ગુજરાતમાં LRD ઉમેદવારોની રૂપાણી સરકાર પાસે ઇચ્છામૃત્યુની માગણી - Top News

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પોલીસની લોકરક્ષક દળની ભરતીને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિરોધપ્રદર્શન ન કરવા દેતા ઉમેદવારોએ વિવિધ જિલ્લાના ક્લેક્ટરને આવેદનપત્ર આપીને ઇચ્છામૃત્યુની માગણી કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર એલઆરડીના પુરુષ ઉમેદવારો ફેબ્રુઆરી મહિનાથી ગુજરાત સરકારની સામે નોકરીના મુદ્દે આંદોલન કરી રહ્યા છે.
ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારે મહિલા ઉમેદવારો માટે 2000 જેટલી વધારે જગ્યાઓની જાહેરાત કરી હતી. પુરુષ ઉમેદવારો પણ આજ પ્રકારે જગ્યાઓની માગ કરી રહ્યા છે.
બનાસકાંઠાના સુરેશ ગેહલોત નામના ઉમેદવારે કહ્યું, "અમે શુક્રવારે બનાસકાંઠાના ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર અમને અમારા અધિકારો માટે શાંતિપૂર્વક રીતે વિરોધપ્રદર્શન કરવાની પરવાનગી આપતી નથી માટે અમે મૃત્યુની માગ કરી છે."
તેમણે વધુમાં કહ્યું, "મુખ્ય મંત્રી પોતાના નિવેદનમાં કહ્યું કે ત્યાં રાજ્ય સરકારમાં ભરતીઓને લઈને કોઈ આંદોલન ચાલી રહ્યું નથી. જો વિરોધપ્રદર્શન માટે એકઠા થઈએ તો પોલીસ ફોર્સનો દુરુપયોગ કરે છે અને અમારી સામે ગુના દાખલ કરે છે. આ પ્રકારની સ્થિતિમાં અમારી પાસે અમારો અવાજ રજૂ કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી એથી અમે ઇચ્છામૃત્યુની પરવાનગી માગી છે."
આંદોનકારીઓની માગ છે કે સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અને 67 ટકા પુરુષ ઉમેદવારનો જે રેશિયો છે તેને સરકારે જાળવવો જોઈએ.

બિહાર ચૂંટણી : છેલ્લા તબક્કામાં 78 સીટ માટેની ચૂંટણી શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
બિહારમાં આજે ત્રીજા અને છેલ્લાં તબક્કાનું વોટિંગ શરૂ થઈ ગયું છે. આજે 16 જિલ્લાની 78 સીટ પર મતદાન છે જેમાં મુખ્ય રીતે સીમાંચલ અને મિથિલાંચલનો વિસ્તાર છે.
બિહારના લગભગ અડધા મુસ્લિમ ત્રીજા તબક્કાના વિધાનસભા વિસ્તારમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ તબક્કો એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં અનેક સીટ પર મુકાબલો બે મુખ્ય પાર્ટીઓની વચ્ચે ત્રિકોણીય નહીં પરંતુ બહુકોણીય છે.
ત્રીજા તબક્કામાં ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, અસદ્દુીન ઓવૈસીની એઆઈએમઆઈએમ, માયાવતીની બસપા અને પૂર્વ સંસદ પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી લડાઈમાં છે.
વર્ષ 2015માં આ 78 સીટમાંથી 54 સીટ જનતા દળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતા દળ અને કૉંગ્રેસના ગઠબંધનને મળી હતી. જ્યારે એનડીએને માત્ર 24 સીટ જીતી હતી. ભાજપે અહીં સૌથી વધુ સીટ જીતી હતી.
ત્રીજા તબક્કામાં ભાજપે 35 અને જેડીયુએ 37 ઉમેદવાર ઉભા કર્યા છે. જ્યારે રાજદે 46 અને કૉંગ્રેસે 25 સીટ પર ઉમેદવાર ઉભા રાખ્યા છે. નીતીશ સરકારની કૅબિનેટના 12 મંત્રી ત્રીજા તબક્કાના ઉમેદવાર તરીકે ઊતર્યા છે.

ગ્વાટેમાલામાં ચક્રવાતે લીધો 100 વધારે લોકોનો ભોગ

ઇમેજ સ્રોત, Reuters
ગ્વાટેમાલામાં ચક્રવાત એટાને પગલે ભારે વરસાદથી ભૂસ્ખલન અને કાદવમાં 100થી વધારે લોકોન મૃત્યુ પામ્યા છે.
જ્યાં અનેક ઘરો નાશ પામ્યા છે તેવા અંતરિયાળ ગામ સુધી ગ્વાટેમાલાની આર્મી પહોંચી છે.
ગ્વાટેમાલાના પ્રમુખ ગિઆમત્તેઈએ કહ્યું કે અલ્તા વેરપાઝમાં આશરે સો લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ખરાબ વાતાવરણને કારણે બચાવ કામગીરીને અસર પહોંચી છે, રસ્તાઓ બ્લૉક છે અને મોટો વિસ્તાર પૂરગ્રસ્ત છે.
અગાઉ સત્તાધિકારીઓએ ચક્રવાતને પગલે દેશમાં 50 લોકોનાં મૃત્યુની પૃષ્ટિ કરી હતી.
એટાને કેટેગરી-4 મુજબનો ગંભીર ચક્રવાત ગણવામાં આવ્યો છે અને તેને પગલે પડોશી નિકારાગુઆમાં મંગળવારે 225 કિલોમીટરની ઝડપ સાથે પવન ફૂંકાયો અને ભારે વરસાદ થયો. એ પછી ચક્રવાત નબળો પડ્યો અને ડીપ્રેશન પડોશી હોંડુરાસ અને ગ્વાટેમાલા તરફ ફંટાયું.

ઇમેજ સ્રોત, Reuters
ગ્વાટેમાલાના પ્રમુખ ગિઆમત્તેઈએ કહ્યું કે બચાવ કામગીરી ખૂબ મર્યાદિત છે કેમ કે દેશ પાસે આ પ્રકારની સ્થિતિ માટે ફક્ત એક જ હેલિકૉપ્ટર છે.
એમણે કહ્યું, ખૂબ લોકો ફસાયેલા છે અને અમે એમના સુધી પહોંચી શકીએ એમ નથી.
દેશના અનેક વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
પ્રમુખે ક્યુએજા પ્રાંતની સ્થિતિ ગંભીર ગણાવી છે. આ વિસ્તારમાંથી હજી એક પણ મૃતદેહ મેળવી શકાયો નથી.

ઇમેજ સ્રોત, Reuters
પડોશના હોંડુરાસમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવની રાહ જોઈ રહ્યાં છે.
વિદેશ મંત્રી લિસાન્દ્રો રસેલે કહ્યું કે, કોવિડ-19ના સમયે એટાએ જે તબાહી સર્જી છે તેણે અમને ભયાનક સ્થિતિમાં મૂકી દીધા છે અને જાહેર કામો માટે નાણાકીય સ્થિતિ ગંભીર બની છે.
એમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને બચાવ અને પુનર્વસન માટેના પ્રયાસો ઝડપી કરવા અપીલ કરી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















