કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, Sansad TV

    કૉંગ્રેસની રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સમૂહને ખોટી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે સરકારી સંસાધનો મારફતે અદાણી સમૂહનો કારોબાર આગળ વધારવામાં મદદ કરી છે.

    અદાણી મામલે થયેલી ચર્ચામાં તેમણે મંગળવારે લોકસભામાં આ આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ દેશની વિદેશનીતિને અદાણીનો કારોબાર વધારવા માટેની નીતિ ગણાવી.

    તેમણે આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં ઍરપૉર્ટ મૅનેજમૅન્ટમાં અદાણી સમૂહનો ભાગ 30 ટકા અને ઇઝરાયલ સાથે સંરક્ષણ કારોબારમાં 90 ટકા સુધી છે, જે મોદી સરકારની ‘સીધી મદદ’ના કારણે થયું છે.

    ગાંધીએ કહ્યું વડા પ્રધાન જ્યારે ઑસ્ટ્રેલિયા જાય છે, તો એસબીઆઈ તેમને એક અબજ ડૉલરની લૉન આપે છે.

    તેમણે કહ્યું કે મોદીજીની પ્રથમ યાત્રા બાંગ્લાદેશની થાય છે, ત્યારે ખબર પડે છે કે ત્યાં 1500 મેગાવૉટ વીજળી વેચવાની સમજૂતી થાય છે, એ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    તેમણે આરોપ લગાવ્યો કે 2022માં શ્રીલંકાના ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચૅરમૅને સંસદીય સમિતિ સામે એક ખૂલી સુનાવણીમાં દાવો કર્યો છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજપક્ષાએ તેમને કહ્યું કે તેમના પર વડા પ્રધાન મોદીનું દબાણ છે અને આ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય.

    એલઆઈસીનાં નાણાં અદાણીના શૅરોમાં રોકવાનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે તેમના શૅર ખૂબ ‘વૉલેટાઇલ’ છે. તેમ છતાં સરકારે 36 હજાર કરોડ રૂપિયા અદાણી સમૂહની કંપનીઓમાં નાખી દીધા.

    તેમણે આરોપ લગાવ્યો કે સરકારી બૅંકોએ હજારો કરોડ રૂપિયાની લૉન અદાણી સમૂહને આપી, જેનાથી સમૂહનો કારોબાર આગળ વધ્યો.

    સત્તા પક્ષે કર્યો વિરોધ

    રાહુલ ગાંધી જ્યારે આ આરોપ લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ વિરોધ કર્યો.

    સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તમે વડા પ્રધાન પર આરોપ લગાવી રહ્યા છો, તમે આરોપોના પુરાવા આપો અને જણાવો કે મોદી સરકારે કયા નિયમ બદલી દીધા.

    તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ સરકારે દરમિયાન જીએમઆર અને જીવીકે કંપની પાસે ઍરપૉર્ટ મૅનેજમૅન્ટનો કેટલો અનુભવ હતો, તેમ છતાં તેમને કૉન્ટ્રેક્ટ આપી દેવાયા.

    તેમજ સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તમે પોતાના આરોપોને પ્રમાણિત કરો. તેમણે ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ નિરાધાર આરોપ લગાવી રહ્યા છે.

    તેમજ રવિશંકર પ્રસાદે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે પુરાવા વગર ગૃહમાં ગમે એ વ્યક્તિ પર આરોપ ન લગાવી શકાય. તેમણે માગ કરી કે ગાંધીના આરોપોને રેકર્ડમાં સામેલ ન કરવામાં આવે.

  2. અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?

  3. અદાણીની ઘટતી શાખ ભારતના વિકાસને કેટલી અસર કરશે?

  4. એશિયા કપ 2023માં ભારતના વલણ પર પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મિયાંદાદે કહ્યું,“ન આવે તો ભાડમાં જાય”

  5. પાકિસ્તાનના ક્વેટામાં સ્ટેડિયમમાં બૉમ્બવિસ્ફોટ, મૅચ રોકવી પડી

  6. અદાણી સમૂહ વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ : નીતીશકુમાર

    નીતીશકુમાર

    ઇમેજ સ્રોત, ANI

    બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે શનિવારે કહ્યું કે અબજપતિ કારોબારી ગૌતમ અંબાણીની કંપની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.

    નીતીશકુમારે આ નિવેદન કિશનગંજ જિલ્લામાં આપ્યું જ્યાં તેઓ પોતાની રાજ્યવ્યાપી યાત્રાને લઈને પહોંચ્યા હતા.

    અદાણી મામલે સંસદમાં થઈ રહેલા હંગામાં પર પત્રકારો દ્વારા પુછાયેલ સવાલના જવાબમાં તેમણે કહ્યું, “હા, મેં આ વિશે કંઈક સાંભળ્યું છે, જોઈ રહ્યો છું, તેના કામનો કોઈ અર્થ નથી. હવે તો બધું સામે જ આવી ગયું તો તેની તપાસ થવી જોઈએ.”

    ભાજપ સાથે છ મહિલા પહેલાં જ ગઠબંધન તોડનારી નીતીશકુમારની પાર્ટીએ જૉઇન્ટ પાર્લામૅન્ટ્રી કમિટીની વિપક્ષની માગણીનું સમર્થન કર્યું છે. વિપક્ષ અદાણી સાથે સંકળાયેલા મામલાની તપાસ જેપીસી મારફતે કરાવાની માગ કરી રહ્યો છે.

    વિપક્ષનાં દળોનું કહેવું છે કે એલઆઇસી જેવી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને અદાણી સમૂહમાં ભારે રોકાણ માટે મજબૂર કરાઈ છે.

    અદાણી સમૂહની કંપનીઓના શૅરોની કીમતોમાં ઘટાડો થયો છે, જેનું નુકસાન એલઆઇસી જેવી કંપનીઓએ પણ ભોગવવું પડ્યું છે.

    અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિકટ માનવામાં આવે છે.

    અદાણી સમૂહનું કહેવું છે કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બદઇરાદા સાથે તૈયાર કરાયેલો છે.

  7. વલસાડની ઉમરગામ GIDCમાં ભીષણ આગ, 5થી વધુ ફાયરની ગાડી પહોંચી

  8. ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે- મનોહરલાલ ખટ્ટર

  9. 100 દિવસના કામના બદલે પૈસા ન મળ્યા તો કેન્દ્ર વિરુદ્ધ આંદોલન કરશે મમતા

      • લેેખક, પ્રભાકર મણિ તિવારી
      • પદ, કોલકાતાથી, બીબીસી માટે
    મમતા બેનરજી

    ઇમેજ સ્રોત, SANJAY DAS

    ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી

    100 દિવસના કામના બદલે બાકી રકમ પર કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

    તેમણે બર્દવાનમાં આયોજિત એક જનસભામાં કહ્યું, “કેન્દ્ર સરકારે જો 100 દિવસના કામના બદલે પૈસા ન આપ્યા તો બંગાળમાં મોટા પાયે આંદોલન થશે.”

    તેમણે રોજગારના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

    તેમનું કહેવું હતું કે કેન્દ્રીય બજેટમાં રોજગાર પેદા કરવા અંગે કોઈ નક્ક વાત નથી.

    મમતાએ પ્રશ્ન કર્યો હતો કે, “સરકારે 100 દિવસના કામના પૈસા કેમ કાપી નાખ્યા?”

    મુખ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાની તાકત બતાવી રહી છે. ચૂંટણી પહેલાં મોટી મોટી વાતો કરી રહી છે. નાની-નાની વાતો પર પણ રાજ્યોમાં ટીમો મોકલી દેવાય છે.

    તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર 100 દિવસના કામના બદલે પૈસા નથી આપી રહી. તેમ છતાં રાજ્ય સરકારે 40 લાખ કાર્યદિવસનું સર્જન કર્યું.

    મમતાની ચેતવણી પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું, “કેન્દ્ર દ્વારા પૈસા ન આપવાનું કારણ મમતાને ખબર છે. 100 દિવસની યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. રાજ્ય સરકારે પહેલાં ખર્ચનો હિસાબ આપે. બીજા દિવસે જ પૈસા મળી જશે.”

  10. એક સમયે ભારતને પાછળ પાડી દેનાર બાંગ્લાદેશની કરોડરજ્જુ કેમ તૂટી રહી છે?

  11. 100 દિવસ કામના બદલે પૈસા ન મળ્યા તો કેન્દ્ર વિરુદ્ધ આંદોલન- મમતા બેનરજી

  12. અદાણી ગ્રૂપમાં LICના ‘મોટા રોકાણ’ બાબતે કેમ થઈ રહ્યા છે સવાલ?

  13. નાણામંત્રીએ લીધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાત

    બજેટ શરૂ થતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકત લેવા નાણામંત્રી નિર્મલા સિતારમણ તેમની ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

    આજે નાણામંત્રી તાજેતરની સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ યૂનિયન બજેટ પેપરલેસ હશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ રજૂ થતા પહેલા કહ્યું છે કે, “આ બજેટ દેશના સામાન્ય લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓ પર ખરું ઉતરશે અને દુનિયા માટે આશાનું કિરણ સાબિત થશે.”

    મંગળવારે રજૂ કરાયેલા સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં દેશની જીડીપી 6.8 ટકા હશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. Budget2023: શું થશે મોંઘું અને કઈ ચીજો પડશે સસ્તી?

    બજેટ 2023

    દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણા મંત્રી નિર્મલા સિતારમણે બુધવારે તેમનું પાંચમું બજેટ રજૂ કર્યું.

    જેમાં તેમણે ત્યારે પ્રત્યક્ષ કરની જાહેરાતો સાથે કેટલીક અપ્રત્યક્ષ ડ્યૂટી અને ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી હતી.

    જેના કારણે ચીજવસ્તુઓ મોંઘી કે સસ્તી બનશે. એક નજર આવી ચીજવસ્તુઓની ઉપર.

    બજેટ- શું સસ્તું શું મોંઘું

    ટીવી પેનલના અમુક ઓપન સેલ પરની કસ્ટમડયૂટી ઘટાડીને અઢી ટકા કરવામાં આવી છે, જેથી તે સસ્તાં બનશે.

    મોબાઇલઉત્પાદન માટે કૅમેરા લૅન્સ અને લિથિયમ આયન બૅટરી વગેરે જરૂરી સામાનની આયાત ઉપર આપવામાં આવેલી છૂટને કારણે તે સસ્તાં બનશે.

    લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવતાં સિડ્સ પરની કસ્ટમડ્યુટી ઘટાડવામાં આવશે, જેથી કરીને કુદરતી હીરા જેવી જ ગુણવત્તા અને લાક્ષ્ણિકતા ધરાવતા, પરંતુ ઇકૉફ્રૅન્ડલી એલ.જી.ડી. (લૅબ ગ્રૉન ડાયમંડ) સસ્તા બનશે.

    રસોડાના ચૂલામાં વપરાતી કૉઇલ સસ્તી થશે.

    ડિનેચર્ડ ઇથાઇલ આલ્કોહોલ સસ્તું થશે, જેથી કરીને પેટ્રોલની સાથે તેના મિશ્રણને પ્રોત્સાહન મળશે.

    માછલીઓ માટેના શ્રિમ્પ ફિડ પરની ડ્યુટી ઘટાડવામાં આવશે, જેથી કરીને મત્સ્ય-ઉત્પાદનના નિકાસને પ્રોત્સાહન મળે.

    શું થશે મોંઘું?

    કમ્પાઉન્ડેડ રબર પરની ડ્યુટી 10 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે.

    રસોડાની ઇલૅક્ટ્રિક ચિમની પરની કસ્ટમડ્યુટી સાડા સાત ટકાથી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    ચાંદી પરની કસ્ટમડ્યુટીને સોના અને પ્લૅટિનમ પરના દરની સમકક્ષ લાવવામાં આવશે, જેથી તે મોંઘી થશે.

    ચોક્કસ પ્રકારની સિગારેટ ઉપર નેશનલ કૅલામિટી કન્ટિજન્સી ડ્યૂટીમાં 16 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ અગાઉ આ દરમાં વૃદ્ધિ કરવામાં આવી હતી, જેથી અમુક પ્રકારની સિગારેટ મોંઘી બનશે.

  15. 'પાનકાર્ડ સરકારી કામકાજમાં ઓળખપત્ર તરીકે સ્વીકાર્ય'

    બજેટ 2023
  16. બ્રેકિંગ, બજેટની અત્યાર સુધીની મહત્ત્વની વાતો

    બજેટ 2023- નિર્મલા સીતારમણ

    •કેવાઈસીની સુવિધાને સરળ બનાવાશે જેથી નામ-સરનામા બદલવા સરળ બનશે.

    •સરકારી ખાતાઓમાં ડિજિટલ કામો માટે પાનકાર્ડને ઓળખ તરીકે સ્વીકારવામાં આવશે

  17. બ્રેકિંગ, બજેટ 2023 ની ખાસ વાતો

    નિર્મલા સીતારમણ

    ઇમેજ સ્રોત, ANI

    નિર્લમા સીતારમણ બજેટ 2023-24 રજૂ કરી રહ્યાં છે. અહીં વાંચો બજેટની ખાસ વાતો

    •'પીએમ ગરીબ અન્ન કલ્યાણ યોજના' હેઠળ પહેલી જાન્યુઆરીથી એક વર્ષ માટે નિઃશુલ્ક અનાજ આપવામાં આવશે. જે માટે રાજ્યોએ કશું ચૂકવવાનું નહીં રહે, આ માટે કેન્દ્ર સરકાર રૂ. બે લાખ કરોડનો ખર્ચ ભોગવશે.

    •યુપીઆઈ, કોવિન અને આધારએ ટેકનૉલૉજીની મદદથી જનતા સુધી લાભ પહોંચાડવામાં આવ્યો.

    •પીએમ વિશ્વકર્મા કૌશલ હેઠળ પરંપરાગત કળા અને કારીગીરીની ગુણવત્તાને વધારવા માટે અને બજાર ઉપલબદ્ધ કરાવવામાં આવશે.

    •જી-20ની અધ્યક્ષતાએ વૈશ્વિકસ્તરે ભારતની ક્ષમતાને દેખાડવાની તક આપી છે.

    •વ્યક્તિદીઠ આવકમાં બમણી વૃદ્ધિ થઈ છે અને એક લાખ 97 હજાર પર પહોંચી છે.

    •આંતરરાષ્ટ્રીયસ્તરે 10મી અર્થવ્યવસ્થામાંથી પાંચમી અર્થવ્યવસ્થા બન્યા છીએ.

    •દેશના સાત કરોડ લોકો ઈપીએફઓ સાથે જોડાયા.

    •કૃષક ધિરાણને 20 લાખ કરોડ સુધી લઈ જવામાં આવશે. જેની મદદથી પશુપાલન, ડેરી અને માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે.

  18. બજેટ 2023 : 'અમૃતકાળનું પ્રથમ બજેટ છે' - નિર્મલા સીતારમણ

    નિર્મલા સીતારમણ

    ઇમેજ સ્રોત, ANI

    નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારનું છેલ્લું પૂર્ણ કદનું બજેટ ભાષણ શરૂ કર્યું.

    નિર્મલા સીતારમણે કહ્યું, 'ચાલુ વર્ષે દેશનો વિકાસદર સાત ટકા દરે રહેવા પામશે, જે યુદ્ધ અને કોવિડ છતાં અગ્રણી અર્થતંત્રોમાં સર્વોચ્ચ હશે. આ બજેટ આઝાદીના 100મા વર્ષે દેશ ક્યાં હશે તેનો પાયો નાખશે. વિશ્વ પણ આજે ભારતને 'ઉજ્જવલ સ્થાન' તરીકે જુએ છે.'

    તેમણે કહ્યું કે, "આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કહ્યું કે પહેલાંના બજેટમાં જે તસવીર તૈયાર કરવામાં આવી હતી તેને જ આ બજેટ આગળ વધારે છે. આનો ઉદ્દેશ દેશના બધા વર્ગોને લાભ પહોંચાડવાનો છે.

    તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્ર સારા રસ્તે છે અને એક સોનેરી ભવિષ્ય તરફ આગળ વધે છે.

  19. આર્થિક સર્વેક્ષણ 2023-24માં શું સારું અને શું ખરાબ

    નિર્મલા સિતારમણ

    ઇમેજ સ્રોત, Getty Images

    નાણામંત્રી નિર્મલા સિતારમણ બુધવારે સંસદમાં 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનની સાથે બજેટ સત્રની શરૂઆત થઈ, ત્યારબાદ નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો હતો.

    આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 2023-24માં ભારતની જીડીપી 6-6.8 ટકાના દરે વધશે.

    બજેટ

    ઇમેજ સ્રોત, Getty Images

    આર્થિક સર્વેમાં શું આવ્યું સામે?

    દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી.અનંત નાગેશ્વરે મંગળવારે દેશના આર્થિક સર્વેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023-24માં વિકાસ દર 6-6.8 ટકા થવાનું અનુમાન છે.”

    આર્થિક સર્વેક્ષણ 2023માં કહેવામાં આવ્યું છે કે, દેશની 56 ટકા વસતી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 47 ટકા વસતી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિકાસ પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કૃષિના ક્ષેત્રમાં ખાનગી રોકાણ 9.3 ટકા રહ્યું છે. આ વિસ્તારમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે.

    આગામી નાણાકીય વર્ષમાં શક્યતાઓ વધુ સારી છે કારણ કે બેલેન્સ શીટ સારી સ્થિતિમાં છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ પ્રોડક્શન છેલ્લા બે વર્ષની સરખામણીએ સુધારો થયો છે. એમએસએમઈ સેક્ટરમાં ક્રેડિટની માગ વધી છે.

    આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ઘરેલું અર્થવ્યવસ્થામાં વિકાસ અને મોંઘવારી પર કાબુ મેળવવાના કારણે શક્ય છે કે દેશમાં વિદેશી રોકાણ ફરી એકવાર વધશે.

    સર્વેમાં કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની વૈશ્વિક મંદીની આશંકાના કારણે એક્સપોર્ટ ઘટી શકે છે.

  20. આર્થિક સર્વેક્ષણ: ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરતી ત્રણ બાબતો

    નિર્મલા સિતારમણ

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર નાણાકીય વર્ષ 2023-24માં 6.5 ટકા રહેવાનો અનુમાન લગાવવામાં આવ્યું છે. આ આઈએમએફના અગાઉના વર્ષના અનુમાન પ્રમાણે 6.1 ટકા વધારે છે.

    મંગળવારે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. જોકે, આ આંકડા તાજેકરના નાણકીય વર્ષ અને નાણાકીય વર્ષ 2021-22માં અર્થવ્યવ્સથાનો વિકાસ દર ક્રમશ: સાત અને 8.7 ટકાથી ઓછો છે.

    આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ થયા બાદ તેને તૈયાર કરનારી ટીમના મુખ્ય અને દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે, “વિકાસ દરનો આ અંદાજ ‘2020 પછી મળેલી ઓછામાં ઓછા ત્રણ વૈશ્વિક અસરો’ ઉપરાંત પણ રહ્યો છે.”

    પીટીઆઈના જણાવ્યા અનુસાર, આર્થિક સર્વેમાં ઉલ્લેખિત આ ત્રણ વૈશ્વિક ઝટકામાં કોવિડ મહામારીના કારણે ઉત્પાદનમાં ઘટાડો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી અને ઘણા દેશોની કેન્દ્રીય બૅંન્કો દ્વારા વ્યાજ દરોમાં વધારો સામેલ છે.

    અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાને કારણે રોકાણકારોએ અન્ય દેશોમાંથી તેમના રોકાણ બહાર કાઢીને અમેરિકામાં રોકાણ કરવાનું શરૂ કર્યું.