You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દુનિયા ચુપચાપ અમને મરતાં જોઈ રહી છે', અફઘાનિસ્તાનમાં મહિલાઓ રસ્તા પર ઊતર્યાં - BBC TOP NEWS
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મહિલાઓ ફરીથી રસ્તા પર ઊતરી આવ્યાં છે અને વિરોધપ્રદર્શન યોજ્યું છે.
મહિલાઓના કહેવા પ્રમાણે આ પ્રદર્શન અફઘાનિસ્તાનમાં જારી તમામ સંકટો અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાધેલા મૌન અને આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ક્રિયતાના વિરોધમાં હતું.
પ્રદર્શન કરી રહેલી મહિલાઓના હાથમાં પોસ્ટર્સ હતાં, તેની પર લખેલું હતું - 'દુનિયા અમને શાંતિથી મરતાં કેમ જોઈ રહી છે?'
ઑગસ્ટના મધ્યમાં તાલિબાન ફરીથી સત્તામાં આવ્યું એ પછી મહિલાઓને કામ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને મોટાભાગની કિશોરીઓના હાઈસ્કૂલમાં જવા પર મનાઈ છે.
'આશ્રમ'ના શૂટિંગ દરમિયાન પ્રકાશ ઝા પર હુમલા બાદ રાજકીય ઘમસાણ
ભોપાલમાં રવિવારે પ્રકાશ ઝાની વેબસિરીઝ 'આશ્રમ-3'ના શૂટિંગ દરમિયાન બજરંગદળના કાર્યકરોએ હિંસક પ્રદર્શન કર્યું હતું, જે બાદ મધ્ય પ્રદેશની સરકારના મંત્રીઓએ કહ્યું કે પ્રદેશમાં થનારાં શૂટિંગ્સ માટે ગાઇડલાઇન બનાવવી જોઈએ.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે પ્રદેશમાં થનારાં શૂટિંગ્સ પહેલાં નિર્માતાઓએ તંત્રને સ્ક્રિપ્ટ અને અન્ય માહિતી આપવાની રહેશે.
તેમણે કહ્યું કે, "મધ્ય પ્રદેશમાં હવે એવી કોઈ પણ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપવામાં નહીં, જેમાં વાંધાજનક કે
ધાર્મિક ભાવનાઓને ભડકાવતાં સીન હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું છે કે નામ અંગે અમને પણ વાંધો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો