You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. 6 ડિસેમ્બર : જ્યારે બાબરી ધ્વંસના એક દિવસ પહેલાં 'રિહર્સલ' થયું

    ઉત્તર પ્રદેશના અયોધ્યાસ્થિત સોળમી સદીની બાબરી મસ્જિદ હિન્દુઓના ટોળાએ 1992ની છઠ્ઠી ડિસેમ્બરે તોડી પાડી હતી. એ પછી થયેલાં રમખાણોમાં અંદાજે 2,000 લોકોનાં મોત થયાં હતાં.

    એ ઘટનાના એક દિવસ પહેલાં બાબરી મસ્જિદ તોડી પાડવાનું 'રિહર્સલ' હિંદુ સ્વયંસેવકોના એક જૂથે કર્યું હતું. ફોટોગ્રાફર પ્રવીણ જૈન એ ઘટનાના સાક્ષી બનવા હિંદુ જૂથ સાથે જોડાયા હતા.

    'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના ઍસોસિયેટ ફોટો એડિટર પ્રવીણ જૈને બીબીસીનાં અનસુયા બસુ સાથે વાત કરી હતી.

    પ્રવીણ જૈને દિવસે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ અને એ દિવસે બનેલી ઘટનાની વાતો અહીં પ્રસ્તુત છે :

  2. બાબરી ધ્વંસ : કેવી રીતે તોડી પડાઈ મસ્જિદ, સાંભળો કારસેવકોની જુબાની

    6 ડિસેમ્બર, 1992 - ઇતિહાસમાં આ તારીખ અનેક કારણોસર યાદ રાખવામાં આવશે. જોકે આ તારીખ અને બાબરી ધ્વંસની ઘટના બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

    જોકે ખરેખરમાં એ દિવસે શું બન્યું?

    કેવી રીતે બાબરીને તોડી પાડવા માટે ભાષણો થયાં? કેવી રીતે ઉશ્કેરાયેલા કારસેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી - સાંભળો આ સમગ્ર ઘટનાક્રમ બે પ્રત્યક્ષદર્દીઓની જુબાની.

    આ એ કારસેવકો છે, જેઓ એક સમયે RSS સાથે જોડાયેલા હતા.

  3. અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી વીડિયો કૉન્ફરન્સિંગથી ચુકાદો સાંભળશે

    બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં કોર્ટે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, મહંત નૃત્યગોપાલ દાસ સહીત છ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાથી છૂટ આપવામાં આવી છે. આ તમામ લોકો વીડિયો કૉન્ફરન્સ થકી ચુકાદો સાંભળશે.

  4. બાબરી ધ્વંસ બાદ પાકિસ્તાનમાં શું થયું હતું?

    સોળમી સદીમાં મોઘલ બાદશાહ બાબરના સમયમાં બનેલી બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકોની એક ભીડે તોડી પાડી હતી. એ બાદ સમગ્ર દેશમાં સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં, જેમાં કેટલાય લોકો માર્યા ગયા હતા.

    માત્ર ભારતમાં જ નહીં,પાકિસ્તાનમાં પણ આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા.

  5. રામજન્મભૂમિ આંદોલન દરમિયાન ઉગ્રભાષણ કરી નેતા બનેલાં મહિલાઓ

    રામજન્મભૂમિ આંદોલન વખતે તમતમતાં ભાષણો કરીને પ્રભાવી મહિલા નેતાઓ તરીકે ઊપસી આવેલાં સ્ત્રીઓની આ કહાણી છે, અને એવી નારીઓની પણ કથા કે જેમણે બાબરી મસ્જિદ વિધ્વંસ પછી રમખાણોમાં પુરુષોની સાથે જ ભાગ લીધો હતો.

    આ સ્ટોરી વાંચવા માટે ક્લિક કરો :

  6. અડવાણીની કોર્ટમાં હાજર ન રહેવા માટેની અરજી

    લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, મહંત નૃત્યગોપાલ દાસ સહિત છ આરોપીઓ કોર્ટમાં રજૂ નહીં થાય. અંગત રીતે કોર્ટમાં રજૂ થવાના આદેશમાંથી છૂટ આપવા માટે તેમના વકીલ કોર્ટમાં અરજી કરશે.

  7. આરોપીઓ કોર્ટ પહોંચ્યા

    બાબરી વિધ્વંસ કેસના ચુકાદાને પગલે સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, ચંપત રાય અને પવન પાંડે કોર્ટ પહોંચ્યાં

  8. ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવ કોણ છે?

    આજે 28 વર્ષ જૂના બાબરી મસ્જિદ વિધ્વંસના ગુનાહિક ખટલામાં ચુકાદો આવવાનો છે. સીબીઆઈની વિશેષ કોર્ટના ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવ આ ચુકાદો આપશે.

  9. અડવાણીએ સોમનાથથી રથયાત્રા કેમ કાઢી હતી?

    આ રથયાત્રાની શરૂઆત ગુજરાતના સોમનાથથી થઈ તે માત્ર એક સંયોગ હતો કે તેની પાછળ પણ કોઈ રાજકારણ હતું?સોમનાથ મંદિરને ક્યારથી રાજકીય સ્વરૂપ આપવાનું શરૂ થયું અને કેવી રીતે તેને હિંદુત્વનું પ્રતીક બનાવવામાં આવ્યું.

    સેંકડો વર્ષો જૂના ઇતિહાસને કારણે લોકોમાં ગુસ્સો જગાવવો અને બદલો લેવાની ભાવના સાથે એમનો સહકાર મેળવવો તે ભાજપની ટેક્નિક હતી.

    જ્યારે કનૈયાલાલ મુનશીની નવલકથાઓ આવી એ પછી સોમનાથ અને રાજકારણ વધુ નજીક આવ્યા કે કેમ? જાણો આ વીડિયોમાં વિગતવાર...

  10. સીબીઆઈ કોર્ટ ફરતે ચુસ્ત સુરક્ષાબંદોબસ્ત

    લખનૌમાં સીબીઆઈની વિશેષ અદાલત બાબરી વિધ્વંસ મામલે ચુકાદો સંભળાવશે. જેને પગલે કોર્ટ ફરતે સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.

    બે અધિક સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, 13 ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સહિતના અધિકારીઓને અહીં તહેનાત કરી દેવામાં આવ્યા છે.

  11. બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લગભગ ત્રણ દાયકા બાદ ચુકાદો

    બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સીબીઆઈની વિશેષ કોર્ટ 30મી સપ્ટેમ્બર એટલે કે આજે ચુકાદો આપશે. આ ચુકાદો લગભગ 11 વાગ્યે સંભળાવાશે. ચુકાદાને પગલે અયોધ્યાને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવી છે. સીબીઆઈની વિશેષ કોર્ટે ભાજપના માર્ગદર્શક મંડળના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સહિત 32 આરોપીઓને ન્યાયાધીશ સુરેન્દ્ર કુમાર યાદવની કોર્ટમાં ચુકાદો અપાય ત્યારે હાજર રહેવા જણાવ્યું છે. સોળમી સદીમાં મોઘલ બાદશાહ બાબરના સમયમાં બનેલી બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકોની એક ભીડે તોડી પાડી હતી. એ બાદ સમગ્ર દેશમાં સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં, જેમાં કેટલાય લોકો માર્યા ગયા હતા. એ બાદ બાબરી મસ્જિદ વિધ્વંસના મામલે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પ્રથમ એફઆઈઆર મસ્જિદને તોડી પાડનારા કારસેવકો વિરુદ્ધ, જ્યારે બીજીમાં ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસ સાથે સંકળાયેલા આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

    તેમના પર રામકથા પાર્કમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ હતો.

  12. નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતના આ વિશેષ લાઇવ રિપોર્ટિંગ પૅજ પર આપનું સ્વાગત છે. અહીં બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે તમામ અપડેટ રજૂ કરાશે.

  13. નહેરુથી મોદી સુધી, ભારતના વડા પ્રધાનોનો ધર્મ સાથેનો નાતો