અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ-જો બાઇડનને ટક્કર આપી રહેલા આ અનામી ઉમેદવારો કોણ છે?

ડાબેથી) બ્રૉક પિયર્સ, માર્ક ચાર્લ્સ અને ઝેડ સિમન્સ જે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે.

ઇમેજ સ્રોત, PETER RUPRECHT / MARK CHARLES / MICHAEL GILLMAN

ઇમેજ કૅપ્શન, ડાબેથી) બ્રૉક પિયર્સ, માર્ક ચાર્લ્સ અને ઝેડ સિમન્સ જે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે.
    • લેેખક, રેબેકા સીલેસ
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકામાં પાછલાં 230 વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે, પરતું પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ એકમાત્ર વ્યક્તિ હતા જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા.

અમેરિકામાં બે રાજકીટ પક્ષોનું વર્ચસ્વ છે - રિપબ્લિકન પાર્ટી અને ડેમૉક્રેટિક પાર્ટી. ચૂંટણી સમયે મીડિયા ક્વરેજમાં અને ચૂંટણી કૅમ્પેન ડૉનેશનમાં બંને પક્ષોનો એટલી હદે અસર રહેતી હોય છે કે બહારની વ્યક્તિ ચૂંટણી જીતી જાય, તેની શક્યતા નહીંવત થઈ જાય છે.

પરતું એ ઉમેદવારોનો જુસ્સો કેવો હશે, જે આટલી વિષમ પરિસ્થિતિમાં પણ વિચારે છે કે મને તો કોઈ પણ સંજોગોમાં ચૂંટણી લડવી છે.

9 ઑક્ટોબર સુધી આવી વ્યક્તિઓની સંખ્યા 1216 હતી, જેઓ ચૂંટણીમાં પોતાનો પરચો દેખાડવા માટે અડગ હતા.

જોકે તમામની ગંભીરતાનું સ્તર અલગ અલગ હતું. આ લોકોએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગ લેવા માટે ફેડરલ ઇલેક્શન કમિશનની કચેરીમાં ઉમેદવારીપત્ર દાખલ કરેલ છે.

બીબીસીએ તેમાંથી ત્રણ ઉમેદવારો સાથે વાત કરી છે. આમાંથી એક કૉન્સર્ટ પિયાનિસ્ટ હોવાની સાથેસાથે મૉટિવેશલ સ્પીકર પણ છે. તેઓ અમેરિકન મૂળનાં આઈ.ટી. ટેકનિશિયન છે અને ક્રિપ્ટો અબજપતિ છે.

line

'અમેરિકામાં માત્ર બે વિકલ્પો છે અને મતદારોને બંને વિકલ્પ પસંદ નથી'

ઝેડ સિમન્સ

ઇમેજ સ્રોત, MICHAEL GILLMAN PHOTOGRAPHY

ઇમેજ કૅપ્શન, ઝેડ સિમન્સ

ઝેડ સિમન્સ એક બહુમુખી પ્રતિભા ધરાવતાં મહિલાં છે. તેઓ બ્યૂટી ક્વીન રહી ચૂક્ચાં છે અને હવે પ્રૉફેશનલ કૉન્સર્ટ પિયાનિસ્ટ હોવાની સાથે મૉટિવેશલ સ્પીકર, રૅપર, માતા અને વિવિધત રીતે નિમણૂંક પામેલા પાદરી પણ છે.

તેઓ પોતાને એક બિન-પરંપરાગતં ઉમેદવાર તરીકે જુએ છે. જોકે ઝેડ કહે છે, "આ સમય પણ અસાધારણ છે."

તેઓ કહે છે, "હું એક સિવિલ રાઇ્ટ ઍક્ટિવિસ્ટની દીકરી છું. મારા પિતાએ મારું ઘડતર એ રીતે કર્યું છે કે જો તમે કોઈ જગ્યાએ અન્યાય થતા જુઓ, તો પોતાની જાતને પૂછશો કે શું આવી સ્થિતિમાં મારે ઉભા રહેવું જોઈએ?"

ઝેડ કહે છે કે તેમનો હેતુ આર્થિક, શૈક્ષણિક અને ક્રિમિનલ જસ્ટિસ સુધારા વડે એવું વાતવરણ ઊભું કરવાનું છે, જ્યાં દરેક માટે સમાન તકો હોય. આ ભાવના સાથે તેમનો હેતુ દેશના ઇતિહાસમાં સૌથી સસ્તું ચૂંટણી અભિયાન ચલાવવાનો છે.

તેઓ કહે છે, "મારા મતે આ બહુ તિરસ્કારપાત્ર વાત છે કે રાષ્ટ્રપતિની ચૂંટલી લડવા માટે એક અરબ ડૉલરનું ભંડોળ જોઈએ સાથે ઉમેદવારની વય 35 વર્ષ રાખવામાં આવી છે અને એ પણ જો તમે અમેરિકામાં જન્મ્યાં હોવ અને 14 વર્ષથી અહીં રહેતા હોવ. આ પૈસા ખરેખર લોકોની મદદ માટે ખર્ચ કરી શકાય છે."

line

તેઓ લિબરલ છે કે પછી કન્ઝર્વેટિવ?

ટ્રમ્પ અને બાઇડન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ અને બાઇડન

તેઓ કહે છે, "આ વાત એ મુદ્દા પર નિર્ભર કરે છે કે તમે ક્યા વ્યક્તિને આ પ્રશ્ન પૂછી રહ્યાં છો. બની બ્રધર્સથી લઈને પાદરીઓ સુધી બધા લોકો અમારી નીતિઓના વખાણ કરી રહ્યાં છે."

તેઓ કહે છે એક મંત્રી હોવાના કારણે અને ધર્મ સાથે જાડાયેલી વ્યક્તિ હોવાથી તેમની પૃષ્ઠભૂમિ એ નથી જણાવતી કે તેઓ કન્ઝર્વેટિવ છે.

તેઓ કહે છે, "ભગવાન ઈશુ ઇતિહાસનાં સૌથી વધુ રૂઢિચુસ્ત વ્યક્તિઓમાંથી એક હતા. પરતું જો તમે તેમની કાર્યપદ્ધતિ જોશો તો લાગશે કે તેઓ પ્રગતિશીલ વિચારધારાવાળા હતા."

ઝેડના અભિયાનનો સૌથી મોટો પડકાર એ છે કે લોકોને માત્ર એટલું ખબર પડી જાય કે તેઓ પણ અસ્તિત્વ ધરાવે છે. તેઓ કહે છે કે "એ પણ એવા સમય જ્યારે 'બ્લૅક લાઇવ્સ મેટર' અને કાળાં લોકોનું જીવન મહત્ત્વ રાખે તેવા આંદોલનો ચાલી રહ્યાં છે. આ વિશે મીડિયા ઘણી બધી માહિતીઓ આપી રહ્યું છે, પરતું બ્લૅક મીડિયા સહિત બીજી મીડિયા મારા માટે કોઈ કાર્યક્રમ કરવા તૈયાર નથી."

જોકે રિપબ્લિકન પાર્ટી અને ડેમૉક્રેટિક પાર્ટીના નામે દરેક રાજ્યમાં મતપત્ર હશે, પણ અપક્ષ ઉમેદવારો માટે વિવિધ શરતો તૈયાર કરવામાં આવી છે.

સિમન્સનું નામ ઑક્લાહામાં અને લુસીયાનાના મતપત્રોમાં હશે, પરતું બીજા 31 રાજ્યોમાં તેમની નોંઘણી રાઇટ-ઇન ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. આનો અર્થ થયો કે જો મતદાર મતપત્રમાં તેમનું નામ લખે છે તો જ વોટ મળ્યો છે એવું કહેવાશે.

તેઓ વિષમ પરિસ્થિતિ હોવા છતાં આ વિષયને સમજે છે. તેમ છતાં તેમને વિશ્વાસ છે કે તેઓ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે, ભલે આ વર્ષે નહીં પણ આવનારા વર્ષોમાં.

line

'લોકોની સેવા કરતા-કરતા જીવન જીવવું છે'

બ્રૉક પિયર્સ

ઇમેજ સ્રોત, PETER RUPRECHT

ઇમેજ કૅપ્શન, બ્રૉક પિયર્સ

બ્રૉક પિયર્સ એક બાળ કલાકાર હતા અને અત્યારે તેઓ આઈ.ટી. ટેકનિશિયન હોવાની સાથે સંભવત અબજપતિ પણ છે.

તેઓ શા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માગે છે?, તેના જવાબમાં તેઓ કહે છે તે દેશની વર્તમાન પરિસ્થિતિને લઇને તેઓ ખૂબ જ ચિંતિત છે અને એટલા માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.

તેઓ કહે છે, "મારું માનવું છે કે ભવિષ્ય માટે આપણી પાસે કોઈ આયોજન નથી. 2030માં અમે કેવી રીતે રહીશું, તે વિશે કોઈ જાણતું નથી. તમે ક્યાં જવાની ઇચ્છા ધરાવો છો, તે માટેનું આયોજન હોવું જોઈએ."

"મને લાગે છે લોકો એકબીજા પર કીચડ ઉછાળવાનું કામ કરી રહ્યાં છે. બહુ ઓછા લોકો એવા હશે જે મોટા ફેરફારો માટે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. હાલનું વાતાવરણ બહુ દૂષિત છે અને મારી પાસે આ માટે એક યોજના છે. "

પાછલાં ચાર વર્ષથી પોર્ટોરિકોમાં પિયર્સ લોકસેવાના કાર્યો કરી રહ્યાં છે. કોરોના વાઇરસ સામે લડતા લોકોને પી.પી.ઈ કીટ આપી શકાય તે માટે હાલમાં જ તેમની સંસ્થાએ કરોડો ડૉલરની મૂડી એકઠી કરી છે.

આવનારા ચાર વર્ષો માટે અમેરિકાની શી પ્રાથમિકતા હોવી જોઈએ એ વિશે પિયર્સ કહે છે કે માત્ર નામ ખાતર વિકાસ કરવાના રસ્તા પર ન ચાલવું જોઈએ. સારી રીતે જીવન કઈ રીતે જીવી શકાય તેની પર, સ્વતંત્રતા કઈ રીતે મળે અને ખુશી મળે તે દિશામાં કામ કરવું જોઈએ.

ફર્સ્ટ કિડ ફિલ્મમાં બ્રૉક પિયર્સ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ફર્સ્ટ કિડ ફિલ્મમાં બ્રૉક પિયર્સ

રાજકીય રીતે જોવા જઈએ તો તેમની સાથે જીતવું અઘરું છે. રૉલિંગ સ્ટૉને ક્રિપ્ટો કરન્સીના હિપ્પી કિંગ તરીકે તેમનું વર્ણન કર્યું છે. ગાજાને કાયદેસર કરવા માટે તેઓ માગ કરી રહ્યાં છે.

ફોર્બ્સની યાદીમાં નામ આવવાથી તેઓ એટલા દુઃખી થઈ ગયા કે તેમણે પહેલાં પોતાની અબજ ડૉલરની સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી દીધી હતી. તેઓ વ્યક્તિગત સ્વતંત્રતામાં માને છે અને તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોને હજારો ડૉલર દાનમાં આપ્યાં છે.

તેઓ ઉમેરે છે, "જે રીતે મને લિબરલ માટે માન છે, તે જ રીતે હું કન્ઝર્વેટિવ પણ છું. મારું માનવું છે કે બધા એકસાથે વિચાર કરે તેનો સમય આવી ગયો છે કારણ કે દરેક વિચારધારા કંઈક કરવાની પ્રેરણા આપે છે."

તેમનું જીવન વિવાદોથી ભરેલું છે. તેઓ 19 વર્ષના હતા ત્યારે ત્રણ પુરુષ અભિનેતાઓએ તેમની પર જાતિય હુમલાનો આરોપ મૂક્યો હતો. પિયર્સે કહે છે તેમણે આવું કશું કર્યું નથી.

પાછળથી આરોપ મૂકનાર ત્રણેય અભિનેતાઓએ ફરિયાદ પાછી લઈ લીધી હતી. પિયર્સ જણાવે છે કે તેમને ક્યારેય પણ વળતર મળ્યું નથી. પરંતુ, આ ઘટના સમાચાર માધ્યમોમાં છવાઈ ગઈ જેના કારણે રાષ્ટ્રપતિ પદ માટેનો તેમનો માર્ગ વધુ પડકારજનક બની ગયો છે.

ફેડરલ ઇલેક્શન કમિશનના ડેટા મુજબ તેમણે ચૂંટણીઅભિયાન પાછળ 37 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે.

પરંતુ જો તેઓ ચૂંટણીમાં હારી જાય તો શું થશે? બ્રૉક પિયર્સ જણાવે છે કે આ માટે તેમની પાસે બીજી યોજના છે. તેઓ કહે છે, "મને ન્યૂ યોર્ક અને મિનેસોટાના ગવર્નરની ચૂંટણી લડવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો કહે છે કે એકમાત્ર પિયર્સ છે જે પરિવર્તન લાવી શકે છે.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ: ભારતમાં મહામારીના 200 દિવસની વાત ફક્ત 200 સેકંડમાં
line

'દેશની પાયાની બાબતોમાં બદલાવ જરૂર'

માર્ક ચાર્લ્સ

ઇમેજ સ્રોત, SHANE BAHN

ઇમેજ કૅપ્શન, માર્ક ચાર્લ્સ

અપક્ષ ઉમેદવારો માટે સારી કહી શકાય એ બાબત છે કે તેમને જો મંચની જરુર હોય તો કોઈ પણ પક્ષની બહુમતીને ખુશ કરવી પડતી નથી. આવા ઉમેદવારો આપમેળે ચૂંટણી લડે છે અને પોતાને યોગ્ય લાગે છે તે મુદ્દા વિશે ચૂંટણી અભિયાનમાં વાત કરે છે.

માર્ક ચાર્લ્સ એક મોટું ઉદાહણ છે.

તેઓ કમ્પ્યુટર પ્રૉગ્રામર તરીકે કામ કરે છે અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે છે. પરંતુ તેઓ એક સોશિયલ જસ્ટિસ કૅંમ્પેનર પણ છે અને પોતાની સભાઓમાં તે મદ્દાઓ વિશે વાત કરે છે, જેની અસર અમેરિકાના બધા નાગરિકો પર પડતી હોય.

ટ્રમ્પ અથવા બાઇડનના અભિપ્રાયથી સંમત ન હોય તેવા મતદારોના તેઓ ઉમેદવાર બનવા માગે છે.

ચાર્લ્સના નાવાજો વિરાસતમાંથી આવે છે. તેમની ઉમેદવારીને ઓળખ આપવામાં અને અમેરિકા માટેના વિચારો નક્કી કરવામાં આ વિરાસતે મોટી ભૂમિકા ભજવી હતી.

વૉશિંગ્ટન ડીસીનું નિમાર્ણ જે જમીન પર થયું છે, તે પિસાટાવે લોકોની હતી.

તેઓ કહે છે, "કોલંબસ સમુદ્રમાં પોતાના રસ્તાથી ભટકી ગયા તેના વર્ષો પહેલાં આ જમીન તેમની હતી. આ જમીન પર રહેવા બદલ હું તેમનો આભારી છું."

માર્ક ચાર્લ્સ

ઇમેજ સ્રોત, MARK CHARLES CAMPAIGN

ઇમેજ કૅપ્શન, માર્ક ચાર્લ્સ

2000ના દાયકાની શરૂઆતમાં નાવાજો રિઝર્વેશનને લઈને ચાર્લ્સ પોતાના પરિવાર સાથે વસવાટ કરવા માટે દુર ચાલ્યાં ગયા હતા. તેઓ જણાવે છે, "હું પરંપરાગત જીવનશૈલીમાં રહેવાની ઇચ્છા રાખું છું આથી હવે હું અહીં 11 વર્ષ માટે રહીશ."

ખૂબ ઓછી સુવિધામાં રહેવા માટે તેમના પરિવારે પોતાની જાતને તૈયાર કરી હતી પણ તેમને એ વાતનો અંદાજો નહોતો લગાવ્યો કે તેઓ આ રીતે એકલા થઈ જશે.

તેઓ કહે છે, "આ રિઝર્વેશનમાં મૂળ બિન-નિવાસી હોય તેવા લોકો કાં તો તેઓ અમારી તસવીર લેવા માટે આવતાં હતાં અથવા તો દાન આપવાં આવતાં હતાં. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ આવી હતી જે અમારી સાથે મિત્રતા કરવા માગતી હતી.

"અમારા લોકો સાથે જે ઐતિહાસિક અન્યાય થાય છે તે અમે પણ જોઈ રહ્યા હતા. હું મારી જાતને સુરક્ષિત ગણતો નથી અને મને ગુસ્સો આવે છે."

તેમણે પોતાની જાતને વચન આપ્યું કે બીજાઓને ધિક્કારવાને બદલે, તે લોકો સાથે જોડાશે અને તેમનામાં સમજણ કેળવશે.

તેઓ એક સમાવિષ્ટ અને આધુનિક અમેરિકા બનાવવાની ઇચ્છા ધરાવે છે જેમાં અસમાનતા જેવી બાબતો માટે કોઈ સ્થાન ન હોય.

તેઓ કહે છે, "વી ધ પીપલ સાથે અમેરિકાનું બંધારણ શરૂ થાય છે અને તેમાં મહિલાઓ વિશે કોઈ ઉલ્લેખ નથી. ખાસ કરીને તે મૂળનિવાસીઓને બાકાત રાખવામાં આવ્યાં છે અને આફ્રિકન લોકોને એક વ્યક્તિઓની ગણતરી યોગ્ય રીતે નથી કરાઈ."

તેમનું ચૂંટણીઅભિયાન પણ આ સાથે સંબંધિત છે. તેઓ કહે છે કે જો આ દેશ બંને લોકોને હોય, તો પછી આપણે નસ્લવાદ, લિંગભેદ અને શ્રેષ્ઠતા જેવી જે બાબતો પર આ દેશનો પાયો નંખાયો છે તેને બદલવો પડશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો