મોદી બોલ્યા લોકોએ ફકીરની ઝોળી ભરી દીધી

મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.

લાઇવ કવરેજ

  1. ભાજપે 20 હજાર કાર્યકર્તાને બોલાવ્યા

    ભાજપે નવી દિલ્હી ખાતે તેના કેન્દ્રીય મુખ્યાલયે 20 હજાર કાર્યકર્તાને બોલાવ્યા છે. ભાજપને આશા છે કે ફરી એક વખત તેનો વિજય થશે અને સત્તા ઉપર પુનરાગમન થશે. મુખ્યાલયે નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.

    કાર્યકર્તાઓ દ્વરા ઉજવણી

    ઇમેજ સ્રોત, Getty Images

  2. લખનૌમાં ભારે સુરક્ષા

    બીબીસી સંવાદદાતા ગીતા પાંડે લખનૌથી જણાવે છે કે શહેરમાં ભારે સુરક્ષા સુરક્ષા વ્યવસ્તા ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્રની બહાર જ 1800 સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. ભારતમાં 41 બેઠક પર ભાજપ આગળ

    શરૂઆતી વલણ પ્રમાણે દેશની 41 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર 18 બેઠક પર આગળ છે.

    અન્ય પક્ષોના ઉમેદવારો 8 બેઠક પર આગળ ચાલે છે.

    ગ્રાફિક્સ

    ઇમેજ સ્રોત, bbc

  4. ફ્લૅશબૅક - EVM વિવાદ

    કૉંગ્રેસ સહિત વિપક્ષના 22 પક્ષોએ કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી કે EVM વિશ્વાસપાત્ર નથી, તેથી વધુ પગલાં લેવાની જરૂર છે.

    ભાજપે કહ્યું હતું કે જ્યારે કૉંગ્રેસ જીતતી હતી, ત્યારે કોઈ વાંધો ન હતો અને હવે ઍક્ઝિટપોલના આધારે એવું લાગે છે કે ભાજપ વિજયી થશે ત્યારે આવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.

    ઈવીએમ વિવાદ સંબંધિત કાર્ટૂન
  5. ભાજપને 300થી વધુ બેઠક મળશે

    ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે બીબીસી સંવાદદાતા નીતિન ઉપાધ્યાય સાથે વાત કરતા કહ્યું, "અગાઉ કોઈએ ગરીબો વિશે વિચાર્યું ન હતું. હવે તેમનાં ઘરોમાં પણ બલ્બ કે LED લૅમ્પ હશે. વિપક્ષે મોદીને 'ચોર' કહેતા જનતાની લાગણી દુભાઈ છે. અમે 300થી વધુ બેઠક જીતીશું."

    નીતીન શ્રીવાસ્તવ
  6. અમદાવાદમાં બીબીસી ગુજરાતીનો દિવસભર કાર્યક્રમ

    ચૂંટણીનાં પરિણામો અંગે બીબીસી ગુજરાતી સાથે ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની Live વાતચીત.

  7. કૅનેડામાં ભારતના પરિણામો અંગે ઉત્સાહ

    ભારતમાં હાલ લોકસભા ચૂંટણીના પરિણામો અંગે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    એવી જ રીતે કૅનેડામાં પણ ભારતીયો પરિણામ શું આવશે તે જોવા માટે એકઠા થયા છે.

    ટોરેન્ટો શહેરમાં ભારતની લોકસભાની ચૂંટણીનાં પરિણામો વિશે લોકો રાહ જોઈ રહ્યા છે.

    કેનેડા

    ઇમેજ સ્રોત, sweta gajjar

    કેનેડા

    ઇમેજ સ્રોત, sweta gajjar

  8. બિહારની સ્થિતિ

    બિહારમાં મહાગઠબંધન તથા એનડીએ વચ્ચે મુકાબલો છે. પટણાથી બીબીસી સંવાદદાતા ઇક્બાલ અહમદનો રિપોર્ટ. વીડિયો અંશુલ વર્મા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. ગુજરાતમાં કૉંગ્રેસ 2 બેઠક પર આગળ

    શરૂઆતી વલણ પ્રમાણે ગુજરાતમાં 10 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કૉંગ્રેસના ઉમેદવાર બે બેઠક પર આગળ છે.

    ગઈ લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યો હતો.

    guj

    ઇમેજ સ્રોત, bb

  10. ભારતમાં ચૂંટણી પરિણામોની અત્યાર સુધીની સ્થિતિ

    અત્યારસુધીની સ્થિતિ
  11. જાણવા જેવું - યૂપીના રસ્તે દિલ્હી

    કેન્દ્રીય રાજકારણમાં એવું કહેવાય છે કે 'દિલ્હીની સત્તાનો રસ્તો યૂપી થઈને જાય છે.'

    રાજ્યમાંથી 80 સાસંદ લોકસભામાં બેસે છે. અત્યારસુધીના કુલ 14 વડા પ્રધાનમાંથી આઠ આ રાજ્યના હતા.

    વર્ષ 2014માં એનડીએને 73 બેઠક મળી હતી. અહીં ભાજપ, સપા-બસપા-રાલોદ ગઠબંધન તથા કૉંગ્રેસ વચ્ચે મુકાબલો છે. અગાઉ ઉત્તરાખંડ પણ ઉત્તર પ્રદેશના જ ભાગરૂપ હતું.

  12. ભોપાલની સ્થિતિ

    ભોપાલથી બીબીસી સંવાદદાતા પ્રિયંકા દૂબે પાસેથી જાણો સ્થિતિ. આ બેઠક ઉપરથી માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહ છે.

  13. અમિત શાહ આગળ

    ગાંધીનગર બેઠકથી ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગળ છે.

    અમિત શાહ

    ઇમેજ સ્રોત, Getty Images

  14. વારાણસીની બેઠક ઉપરની સ્થિતિ

    બીબીસી ઇંડિયાના સંવાદદાતા યોગિતા લિમયે વારાણસીથી જણાવે છે કે ત્યાં EVMને સ્ટ્રૉંગરૂમમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક ઉપરથી ઉમેદવાર છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. ગુજરાતમાં છ બેઠકો પર ભાજપ આગળ

    ગુજરાતમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે.

    અમદાવાદ પૂર્વ, કચ્છ, જામનગર, ખેડા, સુરત અને દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

    ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે, અત્યાર સુધીના વલણ પ્રમાણે કૉંગ્રેસના ઉમેદવાર એક પણ બેઠક પર આગળ નથી.

    ગ્રાફિક્સ
  16. નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ મુખ્યાલયની સ્થિતિ

    કૉંગ્રેસ મુખ્યાલયથી બીબીસી સંવાદદાતાનો રિપોર્ટ

  17. ભાજપના મુખ્યાલયે ઉજવણી

    બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ જણાવે છે કે દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. મીઠાઈ અને પકવાન બની રહ્યાં છે. આ સિવાય વિજય માટે કાર્યકર્તાઓ હવન પણ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે વલણ આવવા લાગે અને ભાજપ આગળ હશે એટલે મોટા નેતાઓ ધીમેધીમે મુખ્યાલયે આવશે.

  18. ગુજરાતનું પ્રથમ વલણ

    ગુજરાતમાંથી પ્રથમ વલણ મળી રહ્યું છે. દાહોદ બેઠક ઉપરથી ભાજપના જસવંતસિંહ ભાભોર આગળ છે.

  19. જાણવા જેવું - EVM અને બૅલેટપેપર

    છેલ્લા લગભગ બે દાયકાથી EVM દ્વારા મતદાન થાય છે, એ પહેલાં બૅલેટપેપરથી મતદાન થતું.

    એ સમયે મતગણતરીમાં 40 કલાક સુધીનો સમય લાગી જતો હતો. મતગણતરી હાથથી કરવી પડતી તથા 'અમાન્ય મત'ની સમસ્યા રહેતી. EVMને કારણે ભારે સમય બચે છે.

  20. બીબીસી ગુજરાતીનો અમદાવાદમાં કાર્યક્રમ લાઇવ નિહાળો

    અમદાવાદમાં બીબીસી ગુજરાતી ચૂંટણી પરિણામો પર કાર્યક્રમ યોજી રહ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જોડાશે. આ કાર્યક્રમ તમે અમારાં ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ પર નિહાળી શકશો.