શંકરસિંહ વાઘેલા સાથે બીબીસીની વાતચીત
બાબરી વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર, આ અંગે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાની શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
બાબરી વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર, આ અંગે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાની શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત
બાબરી મસ્જિદ કેસમાં વિશેષ અદાલતે આપેલો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિપરીત છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના ગેરકાયદે હતી. વિશેષ અદાલતનો નિર્ણય એનાથી વિપરીત છે અને બંધારણીય મૂલ્યોથી પણ વિપરીત છે.
રણદીપસિંહ સુરજેવાલાએ ભાજપ અને આરએસએસ પર ભાગલાવાદી રાજનીતિ કરવાનો અને સત્તા માટે દેશની એકતાને ખંડિત કરવાનો આરોપ મૂક્યો.
રામજન્મભૂમિ આંદોલન હેઠળ દેશમાં હિંદુઓને સંગઠીત કરવાના પ્રયાસ દાયકાઓ સુધી થતા રહ્યા.
વર્ષ 1992માં બાબરી મસ્જીદનો વિધ્વંસ પણ તેનું જ પરિણામ હતું. આંદોલનમાં આગલી હરોળમાં પુરુષો હતા પરંતુ મહિલાઓની ભાગીદારી હતી. આંદોલનમાંથી એવા નેતાઓ સામે આવ્યા જેમણે ભારતના રાજકારણની સકલ બદલી દીધી. બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો આ અહેવાલ એ મહિલાઓની નજરે જેમણે આ આંદોલનમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે.
આરએસએસે ટ્વીટ કર્યું, "સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા વિવાદાસ્પદ ઢાંચાના વિધ્વંસ મામલે આરોપિત તમામ દોષિતોને સસન્માન નિર્દોષ જાહેર કરવાના નિર્ણયનું રાષ્ટ્રીય સ્વયંસેકવ સંઘ સ્વાગત કરે છે."
અયોધ્યાના રામકોટ વિસ્તારમાં લગભગ પાંચસો વર્ષ પહેલા 1528થી 1530 વચ્ચે મોઘલ બાદશાહ બાબરના આદેશ પર તેમના સુબા મીર બાકીએ બાબરી મસ્જીદ બનાવી હતી. પરંતુ ઇતિહાસમાં એવા કોઈ રૅકૉર્ડ નથી જ્યાં એ લખેલુ હોય કે બાબરે આ જમીન કેવી રીતે મેળવી હતી.
મતલબ કે આર્કિયોલોજીકલ રિપોર્ટમાં પણ મસ્જિદ પહેલાં અહીં શું હતુ, મંદિર હતું કે નહીં એના કોઈ પુરાવા નથી.
પહેલા મોઘલ પછી બ્રિટિશર અને ત્યારબાદ વક્ફ મારફતે બાબરી મસ્જિદને સંભાળવામાં આવી.
જાણો 490 વર્ષોમાં અયોધ્યામાં શુંશું બન્યુ અને કઈ રીતે આ વિવાદ એક રાજકીય મુદ્દો બની ગયો
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના મહાસચિવ સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા ચુકાદાને મજાક ગણાવ્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, "આ ન્યાયની મશ્કરી છે. બાબરી મસ્જિદના વિધ્વંસનો ગુનાહિત આરોપ જે લોકો પર લાગ્યો હતો એ તમામ નિર્દોષ જાહેર થયા.""એક મસ્જિદ એની મેળે જ પડી ગઈ? એ વખતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના વડપણવાળી બંધારણીય પીઠે આને કાયદાનું ‘ભયંકર’ ઉલ્લંઘન ગણાવ્યું હતું. હવે આ નિર્ણય! શરમજનક."
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.
જેમાં લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 32 દોષીઓ હતાં.
ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.
ત્યારે આ વીડિયો મારફતે સમજો કે કોર્ટે આ માટે કયાં કારણો આપ્યાં?
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ચુકાદા પર પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું, "સત્યમેવજયતે! સીબીઆઈની વિશેષ કોર્ટેના નિર્ણયનું સ્વાગત છે.""તત્કાલિન કૉંગ્રેસ સરકાર દ્વારા રાજકીય પૂર્વાગ્રહથી ગ્રસિત થઈને પૂજ્ય સંતો, નેતાઓ, વિહિપના પદાધિકારીઓ, સમાજસેવકોને ખોટા કેસમાં ફસાવીને બદનામ કરાયા.""આ ષડયંત્ર બદલ તેમણે જનતા સમક્ષ માફી માગવી જોઈએ."
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બીબીસીને કહ્યું, "આ નિર્ણયથી એ જ માનવામાં આવશે કે ન્યાયતંત્રમાં ન્યાય નથી થતો બસ એક ભ્રમ રહે છે કે ન્યાય કરાશે."
તેમણે કહ્યુ કે આવું થવાનું સંભવિત હતું કેમ કે વિધ્વંસના કેસમાં ચુકાદો આવે એ પહેલાં જ જમીનના માલિકીહક પર નિર્ણય આપી દેવાયો હતો, એ પણ એ પક્ષની તરફેણમાં જે મસ્જિદ તોડી પાડવાનો આરોપી હતો.
પ્રશાંત ભૂષણના મતે આનાથી મુસલમાન સમુદાયમાં દ્વેષ વધશે કેમ કે કોઈ પણ નિર્ણય તેને પોતાના હકમાં નહીં લાગે. તેમણે એ પણ કહ્યું, "મુસલમાન સમુદાયને બીજા દરજ્જાના નાગરિકો બનાવવામાં આવી રહ્યો છે. તેમની સામે આ સમયે વધુ મોટા પડાકારો ઊભા છે, જેમજેમ હિંદુ રાષ્ટ્રના નિર્મણના પ્રયાસો થઈ રહ્યા છે."
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું, "ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. બહુ જ ખુશીનો દિવસ છે."
"આ સિદ્ધ કરે છે કે અયોધ્યામાં છ ડિસેમ્બરે જે કંઈ પણ ઘટ્યું એ અચાનક થયું હતું. કોઈ ષડ્યંત્ર નહોતું."
ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે ચુકાદા અંગે ટ્વીટ કરતાં લખ્યું, "ફરી એક વાર સત્યનો વિજય થયો છે. ભારતીય ન્યાયપ્રણાલીને વંદન. જય શ્રીરામ."
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં નિર્દોષ જાહેર થયા બાદ સાધ્વી ઋતંભરાએ કહ્યું, "ધર્મના કામમાં મોટા પડકારો આવે છે પણ ઇશ્વર સત્ય સાથે હોય છે.""ન્યાય થયો છે. અમને આનંદ છે કે કોર્ટે ધર્મના કાર્યને યોગ્ય ગણ્યું છે. આરોપના કલંકથી મુક્ત થઈ ગયાં."
બાબરી મસ્જિદ વિધ્વંસના કેસમાંથી નિર્દોષ જાહેર થતાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "રામમંદિરનું નિર્માણ દેશના મહત્ત્વપૂર્ણ આંદોલનના રૂપે સામે આવ્યું હતું અને તેનો ઉદ્દેશ દેશની અસ્મિતા અને મર્યાદાને સામે રાખવાનો હતો."
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લખનૌની વિસેષ સીબીઆઈ અદાલતના ચુકાદાને વધાવતાં ટ્વીટ કર્યું હતું.
ટ્વીટમાં તેમણે લખ્યું, "બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કલ્યાણ સિંહ, ડૉ. મુરલી મનોહર જોશી, ઉમાજી સહિત 32 લોકો કોઈ પણ ષડયંત્રમાં સામેલ નહોતાં એ નિર્ણયને હું આવકારું છું. આ નિર્ણયથી સાબિત થયું કે મોડેથી જ ભલે પણ ન્યાયનો જીત થઈ છે."
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લાલ કૃષ્ણ અડવાણીના વકીલ વિમલ શ્રીવાસ્તવે ચુકાદા બાદ કહ્યું, "તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવાયા છે. પુરાવા એટલા નહોતા કે તેમને આરોપી સાબિત કરી શકાય."
અયોધ્યા જન્મભૂમિ આંદોલનના પક્ષકાર રહેલા હાશિમ અંસારીના પુત્ર ઇકબાલ અંસારી કહ્યું, "અમે કાયદાનું પાલન કરનારા મુસલમાન છીએ. સારું છે, જો કોર્ટે નિર્દોષ જાહેર કર્યા તો સારું છે. બહુ લાંબા સમયથી અટકેલો મામલો હતો, ખતમ થઈ ગયો. સારું થયું. આ ઠીક છે. અમે તો ઇચ્છિતા હતા કે પહેલાં જ આનો ચુકાદો આવે."
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ(AIMPLB)ના વકીલ ઝફરયાબ જિલાનીએ આ ચુકાદા બાદ જણાવ્યું કે કોર્ટે રજૂ કરાયેલા તમામ પુરાઓને અવગણ્યા હતા અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
તેમણે આ મામલે હાઈકોર્ટમાં જવાનું પણ જણાવ્યું છે.
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.
જેમાં લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ હતાં.
ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌમાં સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા આજે ચુકાદો અપાઈ રહ્યો છે. જેને પગલે જૂની હાઈકોર્ટની ઇમારત ફરતે ભારે સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. કોર્ટની ઇમારત તરફ આવતા તમામ રસ્તાઓ પર પોલીસે બૅરિકેડ મૂક્યાં છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવાયો છે. પત્રકારોને પણ કોર્ટની ઇમારતમાં પ્રવેશવાની મંજૂરી નથી અપાઈ.