એનડીટીવીમાંથી રવીશકુમારનું રાજીનામું

રવિશકુમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પત્રકાર રવીશકુમાર
પ્રકાશિત

એનડીટીવીના પત્રકાર રવીશકુમારે રાજીનામું આપી િીધું છે. એનડીટીવી ગૃપનાં પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહની તરફથી તેમના કર્મચારીઓને એક ઇમેલ મોકલવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, “રવીશે એનડીટીવીમાંથી રાજીનામુ આપી દિધું છે અને કંપનીએ તેમનું રાજીનામુ તાત્કાલિક અસરથી અમલી કરવાની વિનંતિનો સ્વીકાર કરી લીધો છે.”

પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કંપની એનડીટીવીનું પ્રમોટર ગૃપ સાધન છે.

મંગળવારે એનડીટીવી દ્વારા બૉમ્બે-સ્ટૉક ઍક્સચેન્જને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “એનડીટીવીના પ્રમોટર ગૃપ આરઆરપીઆર (રાધિકા રૉય-પ્રણય રૉય) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું છે કે, 29 નવેમ્બરે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંથિલ ચેંગલવારાયણ હવે આરઆરપીઆરએચના બોર્ડનાં નવાં નિદેશક હશે અને ડૉ. પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆરએચનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સનાં પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું છે.”

આ તમામ બદલાવ એનડીટીવીની પ્રમોટર ગૃપ કંપની દ્વારા થયા છે, જોકે એનડીટીવી અનુસાર, પ્રણય રૉય અને તેમનાં પત્ની રાધિકા રૉય એનડીટીવીનાં એક્ઝિક્યૂટિવ કો-ચૅરપર્સન છે.

આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલાં જ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે તેના ઇક્વિટી શૅરની માહિતી આપી હતી. જેમાંથી 99.5 ટકા ઇક્વિટી શૅર વિશ્વ પ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે, આ એ કંપની છે જેનું અધિગ્રહણ અદાણી ગૃપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સે કર્યું છે. આ સાથે અદાણી ગૃપ પાસે હવે એનડીટીવીની 29.18 ટકા ભાગીદારી છે.

ગ્રે લાઇન

પીએમ મોદી માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દો... : રાજનાથ સિંહે અમદાવાદમાં શું કહ્યું?

રાજનાથ સિંહ

ઇમેજ સ્રોત, ANI

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે બુધવારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીકા કરતાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો માત્ર ખડગે જ નહીં પણ સંપૂર્ણ કૉંગ્રેસ પક્ષની માનસિકતા દર્શાવે છે.

સમાચાર એજન્સી એનએનઆઈ અનુસાર અમદાવાદમાં એક પત્રકારપરિષદને સંબોધતાં સિંહે કહ્યું, "કૉંગ્રેસ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહી છે. આવા વાંધાજનક શબ્દો કોઈ પણ માટે ઉપયોગ કરવા એ સ્વસ્થ લોકશાહીનો સંકેત નથી."

"કૉંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા વડા પ્રધાન માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો એ માત્ર એમની માનસિકતા નહીં પણ સમગ્ર કૉંગ્રેસની માનસિકતા છે." તેમણે ઉમેર્યું, "વડા પ્રધાન માત્ર એક વ્યક્તિ નથી, એક સંસ્થા છે અને તેઓ પીએમ અંગે આવું નિવેદન આપી રહ્યા છે."

નોંધનીય છે કે અમદાવાદમાં એક રેલી દરમિયાન ખડગેએ કહ્યું હતું, "પીએમ દર વખતે પોતાની જ વાત કરે છે. તમે કોઈને ના જુઓ, મોદીને જોઈને મત આપો. તમારો ચહેરો કેટલી વખત જોવો છે. કૉર્પોરેશનમાં પણ તમારો ચહેરો જોવો, એમએલએની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોવો, એમપી ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોવો... દરેક જગ્યાએ... તમારે રાવણ જેવા 100 ચહેરા છે કે શું?"

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

ગ્રે લાઇન

વડોદરા : ફેકટરીમાં કઈ રીતે બનાવાતું હતું ડ્રગ? પોલીસે કર્યો ખુલાસો​

વડોદરા

ઇમેજ સ્રોત, Ravi Parmar

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત ઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉર્ડે વડોદરા શહેરના બહારના સિંઘરોટ વિસ્તારમાં એક મૅન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો અને લગભગ રૂ. 500 કરોડની કિંમતના પ્રતિબંધિત એમડી ડ્રગનો જથ્થો જપ્ત કર્યો.

'ઇકૉનોમિક ટાઇમ્સ' અનુસાર, મંગળવારે રાત્રે વડોદરા નજીકના નાના કારખાના-કમ-ગોડાઉન પર દરોડા દરમિયાન, એટીએસે સ્થળ પરથી પાંચ લોકોની પણ ધરપકડ કરી હતી.

ડીજીપી આશિષ ભાટિયાની પ્રેસ કૉન્ફરન્સ અનુસાર, "ઘણી વિગતો બહાર આવશે, અમે એફઆઈઆર દાખલ કરી રહ્યા છીએ. હાલ તત્કાલ જે વિગતો ઉપલબ્ધ થઈ છે તે અનુસાર, વડોદરાના રહેવાસી 57 વર્ષીય સૌમિલ પાઠક ઉર્ફે સૅમ સુરેશ ચંદ્ર પાઠક પાસેથી પાંચ વર્ષ પહેલા 200 ગ્રામ એમડી પકડાયું હતું. તે જેલમાં સલીમ દોલાને મળ્યો હતો. સલીમ દોલા પણ નાર્કોટિક્સ કેસમાં અંદર હતો. બંનેની ત્યાં મિત્રતા થઈ હતી. જેલમાંથી છૂટીને બંનેએ ડ્રગ્સનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યું હતું. અત્યારે 63 કિલોગ્રામ તૈયાર માલ અને 80 કિલોગ્રામ પ્રવાહી (જેમાંથી 40 કિલોગ્રામ એમડી ડ્રગ્સ બની શકે છે) મળી આવ્યું છે. આગળની વિગતો પુછપરછમાં જાણવા મળશે."

પોલીસના જનાવ્યા અનુસાર અન્ય જગ્યાએ માલ વગેરે બનાવવામાં આવ્યો હતો કે કેમ તે આગળની તપાસમાં જાણવા મળશે.

સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે હજુ ઑપરેશન ચાલુ છે, એમ તેમણે વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.

વડોદરામાં બીબીસીના સહયોગી પત્રકાર રાજીવ પરમારના જણાવ્યા પ્રમાણે, આ ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં છેલ્લા એક મહિનાથી ડ્રગ્ઝનું રૉ-મટિરિયલ બનાવવામાં આવતું હતું. આ રૉ-મટિરિયલને ટેબલેટ ફૉર્મમાં ત્યાંથી અમદાવાદ, મુંબઈ તેમજ કચ્છમાં મોકલાતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ વર્ષે ઑગસ્ટમાં, એટીએસ દ્વારા વડોદરા શહેર નજીકના એક વેરહાઉસમાંથી આશરે રૂ. 1,000 કરોડની કિંમતનું 200 કિલોગ્રામ પાર્ટી ડ્રગ મેફેડ્રોન જપ્ત કર્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન