You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસાની વિધિવત ઍન્ટ્રી, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ કરશે જમાવટ
ગુજરાતમાં ચોમાસાના વરસાદની વધવાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો પણ છવાયાં હતાં.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે તેમ છે.
આજથી એટલે કે 26 જૂનથી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ચોમાસું વધારે આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો પડે તેવી હવામાન વિભાગે પહેલાં જ આગાહી કરી દીધી છે અને ભારત સહિત ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો વરસાદ જોઈએ તેટલો હજુ સુધી પડ્યો નથી. મુંબઈમાં પણ ચોમાસું મોડું બેઠું છે. ગુજરાતમાં જુલાઈની શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવું અનુમાન છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું 24મી જૂન, 2026ના રોજ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના બાકીના ભાગો અને છત્તીસગઢ તથા ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણેદક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અલગ-અલગ વરસાદ પડ્યો હતો, જેમાં વલસાડ, દમણ સંઘપ્રદેશ, દાદરા નગર હવેલી સંઘપ્રદેશનો સમાવેશ થાય છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા 24મી જૂનના રોજ સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંડ અને મોતીહાતી વગેરે પ્રદેશમાંથી પસાર થાય છે. તેથી આગામી 2-3 દિવસમાં ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો તથા ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટેની પરિસ્થિતિઓ અનુકૂળ થઈ છે.
ત્યાર બાદના બે-ત્રણ દિવસમાં ગુજરાતના અન્ય ભાગોમાં પણ ચોમાસું આગળ વધે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો?
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં હવામાન શુષ્ક હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને દાદરા નગર હવેલી તથા દમણ સંઘપ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ વાવાઝોડા સાથે વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અમદાવાદ અને તેની આસપાસ આકાશ વાદળછાયું રહેશે અને એકાદ વખત વરસાદનાં ઝાપટાં પડવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં કેટલાંક સ્થળોએ વરસાદ વરસસે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેમ કે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.
ગુજરાતના બાકીના પ્રદેશો અને કચ્છના વિસ્તારોનું હવામાન શુષ્ક રહેશે.
ગુજરાતમાં ચોમાસાની જમાવટ કયા જિલ્લામાં થશે?
26મી જૂનના રોજ પંચમહાલ, દાહોદમાં છૂટાંછવાયાં સ્થળોએ તથા દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ. તાપી, નવસારી, વલસાડ અને દમણ થતા દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડશે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લામાં હવામાન શુષ્ક રહેશે તેવી સંભાવના છે.
27મી જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત ક્ષેત્ર તથા સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લામાં હવામાન શુષ્ક રહેશે.
28મી જૂને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
29મી જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સંઘપ્રદેશમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના બાકીના ક્ષેત્રો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન શુષ્ક રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન