કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. દિલ્હી : ચાઇનીઝ દૂતાવાસ બહાર તિબેટિયન યૂથ કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન

  2. રાહુલ ગાંધી દેશની એકતા માટે ખતરનાક - કિરેન રિજિજૂ

    રાહુલ ગાંધી અને કિરેન રિજિજૂ

    ઇમેજ સ્રોત, Getty Images

    કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ કૉગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરો ગણાવ્યા છે.

    બુધવારે મોડી રાત્રે ટ્વીટ કરીને તેઓએ રાહુલ ગાંધીના લંડનમાં અપાયેલા નિવેદનો અંગે તેમની પર નિશાન સાધ્યું હતું.

    તેમણે રાહુલ ગાંધીની લંડનમાં ભારતીય મૂળના પત્રકારો સાથે કરેલી ચર્ચાનો એક નાનકડો હિસ્સો શેર કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધી અમારી વાત નહીં સાંભળે, પરંતુ આશા છે કે તેઓ તેમના શુભચિંતકોની વાત સાંભળશે."

    "કૉંગ્રેસના સ્વયંભૂ યુવરાજે તમામ હદો પાર કરી દીધી છે. આ વ્યક્તિ દેશની એકતા માટે અત્યંત ખતરનાક બની ગયો છે. હવે તેઓ લોકોને દેશના ભાગલા પાડવા માટે ઉશ્કેરી રહ્યા છે. ભારતના સૌથી પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે- "એક ભારત, શ્રેષ્ઠ ભારત."

    આ પહેલાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીના નિવેદનોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, "રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વિદેશની ધરતી પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

    વિપક્ષના ઘણા નેતાઓ અને દેશનો એક વર્ગ રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદનોની ટીકા કરી રહ્યા છે.

    તેમનું કહેવું છે કે "રાહુલ ગાંધીના નિવેદનોથી વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ થઈ રહી છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

    ગત દિવસોમાં બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા પહોંચેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "મોદી ભારતનું માળખું બગાડી રહ્યા છે. તેઓ દેશ પર એવો વિચાર લાદી રહ્યા છે, જેને ભારત સ્વીકારી શકતું નથી."

    રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, "મહિલાઓને ગૅસ સિલિન્ડર આપવા અને લોકોના બૅંક ખાતા ખોલવા એ સારા પગલાં છે, પરંતુ ભારત રાજ્યોનો સંઘ છે."

    "ભારતમાં ધાર્મિક વિવિધતા છે. દેશમાં શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ રહે છે, પરંતુ મોદી તેમને બીજા વર્ગના નાગરિક માને છે. હું આ સાથે સહમત નથી. જ્યારે તમારો વિરોધ એટલો મૂળભૂત હોય, ત્યારે ફરક નથી પડતો કે તમે કઈ બે, ત્રણ નીતિઓ સાથે સંમત છો."

  3. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય, વડા પ્રધાન મોદી સાથે અલ્બનીઝ પણ મૅચ જોવા પહોંચ્યા

    ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કપ્તાન સ્ટીવ સ્મિથે ચોથી અને અંતિમ મૅચમાં ટૉસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. તેઓએ પ્રથમ અને બીજી મૅચ જીતી હતી, પરંતુ ત્રીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરતા જીત મેળવી હતી.

    ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.

    ઑસ્ટેલિયાની પ્લેઇંગ ઇલેવન-ટ્રૅવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ (કપ્તાન), પીટર હૅડ્સકૉમ્બ, કૅમરન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મૅથ્યૂ કુહ્નમૅન, નાથન લિયોન.

    આ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને તેને જોવા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહોંચ્યા છે.

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બનીઝ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચાર દિવસીય ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ 8 માર્ચથી શરૂ થયો છે અને 11 માર્ચ સુધી ચાલશે.

  4. Ind Vs Aus : અમદાવાદમાં ચોથી ટેસ્ટ, શું ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં પ્રવેશી શકશે?

  5. મનીષ સિસોદિયાની તિહાડ જેલમાંથી EDએ ધરપકડ કરી

  6. મોદી સરકાર પર ED અને CBIના દુરુપયોગના કેવા અને કેટલા આરોપ?

  7. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે અને તેઓ આજે અમદાવાદ પહોંચ્યા છે.

    વડા પ્રધાન બન્યા બાદ આ અલ્બનીઝની આ પ્રથમ ભારત મુલાકાત છે.

    અમદાવાદ પહોંચીને તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ભારતમાં જોરદાર સ્વાગત, ઑસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે મહત્ત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    અમદાવાદ પહોંચ્યા બાદ સૌપ્રથમ સાબરમતી આશ્રમમાં જઈને તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    સાંજે રાજભવનમાં એક હોળીના કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે.

    ગુરુવારે વડા પ્રધાન અલ્બનીઝ અને ભારતના વડા પ્રધાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમૅચ પણ જોશે.

    ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન 10 માર્ચે નવી દિલ્હી પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    અલ્બનીઝ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને પણ મળશે અને ત્યારબાદ હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદીને મળશે.

    તેઓ ભારત-ઑસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના ક્ષેત્રો પર વડા પ્રધાન મોદી સાથે બેઠક પણ કરશે.

    બંને નેતાઓ વચ્ચે પરસ્પર, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થશે.

    વડા પ્રધાન અલ્બનીઝ સાથે ઑસ્ટ્રેલિયન મંત્રીઓ અને કારોબારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે આ પ્રવાસમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગ્રીન ઍનર્જી અંગે મોટો કરાર થઈ શકે છે.

  8. ભારત-ઑસ્ટ્રેલિયા : અમદાવાદ ટેસ્ટમાં 2013માં બનેલો એ રેકૉર્ડ જે તૂટી શકે છે

  9. રાજસ્થાનમાં કૉંગ્રેસના મંત્રીના પુત્ર બોલ્યા કે 'રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું'

  10. ભારતમાં ફેલાયેલી એ મહામારીઓ જેમાં યુદ્ધથી પણ વધારે લોકોનાં મોત થયાં

  11. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ: 15 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ

  12. રશિયા જી-20માં ભારતની સફળતા આડે રોડું બની રહ્યું છે?

  13. પૂર્વ આઈએએસ ઑફિસર પ્રદીપ શર્માની ધરપકડ

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમ દ્વારા રવિવારે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની કચ્છ જિલ્લામાં 20 વર્ષ પહેલાં દબાણ કરેલી અનઅધિકૃત જમીનને નિયત કરતાં ઓછા દરે નિયમિત કરીને સરકારી તિજોરીને નુકસાન કરવાના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

    ઇન્ડિયન ઍક્સ્પ્રેસનાએક અહેવાલ અનુસાર શર્માની ધરપકડ જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ અને ગુનાઇત કાવતરાના આરોપો હેઠળ કરવામાં આવી છે.

    ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ મુજબ શર્મા સંખ્યાબંધ ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યા છે. તેમણે અગાઉ એવો દાવો પણ કર્યો હતો કે તેમને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પરેશાન કરવામાં આવી રહ્યા છે. સીઆઈડી ક્રાઇમની એક ટીમે શર્માની ધરપકડ તેમના ગાંધીનગરસ્થિત ઘરમાંથી કરી હતી અને તેમને કચ્છ લઈ જવામાં આવ્યા હતા.

    કચ્છની સ્થાનિક અદાલતે શર્માને રવિવાર સાંજે ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપ્યો હતો.

    કચ્છના ગાંધીધામના મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ શનિવારે પ્રદીપ શર્મા વિરુદ્ધ આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી.

    આ કેસમાં શર્મા ઉપરાંત તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર અને ભુજના ટાઉન પ્લાનરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બની તે સમયે શર્મા કચ્છના કલેક્ટર હતા.

  14. બ્રિટિશરો આવ્યા એ પહેલાં ભારતની 70 ટકા વસતિ શિક્ષિત હતી : મોહન ભાગવત

  15. જીનિવામાં ભારતવિરોધી પોસ્ટર : ભારતે સ્વિસ દૂતને બોલાવ્યા

  16. પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશનને ઘેરી લેનારા અમૃતપાલ સિંહે કેમ કહ્યું કે "'ખાલિસ્તાન ઝિંદાબાદ' કહેવું પણ કાયદેસર છે."

  17. 'મોદી દેશને બરબાદ કરી રહ્યા છે', રાહુલ ગાંધીએ કૅમ્બ્રિજમાં શું કહ્યું?

  18. કોરોના મહામારીના મારને પગલે પેટ્રોલપંપ પર કામ કરતાં મહિલાની કહાણી

  19. ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા : ઇન્દોરની પીચને આઇસીસીએ ગણાવી ખરાબ

  20. જી-20 બેઠકોમાંથી ભારતની આશાઓને યુક્રેન યુદ્ધનો પડછાયો કેટલું નુકસાન પહોંચાડશે?