#IndvsEng : બૉલર મોહમ્મદ શમી અને બુમરાહની નવમી વિકેટની બેટિંગ ભાગીદારી ઇંગ્લૅન્ડને ભારે પડી

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતે ઇંગ્લૅન્ડને આજે બીજી ટેસ્ટના આખરી દિવસે ક્રિકેટ ઇતિહાસનો યાદગાર કહી શકાય તેવો પરાજય આપ્યો છે.

ભારતે ઇંગ્લૅન્ડને 151 રનથી હરાવ્યું છે. એક સમયે એવું લાગતું હતું કે ઇંગ્લૅન્ડ મૅચ જીતી જશે, પરંતુ ટીમ ઇન્ડિયાએ આખરે બાજી પોતાના નામે કરી લીધી.

લૉર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 ટેસ્ટની શ્રેણીમાં ભારતે આ સાથે જ 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

લૉર્ડ્ઝ પર ભારતનો 1986 અને 2014 પછી આ ત્રીજી વખત ટેસ્ટમાં વિજય થયો છે.

line

ભારતીય બૉલરોની બેટિંગ

મોહમ્મદ શમીએ 56 અણનમ રન કર્યા હતા

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ શમીએ 56 અણનમ રન કર્યા હતા

272 રનના ટાર્ગેટ સામે ઈંગ્લૅન્ડ માત્ર 120 રનમાં ઑલઆઉટ થયું હતું. તેને ડ્રૉ ખેંચવા 8.1 ઓવર રમવાની બાકી હતી.

પછી ભારતે બાજી મારી લીધી હતી. ભારતીય બૉલર્સના આક્રમણ સામે ઇંગ્લૅન્ડની બેટિંગ-હરોળ ધરાશાયી થઈ ગઈ હતી.

સિરાજે 32 રનમાં 4, બુમરાહે 3 અને ઈશાંત શર્માએ બે વિકેટ તેમજ શમીએ 1 વિકેટ ઝડપી હતી.

જ્યારે મોહમ્મદ શમી (56 અણનમ) અને બુમરાહ (34 અણનમ) વચ્ચેની નવમી વિકેટની 89 રનની ભાગીદારી ઇંગ્લૅન્ડને હરાવવા માટે નિર્ણાયક રહી હતી.

નવમી વિકેટની ભાગીદારીએ ભારતને વિજય મેળવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એમ તો મૅચનો વિજય સમગ્ર ટીમના પરફૅક્ટ પર્ફૉર્મન્સને આભારી છે, પરંતુ કે. એલ. રાહુલની સદી અને રોહિત શર્મા સાથેની તેમની 126 રનની ભાગીદારી પણ મહત્ત્વની રહી છે.

line

મોહમ્મદ સિરાજની ચાર વિકેટ

મોહમ્મહ સિરાજે પહેલી અને બીજી ઇનિંગમાં 4-4 વિકેટ લીધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મહ સિરાજે પહેલી અને બીજી ઇનિંગમાં 4-4 વિકેટ લીધી

કે.એલ. રાહુલે બાદમાં કપ્તાન વિરાટ કોહલી સાથે પણ 117 રનની ભાગીદારી કરી હતી. આમ કે. એલ. રાહુલની સદીએ પણ મોટું યોગદાન આપ્યું.

તો વળી બીજી ઇનિંગમાં જ્યારે રાહુલ, રોહિત અને વિરાટ જેવા બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા ત્યારે પૂજારા અને રહાણેએ બાજી સંભાળી હતી. તેમણે ચોથા દિવસે પણ ક્રિઝ પર અડીખમ બેટિંગ કરી હતી.

તદુપરાંત સૌથી આકર્ષક અને રસપ્રદ બાબત બુમરાહ અને શમી વચ્ચેની બેટિંગની ભાગીદારી રહી. તેમણે 120 બૉલમાં 89 રનની ભાગીદારી કરી હતી.

વળી રોહિત શર્માના પર્ફૉર્મન્સની વાત કરીએ તો આ બૅટ્સમૅન ચોક્કસપણે સદી ચૂકી ગયો હતો, પરંતુ રોહિતે 145 બૉલમાં 83 રન કર્યા હતા.

અને આ મજબૂત ઇનિંગના આધારે જ ભારત 364 રન સુધી પહોંચી ગયું હતું. જેથી ઇંગ્લૅન્ડ પર દબાણ સર્જવા માટે આ સ્કોર મદદરૂપ રહ્યો હતો.

ભારતે એક રીતે જોઈએ તો બેટિંગ અને બૉલિંગ બન્નેમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગમાં 4 બૅટ્સમૅન શૂન્ય પર આઉટ થયા હતા. જોકે ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં પ્રભાવક પર્ફૉર્મ કરી 391 રન ખડક્યા હતા. છતાં તે મૅચ હારી ગયું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો