બિહારમાં NDAને બહુમત, શું નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે?

એક-એક બેઠક માટે સંઘર્ષ, અનેક બેઠકો પર નજીવી સરસાઈથી જીત અને ગરબડના આરોપ.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ગુજરાતમાં ભાજપનો આઠેય બેઠકો પર વિજય

    ભાજપના મુખ્યાલય કમલમ ખાતે નેતાઓ

    ગુજરાતમાં 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.

    અબડાસામાં ભાજપના પ્રદ્યુમ્નસિંહે કૉંગ્રેસના ડૉ. શાંતિલાલ સેંઘાણીને હરાવ્યા છે. પ્રદ્યુમને સિહે સેંઘાણીને 36778 મતોથી પરાજય આપ્યો છે.

    મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજાએ કૉગ્રેસના જયંતી પટેલને 4,649 મતોથી હરાવ્યા છે.

    ધારીમાં ભાજપના જે.વી. કાકડિયાએ કૉંગ્રેસના સુરેશ કોટડિયાને 17,209 મતોથી હરાવ્યા છે.

    કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલે કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજાને 16,425 મતોથી હરાવ્યા છે.

    ડાંગ બેઠક પરથી ભાજપના વિજય પટેલે કૉંગ્રેસના સૂર્યકાન્ત ગાવીતને 60,095 મતોથી હરાવ્યા છે.

    કપરાડામાં જિતુ ચૌધરીએ કૉંગ્રેસના બાબુ પટેલને 47,066 મતોથી હરાવ્યા છે.

    ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમારે કૉંગ્રેસના મોહન સોલંકીને હરાવ્યા છે.

  2. ગુજરાતમાં આઠેય બેઠક પર ભાજપનો ભગવો, કૉંગ્રેસનો ધબડકો

  3. બ્રેકિંગ, મહાગઠબંધન અને એનડીએ વચ્ચે બેઠકોનું અંતર ઘટ્યું

    બિહાર પરિણામો જેમ જેમ અંતિમ તબક્કામાં જઈ રહ્યાં છે તેમ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. હાલ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે બેઠકોનું અંતર ઘટી રહ્યું છે.

    હાલ એનડીએ 119 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 116 બેઠકો પર આગળ છે.

    બિહાર પરિણામ

    ઇમેજ સ્રોત, Getty Images

  4. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર, બેઠકોનું અંતર ઘટ્યું

    બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. સવારના સમયમાં મહાગઠબંધન આગળ હતું. જે બાદ એનડીએ આગળ નીકળ્યું હતું. એક સમયે એનડીએ વલણોમાં 131 બેઠકો પર આગળ હતું.

    હવે એનડીએ 121 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 114 બેઠકો પર આગળ છે. એટલે કે એનડીએ બહુમતથી એક બેઠક પાછળ જતું રહ્યું છે. જ્યારે અન્ય 8 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

    બિહાર ચૂંટણી પરિણામ
  5. એનડીએ આગળ પરંતુ ભાજપ કરતાં આરજેડીને વધારે બેઠકો પર સરસાઈ

    તેજસ્વી યાદવ

    ઇમેજ સ્રોત, Getty Images

    ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી રહેલાં વલણો પ્રમાણે એનડીએ ગઠબંધને 9 બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે 114 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

    જ્યારે મહાગઠબંધને 3 બેઠકો પર જીત મેળવી લીધી છે અને 109 બેઠકો પર આગળ ચાલી રહી છે.

    જો માત્ર પક્ષોની જ વાત કરીએ તો ભાજપ 67 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે આરજેડી 72 પર આગળ ચાલી રહી છે.

  6. બિહાર : વલણોમાં એનડીએ આગળ, જેડીયુ કાર્યકર્તાઓની ઉજવણી

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ હાલ આગળ ચાલી રહ્યો છે, ત્યારે પટણામાં જેડીયુ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનો શરૂ કર્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. ઔવેસીથી દૂર રહેવું : કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી

    બિહાર ચૂંટણીના વલણમાં ભાજપ આગળ જોવા મળી રહ્યો છે, ત્યારે કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે આનું કારણ ભાજપે અસદુદ્દીન ઓવૈસીનો ઉપયોગ કર્યો તે છે અને બધી સેક્યુલર પાર્ટીઓએ ઓવૈસી સાહેબથી દૂર રહેવું જોઈએ.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. ગુજરાત પેટાચૂંટણીના પરિણામ બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  9. ભાજપ, જેડીયુ, આરજેડીએ 2-2 બેઠકો જીતી

    બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં અત્યારસુધી 8 બેઠકોનાં પરિણામ આવ્યાં છે. આ 8 બેઠકોમાં 2-2 બેઠકો ભાજપ, જેડીયુ અને આરજેડીએ જીતી છે. જ્યારે કૉંગ્રેસ અને વીઆઈપી પાર્ટીએ 1-1 બેઠકો જીતી છે.

    ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવી રહેલાં પરિણામો મુજબ એનડીએ ગઠબંધન હાલ આગળ છે. જ્યારે એઆઈએમઆઈએમ ચાર બેઠકો જ્યારે બહુજન સમાજ પક્ષ બે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

    બિહાર ચૂંટણી પરિણામ

    ઇમેજ સ્રોત, Getty Images

  10. બિહારમાં કોણ આગળ કોણ પાછળ?

    બિહાર મતગણતરી
  11. IPL : પરિણામો વચ્ચે આજે આપીએલની ફાઇનલ મૅચ

    ભારતમાં ચૂંટણી પરિણામના માહોલ વચ્ચે યુનાઇટેડ આરબ અમિરાતમાં આજે આપીએલની ફાઇનલ મૅચ રમાવાની છે. મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ વચ્ચે ભારતીય સમય મુજબ સાંજના 7-30 વાગ્યે મૅચ શરૂ થશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ગુજરાત પેટાચૂંટણીમાં જીત મામલે વિજય રૂપાણી શું બોલ્યા?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપે અત્યારસુધી મોરબી, કરજણ અને અબડાસા બેઠકો જીતી લીધી છે. જ્યારે બાકીની પાંચ બેઠકો પર ભાજપ આગળ છે. પેટાચૂંટણી સંદર્ભે બીબીસી ગુજરાતી સંવાદદાતા અને શૂટ-એડિટ પવન જયસ્વાલે વિજય રૂપાણી સાથે વાત કરી હતી.

  13. બિહાર : વલણો એનડીએ તરફી પરંતુ આરજેડીનો દાવો મહાગઠબંધન સરકાર બનાવશે

    ચૂંટણીપંચ મુજબ બિહારમાં હાલ એનડીએ આગળ છે અને મહાગઠબંધન પાછળ છે. પરંતુ આ તમામની વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ દાવો કર્યો છે કે રાજ્યમાં તેમની સરકાર બનશે.

    આરજેડીએ ટ્વીટ કરીને કહ્યું કે મોડી રાત સુધી મતગણતરી થશે, તમામ જિલ્લાઓમાંથી મળતી સૂચના તેમના પક્ષમાં છે. મહાગઠબંધનની જ સરકાર બનશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. બ્રેકિંગ, ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે આઠમાંથી ત્રણ બેઠકો જીતી

    મોરબી બેઠક પરથી વિજેતા થનારા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા

    ઇમેજ સ્રોત, Rajesh Ambliya

    ઇમેજ કૅપ્શન, મોરબી બેઠક પરથી વિજેતા થનારા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા

    મોરબી બેઠક પરથી ભાજપના બ્રિજેશ મેરજાનો વિજય થયો છે. ભારતીય ચૂંટણીપંચ અનુસાર, બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસના જયંતીલાલ પટેલને 4649 મતથી હરાવ્યા છે.

    બ્રિજેશ મેરજા અગાઉ પણ મોરબીથી કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને હવે ભાજપમાંથી પણ ચૂંટાયા છે.

    વડોદરાની કરજણ બેઠક પરથી પણ ભાજપના અક્ષય પટેલનો વિજય થયો છે. ભાજપના અક્ષય પટેલે કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજાને 16425 મતથી હરાવ્યા છે.

    ભારતીય ચૂંટણીપંચ અનુસાર અબડાસા બેઠક પરથી ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો વિજય થયો છે.

    જાડેજાએ કૉંગ્રેસના શાંતિલાલ સેંઘાણીને 36778 મતથી હરાવ્યા છે.

    પ્રદ્યુમ્નસિંહ જાડેજા અગાઉ કૉંગ્રેસમાંથી આ બેઠક પર ચૂંટણી જીત્યા હતા અને આ વખતે ભાજપે અબડાસાના ઉમેદવાર બનાવ્યા હતા.

  15. બ્રેકિંગ, બિહાર ચૂંટણીમાં આરજેડીએ દરભંગા જીતી

    બિહાર ચૂંટણીમાં પહેલી બેઠકનું પરિણામ આવ્યું છે.

    ભારતીય ચૂંટણીપંચ અનુસાર, દરભંગા ગ્રામીણ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળના લલિતકુમાર યાદવે જનતાદળ (યૂનાઇટેડ)ના ફરાઝ ફાતમીને 2141 મતથી હરાવ્યા છે.

    લલિતકુમાર યાદવને 64929 (41.26 ટકા) મત મળ્યા છે અને ફરાઝને 62788 (39.9 ટકા) મત મળ્યા છે.

    જ્યારે અહીં ત્રીજા નંબરે 17605 મત સાથે લોક જનશક્તિ પાર્ટીના પ્રદીપકુમાર ઠાકુર આવ્યા છે.

    2015માં લલિતકુમાર યાદવ 34491 મતથી જીત્યા હતા.

    તેજસ્વી યાદવ

    ઇમેજ સ્રોત, Getty Images

  16. બ્રેકિંગ, અબડાસામાં ભાજપનો વિજય, જાડેજાએ ખાતું ખોલાવ્યું

    ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા

    ઇમેજ સ્રોત, prashant gupta

    ઇમેજ કૅપ્શન, ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા

    ચૂંટણીપંચ પ્રમાણે ગુજરાતમાં આઠ બેઠકમાંથી એક બેઠકનું પરિણામ જાહેર થયું છે. ભારતીય ચૂંટણીપંચ અનુસાર અબડાસા બેઠક પરથી ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો વિજય થયો છે.

    જાડેજાએ કૉંગ્રેસના શાંતિલાલ સેંઘાણીને 36778 મતથી હરાવ્યા છે. પ્રદ્યુમ્નસિંહ જાડેજા અગાઉ કૉંગ્રેસમાંથી આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને ભાજપે અબડાસાના ઉમેદવાર બનાવ્યા હતા.

    ત્યારે હવે તેઓ ભાજપમાંથી પણ અહીંથી ચૂંટણી જીત્યા છે.

  17. નીતીશકુમાર : બિહારના રાજકારણના એવા ખેલાડી જે પીચ પર ટકી રહેવાના મહારથી છે

  18. ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. બિહારના મોટા નેતાઓ ક્યાં આગળ ક્યાં પાછળ?

    તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ

    ઇમેજ સ્રોત, Getty Images

    બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામનાં આવી રહેલાં વલણોમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવ રાધોપુર અને તેમના મોટાભાઈ તેજ પ્રતાપ યાદવ હસનપુરથી આગે ચાલી રહ્યા છે.

    આરજેડીના ઉમેદવાર અનંતસિંહ અને હમના ઉમેદવાર જીતન રામ માંઝી પણ પોતાની બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિંહા બંકીપુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

    જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવની પુત્રી અને કૉંગ્રેસની ઉમેદવાર સુભાષિની શરદ યાદવ બિહારીગંજ બેઠક પરથી પાછળ ચાલી રહી છે.

  20. મધ્ય પ્રદેશમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી

    મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી.

    ઇન્દોરમાં પાર્ટીના કાર્યાલય બહાર કાર્યકરોએ ઢોલના તાલે જશ્ન મનાવ્યો હતો.

    મધ્ય પ્રદેશમાં 28 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી અને હાલ તેની મતગણતરી ચાલી રહી છે.

    ભારતીય ચૂંટણીપંચ અનુસાર અત્યાર સુધીમાં ભાજપ 20 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક અને બસપા એક બેઠક પર આગળ છે.