બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
છત્રપતિ શિવાજીએ શું સૌપ્રથમ હિન્દુત્વની વોટબૅંક બનાવી હતી?
જૂનાગઢના શિવરાત્રિના મેળામાં આવેલાં વિદેશી સાધ્વી કોણ છે?
શિવલિંગની હિન્દુ ઉપરાંત બીજા કયા ધર્મોમાં પૂજા થાય છે?
પક્ષનું ચિહ્ન છિનવાઈ જતાં બોલ્યા ઉદ્ધવ ઠાકરે– શિંદેએ ચોરી લીધાં ધનુષબાણ

ઇમેજ સ્રોત, FACEBOOK/UDDHAVTHACKREY
એકનાથ શિંદે જૂથને શિવસેનાનો આધિકારીક દરજ્જો મળતાં ઉદ્ધવ ઠાકરે માત્ર ચૂંટણીપંચ જ નહીં, એકનાથ શિંદે જૂથ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું,"પક્ષો કોનો છે, કોની સાથે જશે, એ બધું જો ચૂંટાઈને આવેલા ધારાસભ્યોની સંખ્યા પર જ નક્કી થાય તો પછી પાર્ટી સંગઠનનો અર્થ શો રહેશે?"
તેમણે એવું પણ કહ્યું, "કેટલાક લોકો માટે રાજમાન્યતા મેળવવી મોટી વાત હશે પણ ચોર તો ચોર જ રહે છે."
ચૂંટણીપંચે કહ્યું – શિંદે જૂથ જ આધિકારિક શિવસેના
આ પહેલાં ભારતીય ચૂંટણીપંચે એકનાથ શિંદે જૂથને આધિકારિક શિવસેનાના રૂપે માન્યતા આપી. જૂથને પક્ષના આધિકારિક ચૂંટણીચિહ્ન તરીકે ‘ધનુષ અને તીર’ તથા ‘શિવસેના’ના નામનો ઉપયોગ કરવાની મંજૂરી પણ મળી છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ નિર્ણયને સત્યનો વિજય ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું, "ચૂંટણીપંચનો આભાર. આ સત્યનો વિજય છે. અમારા વિચારો સાથે લોકો જોડાયેલા છે. આ બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના વિચારોનો વિજય છે."
અરશદ મદનીના નિવેદન પર કેમ ગુસ્સે થઈને જૈન મુનિએ સ્ટેજ છોડી દીધું?
ખાલિસ્તાનને કારણે ઑસ્ટ્રેલિયામાં હિંદુઓ અને શીખો વચ્ચે અંતર આવ્યું?
પાકિસ્તાની હિન્દુઓને હરિદ્વારમાં સ્વજનોના અસ્થિ વિસર્જનમાં કેવી મુશ્કેલી પડે છે?
આસારામને જેના માટે આજીવન કેદની સજા થઈ તે સુરતની સેવિકાનો દુષ્કર્મ કેસ શું છે?
નાથુરામ ગોડસેએ ગાંધીની હત્યા પહેલાં આરએસએસ સાથે છેડો ફાડી નાખ્યો હતો?
પોલીસ અધિકારીઓએ કહ્યું, દેશમાં કટ્ટરપંથી વધારી રહ્યા છે કેટલાક હિન્દુ સંગઠન

ઇમેજ સ્રોત, GETTY IMAGES
દિલ્હીમાં ગયા અઠવાડિયે યોજાયેલા અખિલ ભારતીય પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષક સંમેલનમાં કેટલાક પોલીસ અધિકારીઓએ દેશમાં વધી રહેલી કટ્ટરપંથીમાં ઇસ્લામી સંગઠનોની સાથે-સાથે હિન્દુ સંગઠનોની ભૂમિકાને રેખાંકિત કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ માહિતી આ બેઠકમાં સામેલ થયેલા અધિકારીઓ તરફથી આપવામાં આવેલા દસ્તાવેજોમાંથી મળી આવી છે.
આ દસ્તાવેજ થોડા સમય માટે સંમેલનની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ ગયા બુધવારે તેને હટાવી દેવામાં આવ્યા હતા.
20થી 22 જાન્યુઆરી સુધી ચાલેલા આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
તેમાંથી એક દસ્તાવેજમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોને કટ્ટરપંથી સંગઠન ગણાવવામાં આવ્યા છે.
અન્ય એક દસ્તાવેજમાં કહ્યું છે કે, બાબરી મસ્જિદ વિધ્વંસ, હિન્દુ રાષ્ટ્રવાદમાં વધારો, ગૌમાસને લઈને થતી હત્યાઓ અને ઘર વાપસી આંદોલન વગેરે યુવાનોને કટ્ટર બનાવવા માટે બ્રીડિંગ ગ્રાઉન્ડના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે.
ઘણા અધિકારીઓનું એ પણ માનવું છે કે, મુસલમાનોને કટ્ટર બનવાથી રોકવા માટે રાજ વ્યવસ્થામાં તેઓને વધારે પ્રતિનિધત્વ આપવાની સાથે-સાથે આરક્ષણ આપવું જોઈએ.
ઑસ્ટ્રેલિયાઃ પખવાડિયામાં ત્રણ મંદિરને નિશાન શા માટે બનાવવામાં આવ્યાં?
મહેમદાબાદના સોજાલી ગામે રોજા-રોજીના મકબરા પાસે મૂર્તિની પ્રતિષ્ઠાનો વિવાદ શું છે?
'ફેક ન્યૂઝ' સામેના સરકારના પ્રસ્તાવ પર એનબીડીએને શું વાંધો છે?
ખેડામાં નવરાત્રીમાં મુસ્લિમ યુવાનોને બાંધીને મારવાના મામલે હાઈકોર્ટે પોલીસને શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, ઉંઢેલા ગામ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર,ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીમાં ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ તણાવભરી સ્થિતિ હતી.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી આ અંગે ખુલાસો માગ્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારી અને 13 પોલીસકર્મીઓ કેટલાક પુરુષોને જાહેરમાં બાંધીને મારવામાં કથિત રીતે સામેલ હતા, તેમને કોર્ટે સ્પષ્ટીકરણ માટે હાજર થવા કહ્યું હતું, પણ તેનો કોર્ટને કોઈ જવાબ મળ્યો ન હતો.
ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક તરફથી ઍફિડેવિટ જમા કરાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ સમય માગ્યો હતો. કોર્ટે 30 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.
આ અંગે પીડિત અરજદારોના વકીલ આઈ. એચ. સૈયદે કોર્ટને જણાવ્યું હતું કે, “આ ઘટનામાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશનો પણ અનાદાર થયો છે, જેમાં કહેવાયું છે કે કસ્ટડીમાં આરોપીઓને કઈ રીતે રાખવા?”
તેમનું કહેવું છે કે અનેક સ્તરે રજૂઆત કરાઈ હોવા છતાં માતર પોલીસસ્ટેશનના એક પણ પોલીસકર્મીની બદલી કરાઈ નહોતી અને તેઓ સતત પીડિતોના સંપર્કમાં હતા.
અરજદારોએ કહ્યું હતું કે, “પોલીસે લોકોને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખીને મારપીટ કરી અને કોર્ટની અવગણના કરી છે, તેથી રાજ્ય સરકારને તેમનો બચાવ કરવાનો કોઈ અધિકાર નથી.”
કોર્ટે કહ્યું છે કે નોટિસ આપવા છતાં 13 પોલીસકર્મીમાંથી એક પણ ત્યાં હાજર રહ્યા ન હતા.
કોર્ટે કહ્યું છે કે, “આગામી સુનાવણીમાં આ પોલીસકર્મીઓ પોતે હાજર રહે અથવા તેમના વકીલને મોકલે.”
પીડિતોએ આ ઘટના સંદર્ભે વળતર ચૂકવવાની પણ માગ કરી છે.
નેપાળમાં ધર્માંતરણ ગેરકાયદે હોવા છતાં મિશનરીઓ કરી રહ્યા છે ખ્રિસ્તી ધર્મનો પ્રસાર
બીજી વનડેમાં પણ શ્રીલંકા પર ભારે પડ્યું ભારત, ચાર વિકેટે નોંધાવ્યો વિજય
1 જાન્યુઆરી, 2024 સુધીમાં રામમંદિર તૈયાર થઈ જશે: અમિત શાહ
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્રિપુરાના સબરૂમમાં જન વિશ્વાસ યાત્રા દરમિયાન પોતાના ભાષણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામમંદિર બનીને તૈયાર થવા અંગેની તારીખ જણાવી હતી.
તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, "જ્યારથી બાબર તોડીને ગયો અને દેશ આઝાદ થયો ત્યારથી કૉંગ્રેસ રામમંદિરના મુદ્દાને વિવિધ કોર્ટમાં ફેરવી રહી હતી."
"મોદીજી સત્તામાં આવ્યા ત્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો અને તે "જ દિવસે તેમણે રામમંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, "2019માં હું પાર્ટી(ભાજપ)નો અધ્યક્ષ હતો અને રાહુલબાબા તેમની પાર્ટીના અધ્યક્ષ હતા. ત્યારે તેઓ ઘણી વખત કહેતા હતા કે 'મંદિર બનાયેંગે પર તારીખ નહીં બનાયેંગે'"
"તો આજે રાહુલબાબા કાન ખોલીને સાંભળી લે કે 1 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં ગગનચુંબી રામમંદિર તૈયાર હશે."
ગુજરાતમાં જૈનોને રસ્તા પર કેમ ઊતરવું પડ્યું અને એમની માગો શી છે?
રામમંદિર ટ્રસ્ટના સચિવ અને VHPના ચંપત રાયે રાહુલ ગાંધીનાં વખાણ કરતા શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER/CHAMPAT RAI
રામમંદિર ટ્રસ્ટના સચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાયે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રાનાં વખાણ કર્યાં છે.
ચંપત રાયે કહ્યું કે "તેઓ ખરાબ હવામાનમાં ચાલી રહ્યા છે, તેમની સરાહના થવી જોઈએ. મારે કહેવું જોઈએ કે હર કોઈએ દેશની યાત્રા કરવી જોઈએ."
અગાઉ રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને "દેશને જોડનારા તેમના પ્રયાસો" માટે આશીર્વાદ આપ્યા હતા.
સત્યેન્દ્ર દાવે તેમના પત્રમાં લખ્યું હતું, "હું આશા રાખું છે અને પ્રાર્થના કરું છું કે તમે જે મિશનમાં લાગ્યા છે, તેમાં તમને સફળતા મળે. હું તમને દીઘાર્યુના આશીર્વાદ પણ આપું છું."
હવે ચંપત રાયે મંગળવારે કહ્યું, "હું એ નવયુવાનને ધન્યવાદ આપું છું, જે આખા દેશની યાત્રા કરી રહ્યો છે. હું તેનાં વખાણ કરું છું, તેમાં કશું ખોટું નથી."
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશી ચૂકી છે. ચંપત રાયે ભારત જોડો યાત્રા સંબંધિત સવાલ પર મીડિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "હું આરએસએસનો કાર્યકર છું અને ભારત જોડો યાત્રાનો ક્યારેય વિરોધ નથી કર્યો."
"દરેકે દેશની યાત્રા કરવી જોઈએ. હું ભગવાન રામને તેમને (રાહુલ ગાંધી) આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરું છું, જેથી દેશમાં એકતા, સદભાવ અને મજબૂતી કાયમ રહે."
