સુરત આગ : કડોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતાં બેનાં મૃત્યુ, ક્રેનની મદદથી કામદારોને બહાર કઢાયા

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

સુરતની કડોદરા જીઆઈડીસીમાં આવેલી વિવા પૅકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી હતી, હવે આગને કાબૂમાં લઈ લેવાઈ છે.

બારડોલી ડિવિઝનનાં ડીવાયએસપી રૂપલ સોલંકીના કહેવા પ્રમાણે આ આગમાં બે લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

બીબીસીના સહયોગી ધર્મેશ અમીન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે સુરત શહેર ઉપરાંત જિલ્લાની ફાયરબ્રિગેડની ટુકડીઓ કામે લાગી હતી, ઘટનાસ્થળે 10થી વધારે ફાયરએંજિન હતા.

આગને પગલે કામદારો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમને હાઇડ્રોલિક ક્રેન વડે નીચે ઉતારવામાં આવ્યા હતા. 100 જેટલા કામદારોને બહાર કાઢવામાં સફળતા મળઈ છે, જ્યારે બેનાં મૃત્યુ થયાં છે.

સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ મિલમાં સાડીઓેનું પૅકેજિંગ કરવા માટે થેલીઓ બનાવવામાં આવે છે તેમજ આ મિલમાં માસ્ક પણ બનાવવામાં આવે છે.

જોકે, હજી સુધી આગ કેવી રીતે લાગી તેના વિશે કોઈ માહિતી મળી નથી.

(આ અંગે વધુ માહિતી એકઠી કરાઈ રહી છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો