You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Nirav Modi : જામીનનો ચોથી વખત ઇન્કાર, લંડન હાઈ કોર્ટે કહ્યું પુરાવાનો નાશ કરવાની કોશિશ થઈ
લંડનની હાઈ કોર્ટે હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ વખત નીરવ મોદીનીની જામીન અરજી નકારી કાઢવામાં આવેલી હતી.
નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેતા જજ સિમલેરે કહ્યું કે પુરાવાઓનો નાશ કરવાની અને સાક્ષીઓને અવરોધવાની કોશિશ થઈ રહી છે.
અગાઉ ગત અઠવાડિયે લંડનની અદાલતે જામીન અરજી ફગાવી દેતા હાઈ કોર્ટમાં જામીન અરજી થઈ હતી.
નીરવ મોદી જાન્યુઆરી 2018થી લંડનમાં રહે છે અને ગત માર્ચ મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી તેઓ લંડનમાં જેલમાં છે.
ભારત સરકાર નાણાકીય છેતરપિંડી મામલે તેમને ભારતમાં પ્રત્યર્પિત કરવા માગે છે.
નીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્કમાં 13 હજાર કરોડોનું કૌભાંડનું કરવાનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?
અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરના એક જૈન પરિવારમાં થયો હતો.
તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓ સિંગાપુર જતા રહ્યા હતા.
બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાયની સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.
એમ કહેવાય છે કે યુવા ઉંમરથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.
ભારતમાં વસી જવા અને ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસની ટ્રેનિંગ લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.
આ કંપનીને પ્રખ્યાત બનાવવા માટે તેમણે યોગ્ય હીરાની પસંદગી અને તે પ્રમાણે દાગીના ડિઝાઇન કરવા અનેક મહિનાઓ પસાર કર્યા હતા.
એ સમયે તેમને અનુભવ થયો કે જ્વેલરીને લઈને ઝનૂન અને કલા બંને તેમનામાં રહેલી છે ત્યારે તેમણે બ્રાંડ બનાવવા તરફ એક પગલું આગળ ભર્યુ હતું.
2010માં તેઓ ક્રિસ્ટી અને સદબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.
2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો