મોદી બોલ્યા લોકોએ ફકીરની ઝોળી ભરી દીધી

મતગણતરીનાં વલણોને જોતાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન.

લાઇવ કવરેજ

  1. આપ કાર્યાલયમાં સોપો

    બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા જણાવે છે કે ચૂંટણી પરિણામોનાં વલણો બાદ નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યાલય ખાતે સોપો પડી ગયો હતો અને ત્યાં કાર્યકરો કે નેતાઓ જોવા મળતા નથી.

    દિલ્હીમાં સાત બેઠક છે અને તમામ સાત બેઠક ઉપર ભાજપ આગળ છે, જ્યારે કૉંગ્રેસ બીજા ક્રમે છે. ચૂંટણીપૂર્વે આપે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવાના પ્રયાસ કર્યા હતા, જે સફળ થયા ન હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. સુષમા સ્વરાજે મોદીને અભિનંદન પાઠવ્યાં

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અંતિમ પરિણામો આવે તે પહેલાં જ ટ્વીટ કરીને સુષમા સ્વરાજે અભિનંદન પાઠવ્યાં છે. સાથે જ તેમણે દેશવાસીઓનો પણ આભાર માન્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. SP ઑફિસ બહાર કેવો છે માહોલ?

  4. વારાણસીમાં અત્યારથી જ ઉજવણી

  5. નરેન્દ્ર મોદીને 1 લાખ 71 હજાર મત

    વારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર છે, તેમની સામે કૉંગ્રેસે અજય રાય અને સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને ઉતાર્યાં હતાં.

    અત્યાર સુધીનાં વલણો પ્રમાણે નરેન્દ્ર મોદીને 1 લાખ 71 હજાર મત મળ્યા છે, જ્યારે બીજા ક્રમે સમાજવાદી પાર્ટીના શાલિની યાદવ 51 હજાર મત સાથે છે.

    કૉંગ્રેસના અજય રાયને 33 હજાર મત મળ્યા છે.

  6. કૉંગ્રેસના ગઢ અમેઠીમાં રાહુલ પાછળ

    અત્યાર સુધીનાં વલણો પ્રમાણે ભાજપનાં ઉમેદવાર અને પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસનો ગઢ મનાતી અમેઠી બેઠક પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.

    રાહુલ ગાંધી ચાર હજાર જેટલા મતોથી પાછળ છે.

  7. ગુજરાતમાં ભાજપ સ્પેશિયલ 26 તરફ

    2014ની જેમ જ ભાજપ ગુજરાતની તમામ બેઠકો જીતવા તરફ જઈ રહ્યો છે.

    શરૂઆતમાં દાહોદ, પાટણ, અમરેલી જેવી બેઠકોમાં પાછળ રહેલા ભાજપના ઉમેદવારો હવે આગળ છે.

    ગુજરાતમાં રાજકોટમાં મોહનભાઈ કુંડારિયા દોઢ લાખના માર્જિનથી આગળ છે. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ સવા લાખ મતોથી આગળ છે.

    આણંદ બેઠકથી પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી 50 હજારથી વધુ મતોથી પાછળ છે તો અમરેલી બેઠક પર વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી 10 હજારથી વધારે મતોથી પાછળ છે.

    અમિત શાહ

    ઇમેજ સ્રોત, Getty Images

  8. ભાજપને એકલાહાથે બહુમત?

    11 વાગ્યાનાં પ્રારંભિક વલણ મુજબ ફરી એક વખત ભાજપ એકલાહાથે પૂર્ણ બહુમત મેળવશે. પાર્ટી 292 બેઠક ઉપર આગળ છે.

    કુલ 545 બેઠકવાળા ગૃહમાં બહુમત માટે સરકાર રચવા માટે 272 બેઠકની જરૂર રહે.

    સાથી પક્ષ શિવસેના 19, જનતાદળ યુનાઇટેડ 16, લોક જનશક્તિ પાર્ટી છ, શિરોમણિ અકાલીદળ બે, આસામ ગણ પરિષદ બે બેઠક ઉપર આગળ છે.

    ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના કહેવા પ્રમાણે, ભાજપને આપબળે 300થી વધુ બેઠક મળશે અને કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે.

    મોદી શાહની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  9. પૂર્વગૃહ મંત્રીનાં પત્ની જાગૃતિ પંડ્યા સાથે પરિણામો વિશે વાતચીત

  10. યુપી જાળવ્યું, બંગાળ-ઓડિશા મેળવ્યું

    ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપ આગળ છે. ગત વખતે ભાજપને અહીં તમામ 26 બેઠક ઉપર વિજય મળ્યો હતો.

    દાદારા નગર હવે અને દમણ-દીવ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર આગળ છે.

    ચૂંટણી સમયે એવી આશંકા સેવાતી હતી કે ગત વખતની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે નુકસાન થશે, પરંતુ પ્રારંભિક વલણ પ્રમાણે, એવું થતું હોય તેમ નથી લાગતું.

    કુલ 80માંથી 59 બેઠક ઉપર એનડીએ આગળ છે. પ્રારંભિક વલણ જોતાં અહીં એનડીએને 14 બેઠકનું નુકસાન થતું જણાય છે, જે પાર્ટી પૂર્વનાં રાજ્યોમાંથી સરભર કરી રહી છે.

    પશ્ચિમ બંગાળમાં ભાજપ 15 બેઠક ઉપર આગળ છે. ગત વખતે અહીં ભાજપને માત્ર બે બેઠક મળી હતી. આ સિવાય પૂર્વના ઓડિશામાં ભાજપ સાત બેઠક ઉપર આગળ છે. અહીં ભાજપને માત્ર એક બેઠક મળી હતી.

    રાજસ્થાનમાં તમામ 25 બેઠક ઉપર એનડીએ આગળ છે. અહીં ભાજપે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને એક બેઠક આપી છે. ગત વખતે ભાજપને એકલાહાથે તમામ 25 બેઠક ઉપર વિજય મળ્યો હતો.

    મધ્ય પ્રદેશની 28માંથી 27 બેઠક ઉપર ભાજપ આગળ છે.

    દિલ્હીની તમામ સાત, હરિયાણાની તમામ 10, હિમાચલ પ્રદેશની તમામ ચાર અને ઉત્તરાખંડની તમામ પાંચ બેઠક ઉપર અગ્રેસર છે. ઉપરોક્ત રાજ્યોમાં ગત વખતે ભાજપે તમામ બેઠકો ઉપર ઉપર વિજય મેળવ્યો હતો.

    ભાજપના કાર્યકરોનો ઉત્સાહ

    ઇમેજ સ્રોત, Getty Images

  11. ભાજપ સંપૂર્ણ બહુમતી તરફ, 294 બેઠકો પર આગળ

    ગ્રાફિક્સ
  12. ઊર્મિલા માતોંડકર 42 હજાર મતથી પાછળ

    ઉત્તર મુંબઈ બેઠક પરથી કૉંગ્રેસનાં ઉમેદવાર અને અભિનેત્રી ઊર્મિલા માતોંડકર ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીથી પાછળ છે.

    ગોપાલ શેટ્ટી 42 હજાર જેટલા મતોથી આગળ છે.

  13. પૂર્વ દિલ્હીમાં ગૌતમ ગંભીર આગળ

    પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર છે. ચૂંટણી પૂર્વે જ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકિટ આપી હતી.

    મુખ્ય વિપક્ષી ઉમેદવાર આમ આદમી પાર્ટીના આતિશીએ નબળી માળખાકીય સુવિધાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે ગંભીરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો પ્રચાર કર્યો હતો.

    મતદાનના બે દિવસ પૂર્વે આપે આરોપ મૂક્યો હતો કે તેના ઉમેદવાર આતિશી અંગે અભદ્ર આરોપ કરતી પત્રિકાઓનું વિતરણ કરાવ્યું હતું. ભાજપે આ આરોપોને નકાર્યા હતા.

    ગૌતમ ગંભીરની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  14. કર્ણાટકમાં ભાજપ 23 બેઠક પર આગળ

    કર્ણાટકની 28 લોકસભા બેઠક પૈકી 23 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ છે જ્યારે 3 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે.

    એક બેઠક પર જનતા દળ (સેક્યુલર) અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ છે.

    પરિણામો પૂર્વે એવું કહેવાતું હતું કે દક્ષિણ ભારતમાં ભાજપ વધારે બેઠકો જીતી નહીં શકે પણ શરૂઆતી વલણો પ્રમાણે કર્ણાટકમાં ભાજપનું પ્રદર્શન ધાર્યા કરતાં સારું છે.

  15. સેન્સેક્સ 40 અને નિફ્ટી 12 હજારને પાર

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એક વખત સરકાર બનશે તેવી શક્યતાને શેરબજારે વધાવી લીધું હતું. લગભગ 900 પૉઇન્ટ્સના ઉછાળે સેન્સેક્સ 40 હજારની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. એક જ દિવસમાં લગભગ 2.25 ટકાનો પ્રારંભિક ઉછાળો જોવા મળ્યો.

    નિફ્ટીએ 12 હજારની સર્વોચ્ચ સપાટી વટાવી હતી. નિફ્ટીએ લગભગ 2.25 ટકાના ઉછાળા સાથે 260 પૉઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો.

    સેન્સેક્સ

    ઇમેજ સ્રોત, Getty Images

  16. ભાજપ દિલ્હીની ઑફિસ બહાર શું માહોલ છે?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. સેન્સેક્સ 40 હજારને પાર

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એક વખત સરકાર બનશે તેવી શક્યતાને શેરબજારે વધાવી લીધું હતું. લગભગ 900 પૉઇન્ટ્સના ઉછાળે સેન્સેક્સ 40 હજારની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. એક જ દિવસમાં લગભગ 2.25 ટકાનો પ્રારંભિક ઉછાળો જોવા મળ્યો.

    સેન્સેક્સમાં ઉછાળ

    ઇમેજ સ્રોત, Getty Images

  18. અમેઠીથી રાહુલ ગાંધી પાછળ

    કૉંગ્રેસનો ગઢ મનાતી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસના ઉમેદવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.

    સ્મૃતિ ઈરાની 1900 જેટલા મતોની સરસાઈથી આગળ છે.

    જ્યારે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

  19. ભાજપ અને સાથી પક્ષો 300ને પાર

    સવારના 10:15 વાગ્યા સુધીનાં વલણોમાં એનડીએ બહુમતીથી આગળ નીકળી ગયો છે.

    હાલનાં વલણો પ્રમાણે ભાજપ 328 બેઠકો, કૉંગ્રેસ 82 અને અન્ય 98 પર આગળ છે. ભાજપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં આગળ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ 14 બેઠકો પર આગળ છે.

    ગ્રાફિક્સ
  20. ભાજપે ગઢ જાળવ્યા

    સવારે દસ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપ આગળ છે. ગત વખતે ભાજપને તમામ 26 બેઠક મળી હતી.

    દાદારા નગર હવે અને દમણ-દીવ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર આગળ છે.

    ઉત્તર પ્રદેશની 79 બેઠકનાં વલણ મળી રહ્યાં છે, જેમાં એનડીએ 60 બેઠક ઉપર આગળ છે. ગત વખતે ભાજપે અહીં 71 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.

    રાજસ્થાનમાં તમામ 25 બેઠક ઉપર એનડીએ આગળ છે. અહીં ભાજપે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને એક બેઠક આપી છે. ગત વખતે ભાજપને એકલાહાથે તમામ 25 બેઠક ઉપર વિજય મળ્યો હતો.

    મધ્ય પ્રદેશની 28માંથી 27 બેઠક ઉપર ભાજપ આગળ છે.

    દિલ્હીની તમામ સાત, હિમચાલ પ્રદેશની તમામ ચાર અને ઉત્તરાખંડની તમામ પાંચ બેઠક ઉપર અગ્રેસર છે. ઉપરોક્ત રાજ્યોમાં ગત વખતે ભાજપે તમામ બેઠકો ઉપર ઉપર વિજય મેળવ્યો હતો.

    ભાજપના કાર્યકરોની તસવીર