગ્યાથી અહીં આપીશું.