LIVE : ગુજરાત પેટાચૂંટણી : 8 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, સી.આર પાટીલ અને હાર્દિક પટેલ માટે કસોટી

હાર્દિક પટેલ અને સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HardikPatel CRPaatil

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે અને આ બેઠકો અગાઉ કૉંગ્રેસ પાસે હતી પણ કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં ખાલી પડી હતી.

સવારના ૭ વાગ્યાથી મતદાનની શરૂઆત થયું છે, જ્યારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.

જોકે મોરબી બેઠક પર 20 મતદાન મથકો પર ઈવીએમ ખોટકાયા હોવાથી તમામ તમામ ઈવીએમ બદલી કર્યા બાદ મતદાન ચાલુ કરાયું હતું.

આ આઠ બેઠકોની મતગણતરી 10મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે.

ભાજપ અને કૉંગ્રેસ બંનેએ જીતના દાવા કર્યા છે, પણ આખરી નિર્ણય મતદારો કરશે.

line

બિહારમાં યુવતી મતદાન માટે દાદીને સાઇકલ પર લઈને આવ્યા...

ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બિહારમાં મતદાન માટે યુવતી દાદીને સાઇકલ પર લઈને આવ્યા.

ગુજરાતમાં 8 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન છે ત્યાં બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. જેમાં પટણામાં યુવતી મતદાન માટે તેમના દાદીને સાઇકલ પર લઈને આવ્યા હતા.

એએનઆઈ અનુસાર યુવતીએ કહ્યું કે તેઓ મતદાન માટે દાદીને સાઇકલ પર લઈને આવ્યા છે. અને રોજગારીની આશા સાથે તેમણે મતદાન કર્યું છે.

line

ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોનું મતદાન

તદુપરાંત કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે લિલોડ મતદાનમથકે મતદાન કર્યું હતું.

કરજણ બેઠકથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે મતદાન કર્યું.

ઇમેજ સ્રોત, RAJIV PARMAR

ઇમેજ કૅપ્શન, કરજણ બેઠકથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે મતદાન કર્યું.

મોટાભાગની બેઠકોના મતદાન મથકે મતદારો મત આપવા આવી રહ્યા છે. અને સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે મતદાનોમાં પેટાચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

વિજય પટેલ ભાજપ (ડાંગ)

ઇમેજ સ્રોત, Dharmesh Amin

ઇમેજ કૅપ્શન, વિજય પટેલ ભાજપ (ડાંગ) મતદાન કર્યું એ સમયની તસવીર

દરમિયાન ગુજરાતની આઠ પેટાચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોએ સવારમાં જ મતદાન કર્યું હતું. તથા સુરેન્દ્રનગરની લિંબડી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાએ મતદાન કર્યું હતું.

ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગર- લિંબડી ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાએ મતદાન કર્યું.

ડાંગ પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કૉંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવિતે મતદાન કર્યું હતું.

સૂર્યકાન્ત ગાવિત (ડાંગ-કૉંગ્રેસ) મતદાન સમયની તસવીર

ઇમેજ સ્રોત, Dharmesh Amin

ઇમેજ કૅપ્શન, સૂર્યકાન્ત ગાવિત (ડાંગ- કૉંગ્રેસ) મતદાન સમયની તસવીર

તો ધારી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જ્યારે કરજણ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું

વળી કરજણ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજાએ પણ સવારે મતદાન કર્યું હતું.

BBC
ઇમેજ કૅપ્શન, કરજણ બેઠક માટે કૉંગ્રેસના કિરિટસિંહ જાડેજાની મતદાન સમયની તસવીર

દરમિયાન 8 બેઠકોના મતદાનકેન્દ્રો પર શાંતિમય માહોલમાં મતદાન ચાલુ છે. સવારથી મતદારો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મતદાન કરી લોકશાહી માટેની તેમની ફરજ અદા કરી રહ્યાં છે.

અત્રે નોંધવું કે જૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, જે બાદ અહીં પેટાચૂંટણી આવી હતી.

મોરબી મતદાનમથક

ઇમેજ સ્રોત, Rajesh Ambliya

ઇમેજ કૅપ્શન, મોરબી મતદાનમથક પર મતદાનની તસવીર. કોરોના વાઇરસ સંદર્ભની માર્ગદર્શિકાના પાલન સાથે મતદાન શરૂ

આ આઠ બેઠકોમાં અબડાસા, લીમડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે.

આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે 'પક્ષપલટુ નેતાઓ'ને પાઠ ભણાવવા, બેરોજગારી, ખેડૂતો વગેરેના મુદ્દાને લઈને ચૂંટણી લડી છે.

line

ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે

મતદાનમથક

ઇમેજ સ્રોત, Sachin Pithva

ઇમેજ કૅપ્શન, લિંબડી બેઠક માટેનું મતદાનકેન્દ્ર

તો સામે પક્ષે સત્તાધારી ભાજપે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે.

અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા - આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

મતદાનમથક

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, મોરબી ખાતેનું પેટાચૂંટણીમાં મતદાન માટેનું મતદાનકેન્દ્ર

આ ચૂંટણીમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જે ગત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બાદમાં રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામાં આપ્યાં હતાં, તેઓને ફરી ટિકિટ મળી નથી કે અપાઈ નથી.

તેમાં ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ, લીમડીના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ (કોળી) અને ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

line

ભાજપના ઉમેદવાર

અબડાસા બેઠક-પ્રદ્યુમ્નસિંહ જાડેજા, લીમડી-કિરીટસિંહ રાણા, મોરબી- બ્રિજેશ મેરજા, ધારી-જે.વી. કાકડિયા, ગઢડા-આત્મારામ પરમાર, કરજણ-અક્ષય પટેલ, ડાંગ- વિજય પટેલ, કપરાડા-જીતુભાઈ ચૌધરી

line

કૉંગ્રેસના ઉમેદવાર

અબડાસા- શાંતિલાલ સેંધાણી, લીમડી-ચેતન ખાચર, મોરબી-જયંતીલાલ પટેલ, ધારી-સુરેશ કોટડિયા, ગઢડા-મોહન સોલંકી, કરજણ-કિરિટસિંહ જાડેજા, ડાંગ-સૂર્યકાન્ત ગાવીત, કપરાડા-બાબુભાઈ પટેલ

આ ઉપરાંત ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પણ પોતાના બે ઉમેદવાર ડાંગ અને કરજણમાં ઊભા રાખ્યા છે જ્યારે 51 અપક્ષોએ પણ આ વખત ચૂંટણી લડી છે.

line

બિહારમાં પણ આજે મતદાન

ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાન શરૂ. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મતદારો મતદાન કરવા સજ્જ

ગુજરાતની પેટાચૂંટણી સાથેસાથે આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 243 બેઠકોવાળી બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 1,463 ઉમેદવાર મેદાનમાં છે. આજે બિહારમાં વિપક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને તેમના મોટાભાઈ તેજ પ્રતાપ યાદવ સહિત ઘણા મોટો નેતાનું ભાગ્ય ઈવીએમમાં સીલ થશે. બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન 28 ઑક્ટોબરના રોજ થયું હતું. જેમાં કુલ 54 ટકા મતદાન થયું હતું. ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ થશે.

line

મધ્યપ્રદેશમાં ભાજપ માટે ખરાખરીનો જંગ

ANI

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણીનું મતદાન શરૂ

ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આજે કુલ 28 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. જેમાં કુલ 355 ઉમેદવારો મેદાનમાં છે. આજે શિવરાજ સિંહ ચૌહાણની સરકારના કૂલ 12 મંત્રીઓનાં ભાગ્યનો પણ ફૈંસલો થશે. આજના મતદાન પરથી નક્કી થશે કે ભાજપના શિવરાજસિંહ મધ્યપ્રદેશમાં મુખ્ય મંત્રીપદ પર રહેશે કે નહીં. 230 બેઠકોવાળી મધ્યપ્રદેશની વિધાનસભામાં ભાજપ પાસે 107, કૉંગ્રેસ પાસે 87, બહુજન સમાજ પાર્ટી પાસે 2 અને સમાજવાદી પાર્ટી પાસે એક બેઠક છે. ચાર અપક્ષ ઉમેદવાર છે અને એક બેઠક ખાલી છે. ભાજપને અહીં પોતાની સરકાર જાળવી રાખવા બહુમત માટે 115 ધારાસભ્યોની જરૂર છે. આ 28 બેઠકોમાં કૉંગ્રેસના 27 ધારાસભ્યો હતા પરંતુ 25 ધારાસભ્યોએ આ વર્ષની શરૂઆતમાં જ રાજીનામું આપી દેતાં કૉંગ્રેસના કમલનાથની સરકાર પડી ગઈ હતી.

line

ચૂંટણી વિશેષ

મતદાન

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images

કોરોના વાઇરસ મહામારીના સમયમાં ગુજરાતમાં પહેલી વાર ચૂંટણી યોજાઈ રહી છે અને એટલા માટે તંત્ર દ્વારા કેટલીક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી અધિકારીની અખબારીયાદી અનુસાર, આઠ પેટાચૂંટણીમાં કુલ 81 ઉમેદવારો ઊભા રહ્યા હતા. કોરોના વાઇરસ મહામારીને કારણે ભારત સરકારની ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ, એક મતદાનમતક પર મહત્તમ 1500 મતદારોને બદલે પેટાચૂંટણીમાં મહત્તમ 1000 મતદારોની સંખ્યા રાખવામાં આવી છે.

મતદાનના દિવસે અંદાજે 900 મતદાનમથકો પરથી લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

કુલ 324 સેક્ટર રૂટ પર સેક્ટર ઑફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે.

કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુસરીને આશરે 3400 થર્મલ ગન, 41 હજાર એન-95 ફેસ માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબર હેન્ડ ગ્લવ્ઝ અને મતદારો માટે આશરે 21 લાખ પોલિથિન હેન્ડ ગ્લવ્ઝ (મતદાનમથક દીઠ એક નંગ) આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી અધિકારીને આપવામાં આવશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સિવાય જે મતદારો માસ્ક વિના આવશે તેમના માટે પોલિંગ બૂથ સ્ટાફ પાસે ત્રણ લાખ જેટલા ફેસ માસ્ક ઉપલબ્ધ રહેશે.

ભારતનાં ચૂંટણીપંચનાં ધોરણ પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઈવીએમ-વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે.

તેમજ મતદાનમથકો પર અંદાજે 419 માઇક્રો ઑબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે.

line

સી. આર. પાટીલ અને હાર્દિક પટેલની પરીક્ષા

મતદાન

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images

આ ચૂંટણી ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ માટે પણ મહત્ત્વની માનવામાં આવે છે, કેમ કે તેમના નેતૃત્વમાં પહેલી વાર ચૂંટણી યોજાઈ રહી છે.

તો કૉંગ્રેસમાં જોડાયેલા અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે આ ચૂંટણી એક પરીક્ષા સમાન છે.

આ પેટાચૂંટણીમાં ગુજરાતના મુખ્ય મંત્રી, ભાજપના કેન્દ્રીયમંત્રી સહિત ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અને દિગ્ગજ નેતાઓએ ચૂંટણીપ્રચાર કર્યો હતો.

ચૂંટણીપ્રચારમાં કેટલીક જગ્યાએ કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું અને એ અંગે વિવાદ પણ થયો હતો.

line

આઠ બેઠકનું 2017ની ચૂંટણીનું પરિણામ

મહિલા

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images

પેટાચૂંટણી થઈ રહી છે એ આઠ બેઠકની વાત કરીએ તો છેલ્લે યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના છબીલભાઈ નારણભાઈ પટેલની સામે કૉંગ્રેસના પ્રદ્યુમ્નસિંહ મહીપતસિંહ જાડેજાની જીત થઈ હતી.

જોકે હવે પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાયા પછી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

તો મોરબીમાંથી કૉંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના કાંતિલાલ અમૃતીયાને હરાવ્યા હતા.

ધારી બેઠક પરથી કૉંગ્રેસના જે. વી. કાકડિયાએ ભાજપના દિલીપ સંઘાણીને હરાવ્યા હતા.

ગઢડા (એસ.સી.) બેઠક પરથી કૉંગ્રેસના પ્રવીણ મારુએ ભાજપના આત્મારામ પરમારને હરાવ્યા હતા.

તો કરજણ બેઠક પરથી કૉંગ્રેસના અક્ષય ઈશ્વરભાઈ પટેલે ભાજપના સતીશ મોતીભાઈ પટેલને હરાવ્યા હતા.

ડાંગ (એસ.ટી.) બેઠક પરથી કૉંગ્રેસના મંગળભાઈ ગાવિતે ભાજપના ઉમેદવાર વિજય પટેલને હરાવ્યા હતા.

કપરાડા (એસ.ટી.) બેઠક પરથી કૉંગ્રેસના જીતુ ચૌધરીએ ભાજપના મધુભાઈ રાવતને હરાવ્યા હતા.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો