બ્રેકિંગ, ગુજરાતમાં ભાજપનો આઠેય બેઠકો પર વિજય
ગુજરાતમાં 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.
અબડાસામાં ભાજપના પ્રદ્યુમ્નસિંહે કૉંગ્રેસના ડૉ. શાંતિલાલ સેંઘાણીને હરાવ્યા છે. પ્રદ્યુમને સિહે સેંઘાણીને 36778 મતોથી પરાજય આપ્યો છે.
મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજાએ કૉગ્રેસના જયંતી પટેલને 4,649 મતોથી હરાવ્યા છે.
ધારીમાં ભાજપના જે.વી. કાકડિયાએ કૉંગ્રેસના સુરેશ કોટડિયાને 17,209 મતોથી હરાવ્યા છે.
કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલે કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજાને 16,425 મતોથી હરાવ્યા છે.
ડાંગ બેઠક પરથી ભાજપના વિજય પટેલે કૉંગ્રેસના સૂર્યકાન્ત ગાવીતને 60,095 મતોથી હરાવ્યા છે.
કપરાડામાં જિતુ ચૌધરીએ કૉંગ્રેસના બાબુ પટેલને 47,066 મતોથી હરાવ્યા છે.
ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમારે કૉંગ્રેસના મોહન સોલંકીને હરાવ્યા છે.