ઉત્તર પ્રદેશમાં ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારાઈ TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં ખેડૂત આંદોલન કરનારને 50 લાખની નોટિસ, પોલીસ પર ડરાવવાનો આરોપ
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિકાયદાઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને 'ઉશ્કેરનારા' ખેડૂત નેતાઓને 50 લાખ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટના સાંભલની છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ભારતીય કિસાન યુનિયન (અસલી)ના છ ખેડૂત નેતાઓને 50-50 લાખ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બીજા છ લોકોને પાંચ-પાંચ લાખના બૉન્ડની નોટિસ આપવામાં આવી છે.
સાંભલના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત નેતાઓને 12 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ આ નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકારાયાના અમુક દિવસો બાદ સર્કલ ઑફિસરે આને કારકુની ભૂલ ગણાવીને 50 હજારની રકમની વાત કરી હતી.
સાંભલના સર્કલ ઑફિસર અરુણકુમાર સિંહે કહ્યું, "મેં એસડીએમ સાથે વાત કરી છે. આમાં ભૂલ હતી. નવી નોટિસ આપવામાં આવશે. હાલ એસડીએમ રજા પર છે. તે રજા પરથી પરત આવશે તો અમે 50 હજારના નવા બૉન્ડ જાહેર કરીશું."
ખેડૂત નેતાએ આને 'પ્રજાતાંત્રિક વિરોધપ્રદર્શનને બદાવવાનો' પ્રયાસ ગણાવ્યો છે.
ભારતીય કિસાન યુનિયન(અસલી)ના રાજપાલસિંહ યાદવે કહ્યું, "અમને આંદોલન કરતા અટકાવવા માટે આ પ્રકારની રૅન્ડમ રકમ નક્કી કરવામાં આવી."
"આ આંદોલન હિંસક આંદોલન નથી. વહીવટી તંત્ર ખેડૂત આંદોલનથી કેમ ગભરાયેલું છે? અમે આતંકવાદી હોઈએ તેમ 50 લાખ રૂપિયા માગે છે. તેઓ જાણે છે અમારી પાસે આટલા બધા પૈસા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેન્દ્ર સરકારના વાંધા બાદ ગૂજરાત વિદ્યાપીઠે નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક અટકાવી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
'ડેક્કન હેરાલ્ડ'ના અહેવાલ અનુસાર મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં નવા વાઇસ ચાન્સેલરની નિમણૂકને લઈને કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રાલયે વાંધો ઉઠાવતાં તેના પર હાલ રોક લગાવવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી સર્ચ કમિટી દ્વારા નવા વાઇસ ચાન્સેલર તરીકે ભૂતપૂર્વ રજીસ્ટાર રાજેન્દ્ર ખિમાણીની નિમણૂક કરવામાં આવી હતી.
જોકે શિક્ષણમંત્રાલયે નવા વાઇસ ચાન્સેલરની પસંદગી-સમિતિમાં ફેબ્રુઆરી, 2019માં થયેલા મૅમોરેન્ડમ ઑફ ઍસોસિયેશન મુજબ કેન્દ્ર સરકારનો પ્રતિનિધિ ન હોવાથી વાંધો ઉઠાવ્યો હતો.
વિદ્યાપીઠના રજિસ્ટારે કહ્યું, "અમે પસંદગી સમિતિના નિર્ણય પર હાલ રોક લગાવી છે અને શિક્ષણમંત્રાલયને કહ્યું છે કે તેમનો પ્રતિનિધિ કોણ બનશે તે નક્કી કરે. એ નક્કી થશે પછી આપણે જોઈશું કે શું પગલાં લેવાય છે. પરંતુ આ નિર્ણયને હૉલ્ડ પર રાખ્યો છે"

અમદાવાદમાં 85 ટકા માતા-પિતાને મિડ-ડે મિલના બદલામાં કશું નથી મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ અમદાવાદ અને યુનિસેફ ગુજરાત દ્વારા અમદાવાદમાં સરકારી શાળામાં ભણતાં બાળકોનાં ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો.
જેમાં 85 ટકા માતા-પિતાએ કહ્યું હતું કે તેમને કોરોના વાઇરસના કારણે લૉકડાઉન લાગુ થયું છે ત્યારથી મિડ-ડે મિલના બદલામાં કાંઈ આપવામાં આવ્યું નથી. ગત માર્ચ મહિનામાં ભારતમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
માત્ર 15 ટકા જ બાળકોનાં માતા-પિતાએ કહ્યું કે તેમને મિડ-ડે મિલના બદલામાં ચોખા, ઘઉં અથવા કઠોળ આપવામાં આવ્યા છે.
માર્ચ, 2020થી 30 ટકા વિદ્યાર્થીઓ ઔપચારિક રીતે શિક્ષણકાર્યમાં જોડાયા નથી.
2 ટકાથી પણ ઓછા લોકોએ કહ્યું છે કે તેઓ લૅપટોપ અથવા વાઇફાયનો ઉપયોગ કરે છે અને 12થી ઓછા ટકા લોકો ઇમેઇલનો ઉપયોગ કરે છે.

અસંતુષ્ટ નેતાઓ સાથે મુલાકાત કરવા સોનિયા રાજી

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસના સંગઠનમાં પરિવર્તન લાવવાને લઈને પત્ર લખનારા 23 અસંતોષી નેતાઓ સાથે સોનિયા ગાંધી મુલાકાત કરી શકે છે.
આ પત્રમાં 23 નેતાઓએ હસ્તાક્ષર કર્યા હતા પરંતુ તમામ બેઠકમાં સામેલ નહીં થાય. પાંચ અથવા છ નેતાઓના એક મુખ્ય સમૂહ દ્વારા વાત મૂકવામાં આવે તેવી સંભાવના છે.
આ બેઠક શનિવારે યોજાવાની સંપૂર્ણ સંભાવના છે.
કૉંગ્રેસ પાર્ટીનો દાવો છે કે આ બેઠકમાં માત્ર અસંતોષી નેતાઓ નહીં હોય પરંતુ બીજા પણ નેતાઓ હશે.
સૂત્રોના કહેવા પ્રમાણે, કમલનાથે પાર્ટીના પતન અંગે કથિત રીતે ચિંતા વ્યક્ત કરનાર અસંતુષ્ટોનાં કારણોનું સમર્થન કર્યું છે.
ઑગસ્ટ મહિનામાં કૉંગ્રેસ પાર્ટીમાં એક પત્ર લખવામાં આવ્યો હતો. જે બાદ ભારે હોબાળો મચ્યો હતો. આ પત્ર લખવામાં પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તા પણ સામેલ હતા.

અમેરિકામાં ભારે સાઇબર હુમલાની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ અઠવાડિયે એક મોટા હૅકિંગ અભિયાનનો પર્દાફાશ થવાથી સરકાર, સંવેદનશીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી સૅક્ટર પર ભારે ખતરો છે.
સાઇબર હુમલા દ્વારા અમેરિકાના વાણિજ્યમંત્રાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકાની સાયબર સિક્યૉરિટી ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યૉરિટી એજન્સી (સીઆઈએસએ)એ કહ્યું છે કે આ સાઇબર હુમલાને અટકાવવો ઘણો અઘરો હશે.
એજન્સીએ એમ પણ કહ્યું કે આની શરૂઆત માર્ચ 2020થી થઈ હતી.
અમેરિકામાં અનેક લોકોને શંકા છે કે આની પાછળ રશિયાનો હાથ છે, જોકે રશિયાએ આ આરોપને 'પાયાવિહોણો' ગણાવ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















