સવારે આઠ વાગ્યાથી શરૂ થશે મતગણતરી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તમામ ઉમેદવારોનું ભાવિ હાલ ઇવીએમમમાં બંધ છે.
આજે સવારે આઠ વાગ્યાથી અહીં મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં જાણ થઈ જશે કે આ વખતે બિહારમાં સરકાર કોણ બનાવશે.
બિહાર ભારતનું એવું પ્રથમ રાજ્ય છે જ્યાં કોરોના મહામારીની વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
અહીં નીતીશકુમારના નેતૃત્વમાં છેલ્લાં 15 વર્ષથી ચાલતી સરકારને પડકાર આપવા વિપક્ષોનું મહાગઠબંધન ચૂંટણીમેદાનમાં છે. એટલું જ નહીં કેટલાંક બીજાં ગઠબંધનો પણ આ વખતે પોતાનું ભાવિ અજમાવી રહ્યાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણીપ્રચાર અભિયાન સાત સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને લગભગ બે મહિના એટલે કે પાંચ નવેમ્બર સુધી ચાલ્યું.