You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. નેપાળને ફરીથી હિંદુરાષ્ટ્ર બનાવવાની માગ કેમ ઊઠી રહી છે?

  2. મંદિરમાં નમાઝ પઢનાર 'ખુદાઈ ખિદમતગાર' ફૈસલ ખાન કોણ છે?

  3. #20thYearOfNaMo : મોદીના મૌન પર સવાલ કોણ અને કેમ ઉઠાવી રહ્યું છે?

  4. ભાજપને માટે આ ચુકાદો કોઈ ખાસ મહત્ત્વ રાખતો નથી - દૃષ્ટિકોણ

  5. બાબરી મસ્જિદ તોડી પડાયાનાં 28 વર્ષઃ ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ? - દૃષ્ટિકોણ

  6. પાકિસ્તાનનું એ મંદિર જે બાબરી વિધ્વંસ સમયે તોડી પડાયું

  7. બાબરી મસ્જિદ ચુકાદો : 'કોર્ટે એક દિવસની જેલ કે એક રૂપિયાનો દંડ તો કરવો હતો'

  8. બાબરી મસ્જિદ કેસ પહેલાં જ્યારે-જ્યારે CBIની તપાસ પર સવાલો થયા

  9. નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વિશેષ લાઇવ રિપોર્ટિંગને અહીં અમે વિરામ આપીએ છીએ. દેશ-વિદેશ અને ગુજરાતના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહેશો. ગુડ નાઇટ.

  10. બાબરી વિધ્વંસ કેસના ચુકાદા પર જસ્ટિસ લિબ્રાહને શું કહ્યું?

  11. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ ચુકાદા સામે સવાલો કેમ થઈ રહ્યાં છે?

  12. બાબરી મસ્જિદ વિધ્વંસ : કારસેવકોની જુબાની

  13. બાબરી વિધ્વંસના સાક્ષી પત્રકારોએ એ દિવસે શું જોયું હતું?

  14. બાબરી વિધ્વંસ ચુકાદ મામલે અયોધ્યાના મુસ્લિમો શું બોલ્યા?

    બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. આ મામલે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ હતાં. ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.

  15. અયોધ્યા નિર્ણય બાદ અપ્રાસંગિક થઈ ગયો હતો બાબરી મામલો : સંજય રાઉત

    શિવેસેનાના સાંસદ સંજય રાઉતે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગત વર્ષે રામજન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય બાદ બાબરી વિધ્વંસ મામલાની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ હતી. આ ચુકાદાનું સ્વાગત કરતાં તેમણે પત્રકારોને કહ્યું, "વિશેષ કોર્ટનો આ ચુકાદો ગત વર્ષે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય અને વડા પ્રધાનના ભૂમિપૂજન બાદ અપ્રાસંગિક થઈ ગયો હતો."

    તેમણે સાથે જ કહ્યું કે જો બાબરી મસ્જિદને તોડી પડાઈ ન હોત તો અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન શક્ય નહોતું.

  16. અયોધ્યામાં બાબરી વિધ્વંસ પછી શું બીજી મસ્જિદો પણ તોડવામાં આવી?

  17. બ્રેકિંગ, બાબરી મસ્જિદના ચુકાદાને પાકિસ્તાને શરમજનક ગણાવ્યો

    પાકિસ્તાને બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા ચુકાદાની નિંદા કરતાં આરોપીઓને છોડી મુકવાને શરમજનક ગણાવ્યું.

    પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને લખ્યું, "જો દુનિયાના તથાકથિત સૌથી મોટા લોકતંત્રમાં ન્યાયનો થોડો પણ અનુભવ થતો હોત તો એ લોકો જેમણે જાહેરમાં એક ગુનાહિત કૃત્યની ડિંગ મારી હતી એ મુક્ત કરાયા ન હોત." નિવેદનમાં આ ચુકાદાને ભાજપ-આરએસએસ શાસનમાં એક નબળા ન્યાયતંત્રનું વધુ એક ઉદાહરણ ગણાવાયો છે, જ્યાં અતિવાદી હિંદુત્વ વિચારધારા ન્યાય અને આંતરરાષ્ટ્રીય માપદંડોના તમામ સિદ્ધાંતો પર ભારે પડે છે. પાકિસ્તાની વિદેશમંત્રાલયે લખ્યું છે, "ભારતની સુપ્રીમ કોર્ટે ગત વર્ષે બાબરી મસ્જિદ સંકુલને એ જ લોકોને રામમંદિર બનાવવા માટે સોંપી દેવાનો નિર્ણય કરીને ખોટો રસ્તો દેખાડ્યો હતો, જેણે ઐતિહાસિક મસ્જિદને તોડી પાડી હતી. આજનો ચુકાદો એ ચુકાદા વિરુદ્ધ છે, જેમાં એ વાત નોંધવામાં આવી હતી કે વિધ્વંસ ન્યાયના શાસનનું પ્રબળ ઉલ્લંઘન હતું."

    તેણે લખ્યું છે કે અયોધ્યાના નિર્ણયથી ઉત્સાહિત થઈને, હિંદુ કટ્ટરપંથી હવે સરકારમાં બેઠેલા આરએસએસ સમર્થકોના પીઠબળે મથુરામાં કૃષ્ણમંદિરની નજીક સ્થિત શાહી ઇદગાહ મસ્જિદને પણ હઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે ભારત સરકારને આગ્રહ કર્યો છે કે તે લઘુમતીઓ અને ખાસ કરીને મુસલમાનો અને તેમના ધર્મસ્થળો તેમજ ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરે. તેણે સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને સમક્ષ પણ અપેક્ષા જાહેર કરી કે ભારતમાં ઇસ્લામિક વારસાના રક્ષણ માટે તેઓ પોતાની ભૂમિકા ભજવે.

  18. શું સંદેશ આપી રહ્યા છે આ ચુકાદાથી... કાશી, મુથારામાં પણ આ જ કરતા ચાલો – ઔવેસી

    બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને સાંસદ અસદઉદ્દીન ઔવેસીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ ઇતિહાસનો એક કાળો દિવસ છે અને ગુનેગારોને ક્લિનચીટ આપવામાં આવી રહી છે.

    એમની પત્રકારપરિષદની મુખ્ય વાતો

    • આ અંતિમ નિર્ણય નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ હોય છે. કોર્ટના નિર્ણયથી અસહમત થવું અદાલતનો અનાદર નથી. આપે જ ચાર્જશીટમાં લખ્યું છે કે ઉમા ભારતીએ કહ્યું, 'એક ધક્કા ઔર દો', કલ્યાણ સિંહે કહ્યું, 'નિર્માણ પર રોક હૈ, તોડને પર નહીં.' આ ઇતિહાસનો કાળો દિવસ છે. આજે ગુનેગારોને ક્લિનચીટ અપાઈ રહી છે.
    • સીબીઆઈ અપીલ કરશે કે કેમ એ જોવાનું છે. તેણે પોતાની સ્વતંત્રતા ચાલુ રાખવી હોય તો અપીલ કરવી જોઈએ. જો એ નહીં કરે તો અમે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડથી કહીશું કે તે આના વિરુદ્ધ અપીલ કરે. એ દિવસ જાદુ થયો હતો કે શું?આખરે આ કોણે કર્યું? જણાવો કે મારી મસ્જિદને કોણે શહીદ કરી?
    • બાબરી મસ્જિદના વિધ્વંસના દોષિતોને દોષમુક્ત કરીને સંદેશ અપાયો છે કે કાશી-મથુરામાં પણ આવું જ કરતા ચાલો. રુલ ઑફ લૉની ચિંતા નથી. તેઓ કરતા જશે અને ક્લિનચીટ મળતી જશે.
    • દલિતો અને મુસલમાનોના મામલે ન્યાય નથી થતો. આખી દુનિયા સામે ઘટી છ ડિસેમ્બર. કોઈ કહે છે કે ભૂલી જાઓ. આગળ વધો. કઈ રીતે ભૂલી જઈએ. શું સંદેશ આપી રહ્યા છે આ ચુકાદાથી?
  19. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અડવાણીના નિર્દોષ જાહેર થવા પર શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?

  20. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ક્યારે શું થયું?