You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહબાઝ નદીમ : INDvSA ટેસ્ટ મૅચમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડી ધરાવે છે આવો વર્લ્ડ રેકૉર્ડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચી ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં કુલદીપ યાદવને સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
તેઓ ઘણા લાંબા સમયથી ઇન્ડિયાની-એ સ્ક્વૉડનો ભાગ રહ્યા છે.
શાહબાઝ નદીમ પોતાના નામે એક વર્લ્ડ રેકર્ડ પણ ધરાવે છે. એ-ટીમની મૅચમાં 10 રનમાં 8 વિકેટ લેનારા તેઓ પહેલા ખેલાડી છે.
સપ્ટેમ્બર 2018માં તેમણે વિજય હઝારે ટ્રૉફીમાં રાજસ્થાન સામેની મૅચમાં ઝારખંડ તરફથી 10 રનમાં 8 વિકેટ ઝડપી લીધી હતી.
પહેલાં આ રેકર્ડ રાહુલ સંઘવી સામે હતો. જેમણે વર્ષ 1997-98માં હિમાચલ પ્રદેશ સામે દિલ્હી તરફથી 15 રનમાં આઠ વિકેટ લીધી હતી.
આ ઉપરાંત રણજી ટ્રોફીમાં 2015-16ની સિઝનમાં એમણે 51 વિકેટ ઝડપી હતી. આવું કરનારા તેઓ ફક્ત છઠ્ઠા બૉલર છે.
આઈપીએલમાં તેમણે દિલ્હી ડૅરડેવિલ્સ તરફથી રમીને સારો દેખાવ કર્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે ઝારખંડની આગેવાની પણ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
30 વર્ષીય શાહબાઝ નદીમનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો.
એમણે ઇન્ડિયા અંડર-14 અને અંડર-16 ટીમમાં સરસ દેખાવ કર્યો છે.
એ ઉપરાંત ફસ્ટક્લાસ ક્રિકેટમાં 110 મૅચમાં 424 વિકેટ લીધી છે.
લિસ્ટ એ મૅચમાં એમણે 106 મૅચની 115 ઇનિંગમાં 145 વિકેટ લીધી છે.
ટી-20માં એમણે 117 મૅચમાં 98 વિકેટ લીધી છે.
ફસ્ટક્લાસ ક્રિકેટમાં 28 અને લિસ્ટ-એમાં 27ની બૉલિંગ સરેરાશ ધરાવતા શાહબાઝ નદીમ એક ઇકોનોમિક બૉલર તરીકે પણ જાણીતા છે અને સારા ફિલ્ડર છે.
ધોનીના હોમ ગ્રાઉન્ડથી આવે છે શાહબાઝ નદીમ
ઝારખંડના જે ગ્રાઉન્ડમાં ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તાલીમ લીધી છે, એ જ જેએસસીએ સ્ટૅડિયમ શાહબાઝ નદીમનું હોમગ્રાઉન્ડ છે.
તેઓ આ પહેલાં ઇન્ડિયા-એ તરફથી ઇંગ્લૅન્ડ લાયન, વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા-એ સામે રમી ચૂક્યા છે.
તેઓ ઇન્ડિયાની સાઉથ આફ્રિકા સામેની ટી-20 મૅચની ટીમમાં પણ પસંદગી પામ્યા હતા પરંતુ મેદાન પર રમવાની તક મળી નહોતી.
જોકે, ગત મહિને દક્ષિણ આફ્રિકા-એ ટીમની સામેની બિન સત્તાવાર ટેસ્ટમાં એમનો સમાવેશ થયો હતો અને એમાં તેમણે 21 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
જ્યારે ટેસ્ટની ટીમ માટે પસંદગી અંગેના સમાચાર મળ્યા ત્યારે તેઓ વિજય હઝારે ટુર્નામેન્ટ રમીને પોતાના ઘેર કોલકાતા પહોંચી ગયા હતા.
વિજય હઝારે ટ્રોફીમાં ઝારખંડ ગ્રુપ-એનો ભાગ હતું પરંતુ નૉક આઉટ રાઉન્ડમાં ક્વૉલિફાઇ થઈ શક્યું નહોતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો