મોદી બોલ્યા લોકોએ ફકીરની ઝોળી ભરી દીધી

મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.

લાઇવ કવરેજ

  1. મતગણતરી શરૂ

    લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા દેશભરમાં શરૂ કરી દેવામાં આવી છે.

    કૉંગ્રેસ અને ભાજપ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે.

    સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી શરૂ થઈ છે.

    કઈ બેઠક પર કોણ છે આગળ? સતત અપડેટ્સ માટે બીબીસી ગુજરાતી સાતે જોડાયેલા રહો.

  2. કૉંગ્રેસ મુખ્યાલય ખાતે હવન

    નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ મુખ્યાલય ખાતેથી બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદ જણાવે છે કે કૉંગ્રેસના કાર્યકરોએ પાર્ટીના વિજય માટે હવન કર્યો હતો.

    કૉંગ્રેસ મુખ્યાલય ખાતેની તસવીર
  3. કૉંગ્રેસ મુખ્યાલયનો માહોલ

    નવી દિલ્હી ખાતે કૉંગ્રેસના મુખ્યાલયેથી બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદ જણાવે છે કે ત્યાં મોટાપાયે મીડિયાકર્મીઓ પહોંચી ગયા છે અને પળેપળની માહિતી અને અપડેટ્સ આપવા સજ્જ છે.

    કૉંગ્રેસ મુખ્યાલયની તસવીર

    ઇમેજ સ્રોત, bbc

  4. પરિણામ કૉંગ્રેસની તરફેણમાં : અજય માકન

    નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખી સામે ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના અજય માકને જીતનો દાવો વ્યક્ત કર્યો.

    તેમણે કહ્યું કે ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસની તરફેણમાં જ આવશે, કૉંગ્રેસ જીતશે અને સરકાર બનાવશે.

    રાહુલ ગાંધી વડા પ્રધાન બનશે એવો વિશ્વાસ માકને દર્શાવ્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. મતગણતરી પહેલાં જ ભાજપના કાર્યકર્તાઓની ઉજવણી

    ભાજપની દિલ્હી ખાતેના કાર્યાલયે મતગણતરી શરૂ થાય તે પહેલાં જ કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે. મતદાન પૂર્ણ થયા બાદ આવેલા મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળે તેવાં તારણો આવ્યાં છે. તાજેતરમાં જ એનડીએના સાથી પક્ષોની બેઠક પણ મળી હતી.

    ઉજવણી
  6. 1951થી 2019: ક્યારે કેટલું થયું મતદાન?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. ઍક્ઝિ પોલ્સ સાચા પડશે?

    બીબીસી ગુજરાતીનું કાર્ટૂન

    ઇમેજ સ્રોત, bbc

  8. રવિ કિશને કરી પ્રાર્થના

    ગોરખપુરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રવિ કિશને ચૂંટણી પરિણામ પૂર્વે તેમનાં પત્ની સાથે મળીને પ્રાર્થના કરી હતી.

    અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આ બેઠક ઉપરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા હતા.

    યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા અને સંસદપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નિષાદ પાર્ટીના પ્રવીણકુમાર નિષાદ વિજયી થયા હતા અને આદિત્યનાથ પોતાની બેઠક ભાજપને અપાવી શક્યા ન હતા.

    હવે પ્રવીણકુમાર ભાજપમાં જોડાઈ ગયા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. કોણ બનશે આગામી વડા પ્રધાન?

    ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આજનાં ચૂંટણી પરિણામ ઉપર ભારત જ નહીં, દુનિયાભરના નેતાઓ તથા રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.

    2014માં લગભગ ત્રણ દાયકા બાદ કોઈ એક પક્ષને પૂર્ણ બહુમત મળ્યો હતો અને તેની સરકાર બની.

    ભાજપને 282 બેઠકો મળી અને નરેન્દ્ર મોદી દેશના 14મા વડા પ્રધાન બન્યા.

    નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધીની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  10. આ ચૂંટણીમાં દેશમાં ક્યાં કેટલું મતદાન થયું?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. અમદાવાદમાં બીબીસી ગુજરાતીનો ખાસ કાર્યક્રમ

    બીબીસી ગુજરાતી લોકસભાનાં પરિણામો અંગે અમદાવાદમાં ખાસ કાર્યક્રમ કરી રહી છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હાજર રહેશે અને તેઓ પરિણામો અને રાજકીય સ્થિતિ મામલે ચર્ચા કરશે. આ કાર્યક્રમ તમે અમારાં ફેસબુક પૅજ, ટ્વિટર અને યૂટ્યૂબ પર નિહાળી શકશો.

    કાર્યક્રમ
  12. સાત તબક્કામાં યોજાઈ ચૂંટણી

    તા. 11મી એપ્રિલથી તા. 19મી મે દરમિયાન સાત તબક્કામાં લોકસભાની 542 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. કુલ 8040 ઉમેદવારોએ તેમનું રાજકીય ભાવિ અજમાવ્યું હતું.

  13. ચૂંટણી પરિણામોની LIVE અપડેટ્સ આ રીતે મેળવી શકશો

  14. 1980થી 2014 સુધીની લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બદલ્યો ભારતનો નકશો?, આજનાં પરિણામો બાદ આ નકશામાં ક્યાં કયો રંગ પુરાશે?

  15. મતગણતરી પહેલાં તૈયારીઓ શરૂ

    દેશભરમાં કાઉન્ટિંગ સેન્ટર્સ પર ગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીપંચના આદેશ પ્રમાણે, સવારે આઠ વાગ્યાથી ગુજરાતનાં 28 કાઉન્ટિંગ સેન્ટર્સ પર એકસાથે મતગણતરી શરૂ થશે.

    ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. બીબીસી ગુજરાતી પર પરિણામની પળેપળની માહિતી

    શુભ સવાર, લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે તમામ વાચકોનું બીબીસી ગુજરાતીમાં સ્વાગત છે. અહીં તમે પરિણામો વિશેની પળેપળની માહિતી મેળવી શકશો.

  17. કેવી રીતે થશે ગણતરી?

    કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષામાં EVM તથા VVPATમશીન્સને કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે લાવવામાં આવશે. આ હેરફેરના સમય અંગે ઇલેક્શન ઍજન્ટ્સને અગાઉથી જ વાકેફ કરી દેવામાં આવે છે, જેથી કોઈ ગેરસમજણ ઊભી ન થાય.

    ઉમેદવારોના પ્રતિનિધિઓ ઇચ્છે તો EVM તથા VVPATમશીન્સની હેરફેર કરતા વાહનની પાછળ પોતાનું વાહન દોડાવી શકે છે.

    સૌ પહેલાં રાજકીય પક્ષોના ઇલેકશન ઍજન્ટ્સની હાજરીમાં રિટર્નિંગ ઑફિસર EVM તથા VVPAT સીલબંધ હોવાની ખરાઈ કરશે. ગુજરાતમાં 26 રિટર્નિંગ ઑફિસર ફરજ બજાવશે, જેમને 182 આસિસ્ટંટ રિટર્નિંગ ઑફિસર તહેનાત રહેશે.

    કેન્દ્રીય ચૂંટણીપંચના તાજેતરના નિર્દેશ મુજબ, ઈવીએમ તાથ પોસ્ટલબૅલેટની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે. અગાઉ પોસ્ટલબૅલેટની ગણતરી સૌપ્રથમ હાથ ધરવામાં આવતી હતી.

    સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીપંચે લોકસભાની બેઠક હેઠળ આવતી દરેક વિધાનસભાનાં પાંચ બૂથનાં EVM તથા VVPAT પરિણામોની સરખામણી કરવાના નિર્દેશ આપ્યા છે.

    ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક હોય 910 બૂથનાં EVM અને VVPATપરિણામ સરખાવાશે.

    આ પહેલાં માત્ર એક એક જ બૂથ ઉપરનાં EVM અને VVPATપરિણામોને સરખાવવાનો નિયમ હતો. આ બૂથની પસંદગી લોટરી સિસ્ટમથી કરવામાં આવે છે.

    ઈવીએમ

    ઇમેજ સ્રોત, Getty Images

  18. લોકસભા ચૂંટણીનું પરિણામની ગણતરી ક્યારે શરૂ થશે?

    કેન્દ્ર ચૂંટણીપંચના આદેશ પ્રમાણે, સવારે આઠ વાગ્યાથી તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ ઉપર એકસાથે મતગણતરી શરૂ થશે.

    જોકે, આ વખતે EVMતથા VVPATમશીન્સના પરિણામની સરખામણી કરવાની હોવાથી પરિણામો આવવામાં ત્રણથી ચાર કલાકનું મોડું થશે.

    લોકસભાની 542 બેઠકો માટેની ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી. જેમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 90 કરોડ મતદારો હતા.

    તા. 23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાયું હતું.

    ગુજરાતમાં રેકર્ડ 64.11 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગત વખતે 63.66 ટકા મતદાન થયું હતું.

    વર્ષ 2014માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

    ઈવીએમ

    ઇમેજ સ્રોત, Getty Images