ઑસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ ઑલરાઉન્ડર ઍન્ડ્રયુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં મોત
ઑસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ ઑલરાઉન્ડર ઍન્ડ્રયુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે.
સાયમન્ડ્સની કાર શનિવારે રાત્રે ક્વિન્સલૅન્ડના ટાઉન્સવિલેમાં ક્રૅશ થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપ જીતનાર ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સભ્ય રહી ચૂકેલા સાયમન્ડ્સ 46 વર્ષના હતા.
આઈસીસીના જણાવ્યા અનુસાર, સાયમન્ડ્સ કારમાં એકલા હતા અને અકસ્માત થતાં જ તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
આ મામલે ફોરેન્સિક ક્રૅશ યુનિટ હવે તપાસ કરી રહ્યું છે.
2008ની ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝ દરમિયાન ભારતીય ક્રિકેટર હરભજનસિંહ અને સાયમન્ડ્સ વચ્ચે મેદાન પર તકરાર થઈ હતી. ત્યારથી સાયમન્ડ્સ ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચાસ્પદ રહ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઍન્ડ્રયુ સાયમન્ડ્સને 2003ના વર્લ્ડકપના પાકિસ્તાન સામે સદી ફટકારીને ઑસ્ટ્રેલિયાને જીત અપાવવા માટે ખાસ યાદ રાખવામાં આવશે.
જમણેરી બૅટ્સમૅન સાયમન્ડ્સે 26 ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમણે ભારત અને ઈંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં સદી પણ ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાયમન્ડ્સ ઑસ્ટ્રેલિયન ટીમમાં ઑફ-બ્રેક અને મીડિયમ પેસ બૉલર તરીકે પણ એક સારો વિકલ્પ હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સાયમન્ડ્સની ઉત્તમ ફિલ્ડિંગને કારણે તેમની ગણતરી રિકી પૉન્ટિંગ અને માઈકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે કરવામાં આવતી હતી.
વિશ્વ ક્રિકેટે તાજેતરમાં ઍન્ડ્રયુ સાયમન્ડ્સના રૂપમાં પોતાના યુગના બીજા મહાન ક્રિકેટરને ગુમાવ્યા છે.
અગાઉ દિગ્ગજ સ્પિનર શેન વૉર્નનું આ વર્ષે માર્ચ મહિનામાં અવસાન થયું હતું. તે અગાઉ વિકેટકીપર રોડ માર્શનું પણ મૃત્યુ થયું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























