મોદી બોલ્યા લોકોએ ફકીરની ઝોળી ભરી દીધી

મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.

લાઇવ કવરેજ

  1. નકારાત્મક રાજનીતિને જનતાએ જાકારો આપ્યો

    યોગી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે નકારાત્મક રાજનીતિ કૉંગ્રેસ, સપા-બસપાએ કરી છે. તેમને જનતાએ નકારી દીધા છે. મોદીની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિને સમર્થન મળ્યું છે. જાતિવાદ અને પરિવારવાદની રાજનીતિ સમાપ્ત થઈ ગઈ છે.

    યોગી

    ઇમેજ સ્રોત, Getty Images

  2. ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. પરિણામો વિશે રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે? જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ કાર્યક્રમ

    અમદાવાદમાં બીબીસી ગુજરાતીનો પરિણામો પર ખાસ કાર્યક્રમ

  4. વિપક્ષના જૂઠ સામેનો આ વિજય છે : અમિત શાહ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ભાજપની જીતને જોતાં ટ્વીટ કર્યું છે.

    તેમણે લખ્યું, "આ પરિણામ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા કુપ્રચાર, જૂઠ, વ્યક્તિગત આક્ષેપ અને પાયાવિહોણી રાજનીતિ વિરુદ્ધ ભારતનો જનાદેશ છે."

    "આજનો જનાદેશ એ પણ દર્શાવે છે કે ભારતની જનતાએ દેશને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટીકરણને સંપૂર્ણ રીતે ઉખાડી ને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને પસંદ કર્યો છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. મોદીએ ભાજપની જીત અંગે શું કહ્યું?

    મોદીએ લોકસભા ચૂંટણીનાં પરિણામો અંગે ટ્વિટ કરીને કહ્યું કે સૌનો સાથ + સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. વિજય રૂપાણીએ કહ્યું કે મોદીની શ્રદ્ધાને કારણે મત મળ્યા

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. અત્યાર સુધીનું સર્વાંગી ચિત્ર

    ·વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં 300થી વધુ બેઠક સાથે ફરી એક વખત સરકાર બનાવવવા તરફ અગ્રેસર

    ·યૂપીમાં ભાજપને જે નુકસાન થયું તે પશ્ચિમ બંગાળમાંથી સરભર થઈ રહ્યું હોય તેવું દૃશ્ય

    ·કૉંગ્રેસ 50 બેઠક ઉપર આગળ છે, જો આ જ પરિણામ રહે તો ફરી એક વખત તેને વિપક્ષના નેતાનું પદ નહીં મળે.

    ·આંધ્ર પ્રદેશમાં પ્રથમ વખત વાયએસઆર કૉંગ્રેસની સરકારની પ્રથમ વખત સરકાર બનશે

    ·આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી સરકારનું પતન થશે

    ·ઓડિશામાં નવીન પટનાયક સળંગ ચોથી વખત મુખ્ય મંત્રી બનશે અને બીજેડીની સરકાર બનશે

    ·તામિલનાડુની પેટાચૂંટણીનાં વલણ મુજબ AIADMKની સરકાર ઉપર સંકટ ઊભું નહીં થાય

    ભાજપના કાર્યકરની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  8. અત્યાર સુધી કોણ કેટલી બેઠકો પર આગળ?

    ગ્રાફિક્સ
  9. ખૂબ સરસ, મારા મિત્ર : ઇઝરાયલના વડા પ્રધાન

    ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. મધ્ય પ્રદેશમાં શું થયું?

    ભોપાલથી બીબીસી સંવાદદાતા પ્રિયંકા દૂબે જણાવે છે કે થોડા મહિના અગાઉ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો, તે પછી ભાજપે કઈ રીતે ખેલ બદલ્યો. વીડિયો - બુશરા શેખ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. અલ્પેશ ઠાકોર : ગુજરાતમાં કૉંગ્રેસની હાર પાછળ ઠાકોર સેના

    ગુજરાતમાં તમામ 26 બેઠક પર કૉંગ્રેસ પાછળ છે અને ભાજપના ઉમેદવારો આગળ છે અને મતગણતરી હજી ચાલી રહી છે ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસની હાર અને ભાજપની જીતનો શ્રેય ઠાકોર સેનાને આપ્યો છે.

    અલ્પેશ ઠાકોરે કહ્યું કે નવથી વધારે બેઠકો પર ઠાકોર સેનાએ કૉંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે. 5 થી 10 હજાર મતની સરસાઈથી જીતવાની વાત કરતા ઉમેદવારો એકથી દોઢ લાખ મતોથી હાર્યા છે.

  12. ભાજપ મુખ્યાલયે બેઠકો

    નવી દિલ્હી ખાતે બીજેપી મુખ્યાલયથી બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ જણાવે છે કે હાલમાં ભાજપના નેતાઓની વચ્ચે બેઠકોનો ક્રમ ચાલી રહ્યો છે. આ બેઠકો બંધ બારણે ચાલી રહી છે. જેમાં શપથવિધિનાં સ્થળ અંગે ચર્ચા ચાલી રહી છે.

    ઍક્ઝિટ પોલ કરતાં વધુ સારાં પરિણામ આવ્યાં હોવાથી ભાજપના નેતાઓ ઉત્સાહિત છે.

    શ્રીવાસ્વત ઉમેરે છે કે એક વખત ચિત્ર સ્પષ્ટ થઈ જશે એટલે સાંજે લગભગ પાંચ કલાકે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ભાજપ મુખ્યાલય ખાતે આવશે.

    બીજી બાજુ, સેંકડોની સંખ્યામાં ભાજપનાં કાર્યકરો મુખ્યાલયે પહોંચી રહ્યાં છે. અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસે પૂરક બળો મોકલ્યાં છે.

    ભાજપના ઉત્સાહિત કાર્યકરો

    ઇમેજ સ્રોત, bbc

  13. કૉંગ્રેસ વિધાનસભાની જીતને લોકસભાની જીતમાં ન ફેરવી શકી

    લોકસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભામાં જીત નોંધાવવામાં સફળ થઈ હતી.

    પણ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સ્થિતિ અલગ જ દેખાઈ રહી છે.

    છત્તીસગઢની 11 બેઠકો પૈકી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે જ્યારે માત્ર બે બેઠકો પર જ કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે.

    મધ્ય પ્રદેશમાં કુલ 29 બેઠકો છે, જે પૈકી 28 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે અને એકમાત્ર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે.

    રાજસ્થાનમાં 25 લોકસભા બેઠક છે, જે પૈકી 24 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના ઉમેદવાર એક બેઠક પર આગળ છે.

    રાજસ્થાનની એક પણ લોકસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર અત્યાર સુધીના વલણ પ્રમાણે આગળ નથી.

  14. દિગ્ગજોની સ્થિતિ શું છે?

    • અમિત શાહ ગાંધીનગર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડા કરતાં 4 લાખ મતોથી આગળ
    • નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી સમાજવાદી પક્ષનાં ઉમેદવાર શાલિની યાદવથી 2 મતોથી આગળ
    • સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પર ભાજપના દિનેશપ્રતાપ સિંહ સામે 63 હજાર મતોથી આગળ
    • કેરળની વાયનાડ બેઠક પરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 4 લાખ મતોથી આગળ
    • કેરળની થિરૂવનંતપુરમ બેઠક પરથી કૉંગ્રેસના નેતા શશી થરૂર ભાજપના ઉમેદવારથી 33 હજારથી વધુ મતોથી આગળ
  15. શા માટે કૉંગ્રેસની સ્થિતિ આવી?

    2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારે ટક્કર આપી. પાર્ટીએ 'ન્યાય' યોજના દ્વારા પાંચ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક રૂ. 72 હજાર આપવાની જાહેરાત કરી. આમ છતાંય બીજી વખત પાર્ટીએ વિરોધપક્ષમાં બેસવું પડશે તેવું વલણ ચાલી રહ્યું છે.

    ભાજપની સરખામણીએ કાર્યકરોની સંખ્યા, ગાંધી પરિવાર ઉપર આધાર, પ્રાદેશિક નેતાઓનો અભાવ, ગઠબંધનનું ગઠન કરવામાં નિષ્ફળતાને કારણે પાર્ટીનો પરાજય થયો છે.

    એકસમયે સમગ્ર દેશમાં કૉંગ્રેસનું અસ્તિત્વ હતું. હવે તે પરિવાર આધારિત પરિવાર બની રહી છે. પાર્ટી તેનાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે.

    કૉંગ્રેસનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો, એમ કહેવું વહેલું ગણાશે, કારણ કે ભૂતકાળમાં અનેક વખત તેની પીછેહઠ થઈ છે અને પછી રાજકીય પરિદૃશ્યમાં તેનું પુનરાગમન થયું છે.

    જો કૉંગ્રેસનું પતન થશે તો ભાજપ તેની ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરશે.

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, EPA

  16. અમદાવાદમાં બીબીસી ગુજરાતીનો ખાસ કાર્યક્રમ

    બીબીસી ગુજરાતી લોકસભાનાં ચૂંટણી પરિણામોને લઈને ખાસ કાર્યક્રમ કરી રહી છે. અહીં ભાજપ-કૉંગ્રેસના નેતાઓ અને અન્ય ક્ષેત્રના નિષ્ણાતો સમગ્ર દિવસ ચર્ચા કરશે.

    કાર્યક્રમ
  17. ગિરિરાજસિંહે કહ્યું 'જીતનું કારણ મોદી'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. કૉંગ્રેસ નહીં બેરોજગારી હારી, ખેડૂતો હાર્યા – હાર્દિક પટેલ

    લોકસભાની ચૂંટણીના આવી રહેલાં પરિણામો પર કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વિટર પર કહ્યું કે કૉંગ્રેસ નહીં બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, ખેડૂતો હાર્યા છે, મહિલાઓનું સન્માન હાર્યું છે અને આમ જનતા સાથે જોડાયેલા દરેક મુદ્દાની હાર થઈ છે, એક આશાની હાર થઈ છે. સાચું કહું તો હિંદુસ્તાનની જનતાની હાર થઈ છે.

    એમણે કહ્યું કે કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરું છું. લડીશું અને જીતીશું.

    એમણે કહ્યું કે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત મૂકી. અમે પ્રામાણિકતાથી મેદાનમાં હતા. જનતાએ ભાજપને નથી જીતાડી બેઇમાનીએ જીતાડી છે. તમે મને ગાળો આપી શકો છો પરંતુ સત્ય કહેવું જરૂરી હોય છે. દેશની જનતાના મોં પર ખુશી નથી.

  19. હેમા માલિની એક લાખ 70 હજાર મતથી આગળ

    ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર હેમા માલિની એક લાખ 70 હજાર મતોથી આગળ ચાલી રહ્યાં છે.

    આ બેઠક પર કુંવર નરેન્દ્રસિંહ આર.એલ.ડી.ના ઉમેદવાર છે.

    રાષ્ટ્રીય લોક દળે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે.