બિહારમાં NDAને બહુમત, શું નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે?

એક-એક બેઠક માટે સંઘર્ષ, અનેક બેઠકો પર નજીવી સરસાઈથી જીત અને ગરબડના આરોપ.

લાઇવ કવરેજ

  1. એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનવા તરફ

    અત્યાર સુધીનાં વલણમાં એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર ભાજપ 61 બેઠકો પર આગળ છે અને જેડીયુ 51 બેઠકો પર.

    સામે પક્ષે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતાદળ પણ 61 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ 20 બેઠકો પર.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. બિહાર મતગણતરી સમયે નીતીશકુમારના પક્ષ જેડીયુની ઓફિસ બહાર કેવો છે માહોલ?

  3. ચૂંટણી પરિણામ સાથે આજે આઈપીએલની ફાઇનલ

    દિલ્હી ટીમ

    ઇમેજ સ્રોત, BCCI/IPL

    આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિન્સની ટીમ પાંચમી વાર ખિતાબ જીતવાના ઈરાદાથી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

    દિલ્હીની ટીમ પહેલી વાર સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ-13ની ફાઇનલમાં પહોંચી છે.

    દિલ્હીની ટીમ સામે મુંબઈની અનુભવી ટીમ છે.

    આ ફાઇનલ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

  4. બિહારમાં ચૂંટણીપંચ પ્રમાણે કોને કેટલી બેઠકો?

    ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે હાલ કુલ 217 બેઠકોનાં વલણો આવ્યાં છે. જેમાં ભાજપ બેઠકોના મામલામાં સૌથી આગળ છે.

    ભાજપ 59

    રાષ્ટ્રીય જનતાદળ (RJD) 57

    જનતાદળ યુનાઇટેડ (JDU) 49

    કૉંગ્રેસ 19

    મતગણતરી

    ઇમેજ સ્રોત, ECI

  5. તેજ પ્રતાપ યાદવ પાછળ

    આરજેડીના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવ હસનપુર બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. તેમની સામે જેડીયુના રાજ કુમાર રાય છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. બિહારમાં કાંટાની ટક્કર, તેજસ્વી, નીતીશકુમાર વચ્ચે બરાબરનો જંગ

    બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે આવી રહ્યું છે. તેમાં બંને મુખ્ય ગઠબંધનો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે બરાબરની ટક્કર દેખાઈ રહી છે.

    બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ
  7. બિહાર ચૂંટણી : તેજસ્વી નીતીશ કુમાર માટે મોટો પડકાર કઈ રીતે બન્યા?

    તેજસ્વી યાદવ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઍક્ઝિટ પોલના અનુમાનને આધારે વિપક્ષી નેતા તેજસ્વી યાદવને અભિનંદન આપી રહ્યા છે અને ભાજપ પર હુમલો કરી રહ્યા છે.

    જમ્મુ-કાશ્મીરની પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે બિહારમાં લોકો એ નિર્ણય લેવા જઈ રહ્યા છે, જે અમેરિકામાં ટ્રમ્પ સાથે થયું છે.

    મહેબૂબાએ કહ્યું કે તેઓ તેજસ્વીને અભિનંદન આપવા માગે છે કે તેઓએ રોટી, કપડાં અને મકાનને મુખ્ય ચૂંટણીમુદ્દો બનાવ્યો.

    26 વર્ષની વયે નાયબ મુખ્ય પ્રધાન બનનારા તેજસ્વી યાદવનું રાજકારણજાણો અહીં

  8. મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં શું છે સ્થિતિ?

    ભારતીય ચૂંટણીપંચ અનુસાર ભારતીય જનતા પાર્ટી છ સીટ પર આગળ છે અને કૉંગ્રેસ બે સીટ પર આગળ છે.

    મધ્ય પ્રદેશમાં પણ 28 બેઠક માટેની મતગણતરી ચાલી રહી છે.

    મધ્ય પ્રદેશની આ ચૂંટણીનાં પરિણામો રાજ્યમાં સરકાર પણ બદલી શકે છે તેવું માનવામાં આવે છે.

    જ્યોતિરાદિત્ય કૉંગ્રેસમાંથી ભાજપ ગયા પછી પહેલી વાર ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણી તેમની એક પરીક્ષા સમાન પણ માનવામાં આવે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. બિહારમાં મહાગઠબંધન આગળ, નીતીશકુમારના નેતૃત્વવાળું એનડીએ પાછળ

    બિહારમાં સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં અત્યાર સુધીમાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવના નેતૃત્વવાળું મહાગઠબંધન આગળ છે.

    હાલનાં વલણો પ્રમાણે મહાગઠબંધન બહુમતીથી પણ બે બેઠકો આગળ નીકળી ગયું છે.

    બિહાર વિધાનસભાની 243 બેઠકોમાં બહુમતી માટે 122 બેઠકોની જરૂર હોય છે.

    મતગણતરી
  10. તેજસ્વી યાદવના ઘરની બહારનો માહોલ

    તેજસ્વી યાદવના ઘરની બહારનો માહોલ
    તેજસ્વી યાદવના ઘરની બહારનો માહોલ
    તેજસ્વી યાદવના ઘરની બહારનો માહોલ
    તેજસ્વી યાદવના ઘરની બહારનો માહોલ
  11. ચૂંટણીપંચ પ્રમાણે બિહારની વિધાનસભાનું પરિણામ

    મતગણતરી
  12. ગુજરાતમાં વસતા બિહારીઓ બિહાર ચૂંટણી વિશે શું કહે છે?

  13. પટણામાં આરજેડીના નેતા તેજસ્વી યાદવની ઘરની બહાર સમર્થકો

    આજે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે અને તેજસ્વી યાદવના ઘરની બહાર સમર્થકો ઊભા રહી ગયા છે.

    તેજસ્વી યાદવ રાધોપુર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. બિહારમાં શરૂઆતના વલણમાં કોણ આગળ?

    બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં શરૂઆતનાં વલણો આવવાનાં શરૂ થઈ ગયાં છે. જેમાં આરજેડી અને કૉંગ્રેસનું મહાગઠબંધન શરૂઆતમાં આગળ ચાલી રહ્યું છે.

    મતગણતરી
  15. ગુજરાતમાં આઠ બેઠકોનાં પરિણામની જોવાતી રાહ

    ગુજરાતમાં પણ આજે આઠ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે.

    કોરોનાકાળમાં યોજાયેલી ચૂંટણી ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે પરીક્ષા સમાન છે.

    આ આઠેય બેઠકો અગાઉની ચૂંટણીમાં કૉંગ્રેસે જીતી હતી પણ રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યોએ રાજીનામાં આપતાં બેઠકો ખાલી પડી હતી.

    ધારી, મોરબી, અબડાસા, ગઢડા, કરજણ, લીમડી, ડાંગ અને કપરાડા પર ચૂંટણી યોજાઈ હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. તેજસ્વી યાદવની બેઠક પર નજર

    મતદારો

    ઇમેજ સ્રોત, Getty Images

    રાધોપુર વિધાનસભા ક્ષેત્ર વૈશાલી જિલ્લામાં છે. તેજસ્વી યાદવ અહીંથી બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.

    2015ની વિધાનસભામાં તેજસ્વી યાદવ અહીંથી જિત્યા હતા.

    અહીંથી તેજસ્વીના પિતા લાલુ પ્રસાદ યાદવ 1995 અને 2000માં ચૂંટણી જીત્યા હતા, તો માતા રાબડી દેવી અહીંથી 2005માં ધારાસભ્ય બન્યાં હતાં.

    2010માં રાબડી દેવી જેડીયુના સતીશ રાય સામે ચૂંટણી હારી ગયાં હતાં.

    આ વખતે સતીશ રાય ભાજપમાંથી અને તેજસ્વી યાદવને પડકાર આપી રહ્યા છે.

  17. કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડ્યું?

    મહાગઠબંધનમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડીએ 144 બેઠકો પર તથા કૉંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે ડાબેરી પક્ષોએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી.

    એનડીએમાં ભાજપના ભાગે 122 બેઠકો પર તથા જેડીયુના ભાગે 121 હતી. જેમાંથી ભાજપે 11 બેઠકો વિકાસશીલ ઇન્સાન પાર્ટીને તથા જેડીયુએ 7 બેઠકો 'હમ'ને આપી હતી.

    મતગણતરી

    ઇમેજ સ્રોત, ANI

  18. મતગણતરી શરૂ, નીતીશ રહેશે કે તેજસ્વી મારશે બાજી? આજે ફેંસલો

    બિહાર વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે. જેમાં કોઈ પણ પક્ષને સરકાર બનાવવા માટે 122 બેઠકોની જરૂર પડે છે.

    હાલની વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

    બિહારના 38 જિલ્લામાં કુલ 55 મતગણતરીકેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. ચાર જિલ્લામાં ત્રણ-ત્રણ મતગણતરીકેન્દ્રો બનાવવામાં આવ્યાં છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. ચૂંટણી પરિણામ પહેલાં ઍક્ઝિટ પોલ શું કહે છે?

    પરિણામ પહેલાં કેટલીક ચેનલો અને રિસર્ચ એજન્સીઓએ ઍક્ઝિટ પોલ કરાવ્યા હતા. જેમાં કોઈ એક પક્ષ કે ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળતી દેખાતી નથી. એ પણ જણાવી દઈએ કે બીબીસી આવા કોઈ ઍક્ઝિટ પોલ કરાવતી નથી.

    • એબીપી ન્યૂઝ-સી વોટર – એનડીએને 104-128 બેઠકો, મહાગઠબંધનને 108-131 બેઠકો અને લોજપા 1-3 બેઠકો.
    • ટાઇમ્સ નાઉ-સી વોટર – એનડીએને 116 બેઠકો, મહાગઠબંધનને 120 બેઠકો અને લોજપાને 1 બેઠક.
    • રિપબ્લિક-જન કી બાત – એનડીએને 91-117 બેઠકો, મહાગઠબંધનને 118-138 અને લોજપાને 5-8 બેઠકો.
    • ટીવી-9 ભારતવર્ષ –એનડીએને 110-120 બેઠકો, મહાગઠબંધનને 115-125 અને 115-125 અને લોજપાને 3-5 બેઠકો.
    • આજતક- એક્સિસ માય ઇન્ડિયા – એનડીએને69-91 બેઠકો અને મહાગઠબંધનને 139-161 બેઠકો.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. બિહારમાં ત્રણ તબક્કામાં થયું હતું મતદાન

    બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 28 ઑક્ટોબરના રોજ 71 બેઠકો પર, બીજા તબક્કામાં 3 નવેમ્બરના રોજ 94 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ 78 બેઠકો પર મતદાન થયું હતું.