વિયેના ગોળીબાર : ઑસ્ટ્રિયામાં છ સ્થળોએ બંદૂકધારીઓનો હુમલો, ગૃહમંત્રાલયે 'આતંકી કૃત્ય' ગણાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ગોળીબારમાં ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ મૃત્યુ પામી છે અને અનેક લોકોને ઈજા થઈ છે. અનેક બંદૂકધારીઓએ વિયેનાનાં અલગ-અલગ છ સ્થળોએ ગોળીબાર કર્યો હતો.
ઑસ્ટ્રિયાના ગૃહમંત્રાલયે આને 'આતંકી હુમલો' ગણાવ્યો છે અને કહ્યું છે કે એક હુમલાખોર માર્યો ગયો છે.
શહેરના વિસ્તારોમાં ઘેરાબંધી કરીને પોલીસ અન્ય બંદૂકધારી હુમલાખોરોને શોધી રહી છે. સુરક્ષાદળોને પણ મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યાં છે.
શહેરના મેયરનું કહેવું છે કે ઓછામાં ઓછા 14 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાંથી 6ને ગંભીર ઈજાઓ થઈ છે.
અહેવાલો પ્રમાણે ઈજાગ્રસ્તોમાં એક પોલીસ અધિકારી પણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે લોકોને આગ્રહ કર્યો છે કે હુમલા થયા છે, એ વિસ્તારો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાનું ટાળે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા ફૂટેજમાં લોકો ભાગતા દેખાઈ રહ્યા છે. અહેવાલો પ્રમાણે ગોળીબાર યહૂદીઓના એક પૂજાસ્થળ પાસે રસ્તા પર થયો છે.
યહૂદી સમુદાયના નેતા ઓસ્કર ડૉયચે ટ્વીટ કરીને કહ્યું છે કે હજી સ્પષ્ટ નથી કે હુમલાખોરોએ યહૂદી પૂજાસ્થળને નિશાન બનાવ્યું છે કે નહીં. પણ ગોળીબાર આની આસપાસ જ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી એએફપી પ્રમાણે પ્રત્યક્ષદર્શીઓએ પ્રસારક ઓઆરએફને કહ્યું છે કે ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતો હતો પણ પછી ખ્યાલ આવ્યો કે ગોળીબાર થયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ટ્વીટ કરીને કહ્યું છે કે વિયેનામાં થયેલો હુમલો દુખદ છે.
મેક્રોંએ કહ્યું, "ફ્રાંસ પછી ઑસ્ટ્રિયાને નિશાન બનાવવામાં આવ્યું છે. અમારા દુશ્મનોને ખબર હોવી જોઈએ કે અમે નહીં ઝૂકીએ અને સાથે મળીને લડીશું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















