મુંબઈમાં કલાકો સુધી વીજળી ડૂલ રહી, ભાજપનો ઉદ્ધવ સરકાર પર આરોપ

મુંબઈ
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર મુંબઈમાં મોટા પ્રમાણમાં પાવર કટ જોવા મળ્યો છે. પાવર કટ થવાના કારણે લોકલ ટ્રેન પણ ખોટકાઈ ગઈ હતી.

કલાકો સુધી વીજળી ડૂલ રહ્યા બાદ કેટલાક ભાગોમાં વીજપુરવઠો શરૂ થયાનું જાણવા મળે છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજ્યના ઊર્જામંત્રી નીતિન રાઉતે ટ્વીટ કરતાં લખ્યું છે કે રેલવેસેવા ફરી શરૂ થઈ ગઈ છે અને અન્ય તાત્કાલિક સેવાઓને પણ શરૂ કરાઈ રહી છે.

એજન્સી બ્રુહ્દમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટને ટાંકીને લખે છે કે ટાટા તરફથી આવતા વીજળીનો પુરવઠો અસ્તવ્યસ્ત થતા મુંબઈના વીજળીના જોડાણ પર ભારે અસર પડી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રીલેશન ઑફિસરે જણાવ્યું કે મુંબઈ સબબર્ન ટ્રેન સર્વિસ ગ્રીડ નિષ્ફળ જવાના કારણે ખોટકાઈ ગઈ છે.

line

મહેન્દ્રસિંહ ધોનીની દીકરીને દુષ્કર્મની ધમકી આપનાર સગીર કચ્છમાં ઝડપાયો

ધોની

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવાની ધમકી આપનાર સગીરની ગુજરાતના કચ્છમાંથી અટકાયત કરાઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કચ્છ પોલીસે મુંદ્રામાંથી 16 વર્ષના છોકરાની અટકાયત કરી હતી.

કચ્છ(પૂર્વ)ના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સૌરભ સિંઘે કહ્યું, "અમને રાંચી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી દુષ્કર્મની ધમકી આપવામાં આવી હતી તે વ્યક્તિ મુંદ્રાથી ટ્રેસ થયો છે."

તેમણે વધુમાં કહ્યું, "અમે તેની અટકાયત કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે મેં ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી."

બાળક પર આરોપ છે કે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કોલકાતાની સામેની હાર બાદ મહેન્દ્રસિંહ ધોની અને તેમના પત્ની સાક્ષીને ઇન્સ્ટાગ્રામ પર ધમકીઓ આપી હતી. સોશિયલ મીડિયામાં લોકોના ધ્યાને આ વાત આવતા લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

line

ટ્રમ્પનો કોરોનાથી ઇમ્યુન થયાનો દાવો, ટ્વીટરે પોસ્ટ હાઇડ કરી

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, REUTERS/TOM BRENNER

ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ ટ્વીટને હાઇડ કરી દીધું છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે હવે તે વાઇરસથી ઇમ્યૂન થયા છે.

ટ્વીટરે કહ્યું કે આ પોસ્ટ કોરોના વાઇરસ અંગેની ભ્રામક અને સંભવ છે કે ખતરનાક માહિતી આપે છે અને આ કારણે ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન છે. લોકોના હિતમાં એ રહેશે કે લોકો આને જોવાનું ટાળે.

આ પહેલા ફૉક્સ ન્યૂઝને ફોન પર આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે હવે તેમને સંક્રમણ નથી, તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તે કામ પર પરત ફરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું, "એવું લાગી રહ્યું છે કે હું ઇમ્યૂન થઈ ગયો છું. હવે હું બેઝમૅન્ટમાંથી નીકળી શકું છું જે હું કરવાનો હતો. કારણ કે તમારે દેશ ચલાવવાનો છે. તમારે બેઝમૅન્ટની બહાર નીકળવું પડશે અને એવું લાગી રહ્યું છે કે હું ઇમ્યૂન થયો છું... કદાચ લાંબા સમય માટે અથવા ઓછા સમય માટે, અથવા જીવનભર. હાલ કોઈને ખ્યાલ નથી."

line

ગુજરાતમાં આવનારા અઠવાડિયામાં વરસાદ પડવાની સંભાવના

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇન્ડિયન એક્સપ્રેસ હવામાન ખાતાને ટાંકીને લખે છે કે ગુજરાતમાં આવનારા અઠવાડિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

હવામાન ખાતાના અહેવાલ અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલા ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં આણંદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણપશ્વિમી વરસાદે ગુજરાતના 40 ટકા વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે. વરસાદની વિદાય લેવાનો સમયગાળો એક મહિનો મોડો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરે વરસાદ વિદાય લેતો હોય છે.

હવામાન ખાતાના અમદાવાદ વિભાગના એડિશનલ ડિરેક્ટર મનોરમ મોહન્ટીએ કહ્યું, "ઑક્ટોબર 6-8થી વરસાદે વિદાય લેવાનું શરૂ કર્યું તે મોડુ છે. બંગાળની ખાડીમાં ઉભા થયેલા ડિપ્રેશનના કારણે ખાતરીપૂર્વક કહેવું અઘરું છે કે આખા રાજ્યમાંથી ક્યારે વરસાદ વિદાય લેશે. એકવખત ડિપ્રેશન ખતમ થાય પછી ખ્યાલ આવે."

વીડિયો કૅપ્શન, આંખોમાં રોશની નહીં અને ગરીબાઈની માર છતાં બન્યા આઈએએસ
line

ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે આજે સાતમી વખત ચર્ચા થશે

ભારત ચીન સીમાવિવાદ

ઇમેજ સ્રોત, SOPA IMAGES

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાં તણાવનો અંત આવી રહ્યો નથી, ત્યારે આજે ભારત અને ચીનના સૈન્યના કમાન્ડર લેવલના અધિકારીઓની સાતમી વખત મુલાકાત થશે.

લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ પાસે ભારતીય તરફના ચુસુલ ખાતે સવારે સાડા નવ વાગે બેઠક યોજાશે.

ભારત આ બેઠકમાં બંને દેશ તમામ પૉઇન્ટ પરથી સૈન્યને પરત બોલાવે તેની માગ કરશે અને એપ્રિલ પહેલાની સ્થિતિ સર્જાય તેવી માગ કરશે.

બે ન્યૂક્લિયર તાકાત ધરાવતા દેશોની સરહદ પર છેલ્લાં પાંચ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. અનેક વખત ડિપ્લોમેટિક અને મિલિટરી સ્તરે વિવાદને ઉકેલવા માટે ચર્ચા થઈ છે. પરંતુ પરિણામ આવી શક્યું નથી.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો