You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા : સુપ્રીમ કોર્ટમાં થયેલી પહેલી રિવ્યૂ પિટિશનમાં આ માગણી કરાઈ છે
અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદાને પડકારવામાં આવ્યો છે.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં જમિયત-ઉલેમા-એ-હિંદે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે.
આ કેસમાં મૂળ પક્ષકાર એમ સિદ્દિકના પુત્ર અને મૌલાના સૈયદ અશદ રાશિદે આ રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે.
અયોધ્યામાં જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 9 નવેમ્બરે સર્વાનુમતે ફેંસલો આપ્યો હતો.
એ સમયના દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વમાં આગામી મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ફેંસલામાં વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવાનો અને જ્યારે સરકારને મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ રચવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઈ જગ્યાએ 5 એકર જમીન આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર અનેક વિરોધની ટિપ્પણીઓ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું કહેવાયું છે રિવ્યૂ પિટિશનમાં?
રિવ્યૂ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે દરેક પક્ષકારો વચ્ચે સમતુલા સાધવામાં હિંદુ પક્ષકારે કરેલી ગેરરીતિને નજરઅંદાજ કરી છે અને મુસ્લિમ પક્ષકારને 5 એકર જમીન આપવાનું કહ્યું છે જેની માગણી જ નહોતી.
પિટિશનમાં 5 જજોની બેન્ચે આપેલા ચુકાદાનાં એ 3 બિંદુઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક ભૂલોની વાત છે અને ચુકાદો એનાથી અલગ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં કહ્યું હતું કે વિવાદિત સ્થળે પહેલાં મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે એના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે 1949માં અંદર મૂર્તિની સ્થાપના કરવી તે ખોટું હતું.
એ જ રીતે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે 6 ડિસેમ્બર 1991ના રોજ વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવી એ ખોટું હતું.
આ 3 બાબતોનો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિવ્યૂ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આ ભૂલો પર સજા કરવાને બદલે એમને આખી જમીન આપી દેવામાં આવી છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આ બાબતોને લઈને સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાની ફેરવિચારણા કરવી જોઈએ.
આમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો